તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Coronavirus
 • WHO Calls For Measures To Prevent New Variant Of Corona From Spreading, Emphasizing Masks, Hygiene And Social Distance

WHOની સૂચના:કોરોનાનાં નવા વેરિઅન્ટને ફેલાતો અટકાવવા માટે WHOએ ઉપાય જણાવ્યા, માસ્ક, હાઈજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર આપ્યો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • WHOએ નિયમોનું કડકાઈથી પાલન કરવાનું કહ્યું
 • સમગ્ર વિશ્વએ મળીને નવા વેરિઅન્ટ પર કામ કરવાની જરૂર

સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાનાં આંકડા ઝડપથી વધવા લાગ્યા છે. ભારતમાં પણ કોરોનાનાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાની બીજી લહેર અને નવા વેરિઅન્ટથી લોકો ડરવા લાગ્યા છે. WHOએ આ વેરિઅન્ટને ફેલાવવાથી રોકવા કેટલાક ઉપાયો જણાવ્યા છે અને લોકોને અપીલ કરી છે કે તેઓ કડક રીતે તેનું પાલન કરે. ૉ

કોરોનાને અટકાવવા માટે WHOએ કેટલાક ઉપાયો જણાવ્યા

 • WHOના દક્ષિણ પૂર્વ એશિયાના રિઝનલ ડાયરેક્ટર ડૉક્ટર પૂનમ ખેત્રપાલ સિંહે PTIને જણાવ્યું કે, કોવિડ સંબંધિત ઉપોય દ્વારા જ વાઈરસ અને તેના વેરિઅન્ટને ફેલાતો રોકી શકાય છે. તે સિવાય ડૉક્ટર ખેત્રપાલે ટેસ્ટ, ટ્રેસ, આઈસોલેટ, અને સારવારના પ્રયાસોને વધારવાની જરૂરિયાત ગણાવી છે.
 • ડૉ. ખેત્રપાલે આ મહામારીનો સામનો કરવા માટે ઉધરસ અને છીંક આવે તો મોં પર રૂમાલ રાખવો, હાઈજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગના મહત્ત્વ પર ભાર આપ્યો. તેમના જણાવ્યા પ્રમાણે, સાર્વજનિક સ્વાસ્થ્ય અને સામાજીક ઉપાયોનું કડક પાલન જ માત્ર આ વાઈરસને ફેલાવવાથી રોકી શકે છે.

ફિઝિકલ ડિસ્ટન્સિંગના ઉપાયો અને અવરજવર પર પ્રતિબંધ

 • ડૉક્ટર ખેત્રપાલના જણાવ્યા પ્રમાણે, ફિઝિકલ ડિસ્ટન્સિંગના ઉપાયો અને અવરજવર પર પ્રતિબંધ લાગુ કરીને લોકોનો એકબીજા સાથે સંપર્ક ઓછો કરી શકાય છે. તેનાથી કોવિડ-19 ઝડપથી ફેલાશે નહીં. તેમના જણાવ્યા પ્રમાણે, આ ઉપાય વૈજ્ઞાનિક પ્રમાણો અને વાસ્તવિક અનુભવ પર આધારિત હોવા જોઈએ અને તેને લાગુ કરવામાં આર્થિક પરિબળો, ફૂડ સિક્યોરિટી જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.
 • ડૉક્ટર ખેત્રપાલે વાઈરસના વેરિઅન્ટ વિશે કહ્યું કે, તેના વિશે હજી કોઈ સચોટ જાણકારી નથી મળી શકી પરંતુ આ એક ચિંતાનો વિષય છે અને આપણે બધાએ મળીને આ વાઈરસને ફેલાવવાથી રોકવાનો છે.
 • ડૉક્ટર ખેત્રપાલે કહ્યું કે, WHO વાયરસ ઈવોલ્યૂશન વર્કિંગ ગ્રુપના માઘ્યમથી તેના વેરિઅન્ટ પર નજર રાખી રહ્યું છે. તે સિવાય WHOએ SARS- Cov-2 મ્યુટેશનની ઓળખ અને નજર રાખવા માટે એક રિસ્ક મોનિટરિંગ ફ્રેમ વર્ક પણ બનાવ્યુ છે. જે રિસર્ચ, સ્ટડીઝ, સર્વિલન્સ અને જીનોમ સિક્વેન્સિંગના માધ્યમથી કામ કરે છે.

સમગ્ર વિશ્વએ મળીને કામ કરવાની જરૂર
ડૉક્ટર ખેત્રપાલે કહ્યું, આખી દુનિયાએ એક સાથે મળીને વાઈરસના વેરિઅન્ટ પર કામ કરવાની જરૂર છે. તેના માટે WHO સમગ્ર દુનિયા માટે એવી રુપરેખા તૈયાર કરવાની તૈયારી કરી રહ્યુ છે જેનાથી રસી, ટેસ્ટ, સારવાર, અટકાવવાના ઉપાયો અને અન્ય સાધનોને અનુકુળ બનાવી શકાય. ડૉક્ટર ખેત્રપાલે કહ્યું, કોઈપણ એવું ન કહી શકે કે કોરોનાની બીજી લહેર કઈ તરફ જઈ રહી છે. બીજી લહેર કઈ તરફ જઈ રહી છે. અમારો આગ્રહ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, હેંડ રેસ્પિરેટરી હાઈજિન, માસ્ક પહેલી યોગ્ય વેન્ટિલેશન રાખવા જેવા ઉપાયોનું કડકાઈથી પાલન કરવાથી આને રોકી શકાય છે.