તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • Which Vaccine Will Be Available First? What Is The Status Of Corona Vaccine Being Developed Worldwide?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

WHO વેક્સિન અપડેટ:સૌથી પહેલા કઇ વેક્સિન મળશે? વિશ્વભરમાં બની રહેલી કોરોના વેક્સિનનું શું છે સ્ટેટસ?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વભરમાં હાલના તબક્કે કોરોના વાયરસથી રક્ષણ આપવા માટે 212 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. WHO વેક્સિન લેંડસ્કેપ અનુસાર તેમાંથી 164 વેક્સિન પ્રી-ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે. જ્યારે 48 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે. જેમાંથી 11 વેક્સિન હ્યૂમન ટ્રાયલ્સના ફેઝ-3 એટલે કે અંતિમ ફેઝમાં છે. ત્રણ વેક્સિન ફેઝ-2 ટ્રાયલ્સમાં છે. જ્યારે 13 વેક્સિન ફેઝ-1/2 ટ્રાયલ્સમાં છે.

4 વેક્સિનના ટ્રાયલ્સના પરિણામ આવ્યા, 90% સુધી અસરકારક

1. ઓક્સફર્ડ યુનિવર્સિટી/એક્સ્ટ્રાજેનેકા
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એક્સ્ટ્રાજેનેકાએ મળીને વેક્સિન(કોવીશીલ્ડ) બનાવી છે. જે પ્રારંભિક પરિણામમાં 90% સુધી અસરકારક જોવા મળી છે. વિશ્વની ટોચની વેક્સિન પ્રોડક્શન કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે, ભારતમાં બે અઠવાડિયાની અંદર ઇમરજન્સી એપ્રવૂલ માટે એપ્લાય કરશે.

2. ફાઈજર અને બાયોએનટેક
અમેરિકન ફાર્મા કંપની ફાઈજર અને જર્મન કંપની બાયોએનટેકની જોઇન્ટ કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 95% અસરકારક સાબિત થઇ છે. કંપનીએ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA)ને ઇમરજન્સી એપ્રૂવલ મેળવવા માટે અરજી કરી છે.

3. મૉડર્ના(અમેરિકા)
અમેરિકાની બૉયોટેક કંપની મૉડર્નાએ દાવો કર્યો છેકે, તેમણે બનાવેલી વેક્સિન કોરોના દર્દીઓને બચાવવામાં 94.1% સુધી અસરકારક છે. આ દાવો લાસ્ટ સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલના પરિણામોના આધારે કરવામાં આવ્યો છે. આ વેક્સિન 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 30 દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે.

4. ગામાલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(રશિયા)
રશિયામાં બનેલી વેક્સિન સ્પૂતનિક V ટ્રાયલ દરમિયાન કોરોના સામે લડવામાં 95 % અસરકારક સાબિત થઇ છે. ક્લિનિકલ ટ્રાયલમાં બીજા પ્રારંભિક એનાલિસિસમાં આ વાત સામે આવે છે. પહેલો ડોઝ આપ્યાના 28 દિવસ બાદ આ વેક્સિનની અસરકારકતા 91.4% જોવા મળી હતી. ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી સાથે રશિયન સંસ્થાએ કરાર કર્યો છે અને ભારતમાં ફેઝ-2/3નું કમ્બાઈન્ડ ટ્રાયલ્સ શરૂ થઇ ગયું છે.

ચીનમાં ચાર વેક્સિન પરિણામ પહેલા જ એપ્રૂવ

1. સિનોવેક(ચીન)
ચીનની ખાનગી કંપની સિનોવેકની ઇનએક્ટિવેટેડ વેક્સિનના ફેઝ-1/2 ટ્રાયલ્સના પરિણામ જૂનમાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીએ 743 વોલેન્ટિયર્સને ટ્રાયલ્સમાં સામેલ કર્યા હતા અને તેમાંથી એકપણને ગંભીર લક્ષણ જોવા મળ્યા ન હતા. નવેમ્બરમાં જ આ ટ્રાયલ્સના પરિણામ જાહેર થયા. બ્રાઝીલ, ઇન્ડોનેશિયા અને તૂર્કીમાં અંતિમ ફેઝના ટ્રાયલ શરૂ થઇ ગયા. હજી સુધી તેના પરિણામ આવ્યા નથી.

2. વુહાન કેન્ડિડેટ
ચીનની સરકારી કંપની સિનોફાર્મે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ સાથે મળીને આ વેક્સિન બનાવી છે. તેના ફેઝ-1/2 ટ્રાયલ્સના પરિણામ સારા આવ્યા છે. ફેઝ-3 ટ્રાયલ્સ પેરુ, મોરક્કો અને UAEમાં શરૂ થયા હતા. સપ્ટેમ્બરમાં UAEએ સિનોફાર્મની વેક્સિનને ઇમરજન્સી એપ્રૂવલ આપી દીધી.

3. બેઇજિંગ કેન્ડિડેટ
બેઇજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ તરફથી બનાવવામાં આવતી વેક્સિનને ચીનની સરકારી કંપની સિનોફાર્મ માર્કેટમાં રજૂ કરવાની તૈયારીમાં છે. તેને પણ ચીનની સાથોસાથ UAEમાં ઇમરજન્સી એપ્રૂવલ મળી ગયું છે.

4. કેનસિનો બાયોલૉજિક્સ
ચાઇનિઝ કંપની કૈનસિનો બાયોલૉજિક્સે ચાઇનિઝ મિલેટ્રીની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન સાથે મળીને વેક્સિન બનાવી હતી. જેને ચીનની મિલેટ્રીએ 25 જૂને જ એક વર્ષ માટે મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ કંપનીએ સાઉદી અરબ, પાકિસ્તાન અને રશિયામાં ફેઝ-3 ટ્રાયલ્સ કર્યા પરંતુ તેના પરિણામની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.

ભારતની સ્વદેશી વેક્સિન સહિત ત્રણ વેક્સિન અંતિમ તબક્કામાં

1. ભારત બાયોટેકની કોવેક્સિન(ભારત)
ભારત માટે મહત્વની ગણાતી સ્વદેશી વેક્સિન- કોવેક્સિનનું ફેઝ-3 ટ્રાયલ્સ શરૂ થઇ ગયું છે. અંદાજે 25 સાઈટ્સ પર તેનું ટ્રાયલ્સ થઇ રહ્યું છે. આ વેક્સિનને હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરલોજી(NIV) અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) સાથે મળીને તૈયાર કરી છે. અત્યારસુધીના ટ્રાયલ્સમાં વેક્સિન અસરકારક રહી છે. હવે ફેઝ-3 ટ્રાયલ્સના પરિણામની રાહ જોવાઈ રહી છે.

2. જેનસેન ફાર્મા (અમેરિકા)
અમેરિકન કંપની જૉનસન એન્ડ જૉનસનની સબ્સિડરી જૈનસેન ફાર્માએ ઇનએક્ટિવેટેડ વેક્સિન ફેઝ-1/2 ટ્રાયલ્સમાં અસરકારક સાબિત થઇ છે. 60 હજાર લોકો પર તેનું અંતિમ ફેઝનું ટ્રાયલ્સ ચાલી રહ્યું છે.

3. નોવાવેક્સ(અમેરિકા)
અમેરિકાની કંપની નોવાવેક્સની વેક્સિનની રાહ પણ અમેરિકામાં આતુરતાથી જોવાઈ રહી છે. કંપનીએ પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં વેક્સિનના મેન્યુફેક્ચરિંગના કરાર કર્યા છે.

16 કંપનીઓના ટ્રાયલ્સ બીજા ફેઝમાં, પરંતુ ચાર આપણા કામની

1. કેડિલા હેલ્થકેર(ભારત)
હાલના સમયે 16 કંપનીઓના ટ્રાયલ્સ બીજા ફેઝમાં છે, પરંતુ તેમાં પણ અમદાવાદની કંપની કેડિલા હેલ્થકેર સહિત ચાર કંપનીઓ બીજા ફેઝમાં છે. બાકીની 12 કંપનીઓની વેક્સિનના ફેઝ-1 અને ફેઝ-2ના ટ્રાયલ્સ એકસાથે ચાલી રહ્યાં છે. કેડિલા હેલ્થેકરની વેક્સિનના પરિણામ ટૂંક સમયમાં આપણી સામે હશે. આશા રાખવામાં આવી રહી છેકે, એપ્રિલ-2021 સુધીમાં આ વેક્સિન ઉપલબ્ધ થઇ જશે.

2. શિયામેન યુનિવર્સિટી(ચીન)
ચીનની શિયામેન યુનિવર્સિટીએ હોંગકોંગ યુનિવર્સિટી અને બેઇજિંગની એક કંપની સાથે મળીને નૈજલ વેક્સિન બનાવી છે. જેના ફેઝ-1ના પરિણામ સફળ રહ્યાં છે. હાલ આ વેક્સિન ફેઝ-2ના ટ્રાયલ્સમાં છે. આ નૈજલ સ્પ્રે જેવી હશે અને ઇન્જેક્શન લગાવવાના બદલે માત્ર નાકમાં સ્પ્રે કરવાનો રહેશે.

3. ક્યોરવૈક(જર્મની)
જર્મન કંપની ક્યોરવૈકની વેક્સિનના ટ્રાયલ્સે પણ છેલ્લા કેટલાક સમયથી વેગ પકડ્યો છે. અત્યારસુધીમાં વેક્સિન અસરકારક સાબિત થઇ છે. જેના કારણે કંપનીએ પોતાની વેક્સિન યુરોપના તમામ દેશોમાં પહોંચાડવા માટે નેટવર્ક ઉભુ કરી દીધું છે.

4. અનહુઇ ઝિફેર્ડ લૉન્ગકૉમ બાયોફાર્માસ્યુટિકલ(ચીન)
ચોંગકિંગ ઝિફેઇ બાયોલોજિકલ પ્રોડક્ટ્સના એક યુનિટ તરફથી વિકસાવવામાં આવતી વેક્સિનના ટ્રાયલ્સનો પ્રારંભ જૂનમાં જ થઇ ગયો હતો. આ વેક્સિનને અનહુઇ ઝિફેઇ લૉન્ગકૉમ બાયોફાર્માસ્યુટિકલ્સ અને ચાઇનિઝ એકેડમી ઓફ સાયન્સે બનાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો