તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • Which Company's Vaccine At Which Stage; Find Out By When, Where And At What Price The Vaccine Will Be Available

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન તૈયાર કરતી કંપનીઓનું અપડેટ:કઈ કંપનીની વેક્સિન કયા તબક્કામાં; ક્યાં સુધીમાં ક્યાં અને કેટલી કિંમતમાં મળશે વેક્સિન તે જાણો

3 મહિનો પહેલાલેખક: રવિન્દ્ર ભજની
  • કૉપી લિંક

કોરોના વાયરસથી બચવા માટે વેક્સિન તૈયાર કરવાની સ્પર્ધા ફિનિશ લાઈનની નજીક પહોંચી ગઈ છે. ચાર કંપનીએ પોતાના ફેઝ-3 ટ્રાયલ્સ એટલે કે હ્યૂમન ટ્રાયલ્સના અંતિમ તબક્કાના પરિણામો જાહેર કરી દીધા છે. અત્યાર સુધીમાં આ ચારેય કંપનીએ પોતાની વેક્સિનની એફિકેસી રેટ 90% અથવા તેનાથી વધારે હોવાનો દાવો કર્યો છે. હકીકતમાં આ એફિકેસી રેટ જ વેક્સિનને મંજૂર કરવાનો આધાર બને છે. આ એફિકેસી રેટ શુ છે અને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે અંગે અમે તમને માહિતી આપી રહ્યા છીએ...

વેક્સીનની એફિકેસી કેવી રીતે માલુમ થાય છે?

  • તે એક લાંબી અને જટિલ પ્રક્રિયા છે. સંશોધક કોઈ વેક્સિનનો ટ્રાયલ કરે છે તો તેમા સામેલ અડધા લોકોને આ વેક્સિન લગાવે છે અને અડધા લોકોને પ્લેસેબો એટલે કે સલાઈન આપે છે.
  • ત્યારબાદ કેટલાક મહિના સુધી વોલેન્ટીયર્સ ઓબ્ઝર્વેશન હેઠળ રહે છે અને તે સમય ગાળા દરમિયાન તેમની સતત તપાસ થતી રહે છે. બ્લડ ટેસ્ટથી જોવામાં આવે છે કે શરીરમાં એંટીબોડી ડેવલપ થયા છે કે નહીં. રાહ જોવામાં આવે છે કે કયા ગ્રુપના કેટલા લોકોને વાયરસ માટે પોઝિટિવ હોય છે.
  • ફાઈઝરના કેસમાં કંપનીએ 44 હજાર વોલેન્ટિયર્સને ડોઝ આપ્યા હતા. કેટલાક મહિના સુધી ઓબ્ઝર્વેશન હેઠળ 170 લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા. તે પૈકી 162 લોકોને પ્લેસેબો આપવામાં આવી હતી, જ્યારે 8 લોકોને વેક્સિનવાળા ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા.
  • આ આંકડાકીય સ્થિતિના આધારે ફાઈઝરના સંશોધકોએ ગણતરી કરી હતી. જે ગ્રુપને વેક્સિન મળી ન હતી તેમા પોઝિટિવ દર્દી વધારે મળ્યા. આ રીતે વેક્સિનવાળા ગ્રુપમાં પોઝિટિવ દર્દી ઓછા હતા. તેનાથી એફિકેસી કાઢવામાં આવી હતી.
  • વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે જે લોકો વેક્સિનેટ થયા બાદ બીમાર થયા અને જે વેક્સિન વગર બીમાર થયા તેમની વચ્ચેનું અંતર જ એફિકેસી હોય છે. જો બન્ને ગ્રુપમાં કોઈ અંતર ન મળે તો એફિકેસી 0 થઈ જાય છે. વેક્સિનવાળા ગ્રુપમાંથી કોઈ બીમાર ન હોય તો એફિકેસી 100% થઈ જાય છે.
  • 90% એટલે કે તેનાથી વધારે એફિકેસીનો અર્થ એવો થાય છે કે વેક્સિન વધારે સારી રીતે કામ કરે છે. જોકે આ સંખ્યા તમને એ જણાવતી નથી કે તમને આ વેક્સિન લગાવ્યા બાદ તમે બીમાર થવાની શક્યતા કેટલી રહેશે. તેને લીધે એવું કહી શકાય નહીં કે વેક્સિન આવ્યા બાદ વિશ્વભરમાં કોવિડ-19 ખતમ થઈ જશે.

ચાલો જાણીએ કે કંપની/સંસ્થાની વેક્સિનની અત્યારે શુ સ્થિતિ છે?

1. ઓક્સફોર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રાજેનેકા (બ્રિટન)

ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રાજેનેકા વેક્સિન (કોવીશીલ્ડ) 90% સુધી અસરકારક જણાઈ છે. ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ સુધી કોવીશીલ્ડના ઓછામાં ઓછા 10 કરોડ ડોઝ તૈયાર થઈ જશે. વિશ્વની અગ્રણી વેક્સિન પ્રોડક્શન કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે અત્યાર સુધીમાં 40 લાખ ડોઝ તૈયાર થઈ ચુક્યા છે અને કેન્દ્ર સરકાર તેને રૂપિયા 225માં ખરીદવા માટે તૈયાર છે. પૂનાવાલાએ કહ્યું કે પ્રાઈવેટ માર્કેટમાં કોવીશીલ્ડનો એક ડોઝ રૂપિયા 500થી 600માં મળશે. તેનાથી વિતરકોને પણ લાભ થશે.

2. ફાઈઝર અને બાયોએનટેક (અમેરિકા)

  • અમેરિકા ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએનટેકની જોઇન્ટ કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 95 ટકા અસરકારક સાબિત થઈ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે વેક્સિન ઉંમરલાયક લોકો પર અસરકારક રહી છે. તેની કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. ફાઈઝર ડિસેમ્બર સુધી વેક્સિનના 5 કરોડ ડોઝ તૈયાર કરવાની યોજના ધરાવે છે.
  • કંપનીએ US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA)ને ઈમર્જન્સી એપ્રૂવલ મેળવવા માટે અરજી આપી છે. ફાઈઝરના ફેઝ-3માં ટ્રાયલમાં આશરે 44 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ પૈકી 170 લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા. તેમાંથી 162 દર્દી એવા હતા કે જેમને વેક્સિન નહીં પણ પ્લેસિબો આપવામાં આવી હતી.

3. મોડર્ના (અમેરિકા)

  • અમેરિકાની બાયોટેક કંપની મોડર્નાએ દાવો કર્યો છે કે તેના દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન કોરોનાના દર્દીને બચાવવામાં 94.5% સુધી અસરકારક છે. આ દાવો અંતિમ તબક્કાના તબીબી પરીક્ષણ બાદ આવેલા પરિણામોના આધારે કરવામાં આવ્યો છે. વિશેષ વાત એ રહી છે કે આ વેક્સિન 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 30 દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે.
  • કંપનીએ જણાવ્યું હતું કે ફેઝ-3ના ટ્રાયલમાં અમેરિકામાં 30,000થી વધારે લોકોએ ભાગ લીધો હતો. આ પૈકી 65થી વધારે ઉચ્ચ જોખમની સ્થિતિ વાળા અને વિવિધ સમુદાયમાંથી હતા. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ સ્ટીફન બેન્સેલે આ સફળતાને વેક્સિન વિકસાવવામાં એક મહત્વની ક્ષણ તરીકે ગણાવી હતી. કંપની આ વર્ષના જાન્યુઆરી મહિનાથી જ કામ કરી રહી હતી.

4. ગામાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (રશિયા)

  • રશિયામાં તૈયાર થયેલી વેક્સિન સ્પૂતનિક V ટ્રાયલ દરમિયાન કોરોના સામે લડવામાં 95% અસરકારક સાબિત થઈ છે. ક્લિનિકલ ટ્રાયલના બીજા શરૂઆતી એનાલિસિસમાં આ માહિતી મળી છે. પ્રથમ ડોઝ આપ્યાના 28 દિવસ બાદ આ વેક્સિને 91.4% ઈફેક્ટિવનેસ દેખાડી હતી. પ્રથમ ડોઝના 42 દિવસ બાદ તે વધીને 95% થઈ ગઈ હતી. વેક્સિનને તૈયાર કરનાર ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ આ દાવો કર્યો છે.
  • વેક્સિનના બે ડોઝ 39 સંક્રમિતો ઉફરાંત 18,794 બીજા દર્દીઓને આપવામાં આવ્યા હતા. રશિયામાં આ દવા વિના મૂલ્યે મળશે. વિશ્વના અન્ય દેશો માટે તેની કિંમત રૂપિયા 700થી ઓછી રહશે.રશિયાએ અન્ય દેશોના ભાગીદારો સાથે વર્ષ 2021માં 50 કરોડથી વધારે લોકો માટે વેક્સિન તૈયાર કરવા કરાર કર્યા છે. ડો.રેડ્ડીઝ લેબોરેટરી સાથે રેશિયાની સંસ્થાએ કરાર કર્યો છે અને ભારતમાં ફેઝ-2/3ના કમ્બાઈન્ડ ટ્રાયલ્સ શરૂ કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો