• Home
  • Coronavirus
  • the corona is positive again, antibodies against the virus are produced and protect against new infections.

વાનરો પર રિસર્ચ / ફરીથી કોરોના પોઝિટિવ થવા પર વાઈરસની સામે લડતા એન્ટિબોડી પેદા થાય છે અને નવા સંક્રમણની સામે રક્ષણ આપે છે

X

  • અમેરિકાના બેથ ડિકેનસ મેડિકલ સેન્ટરના સંશોધનકર્તાઓ વાનરોની ઈમ્યુનિટી પર બે રિસર્ચ કર્યા
  • સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સંક્રમણથી બનેલા એન્ટિબોડીની અસર કેટલા સમય સુધી રહેશે તે સ્પષ્ટ નથી

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 04:55 PM IST

શું કોરોનાથી સાજા થયા બાદ મનુષ્યમાં એટલી ઈમ્યુનિટી વિકસિત થઈ જાય છે કે ફરીથી સંક્રમણથી બચી શકાય? અમેરિકાના સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, તેનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, હા આવું થઈ રહ્યું છે. કોરોનાથી લડવા માટે કેટલી ઈમ્યુનિટી વિકસિત થઈ રહી છે, તેના માટે વાનરો પર બે રિસર્ચ કરવામાં આવ્યા છે.     

આ રિસર્ચમાં જાણવા મળ્યું કે, વાનરોમાં ફરીથી સંક્રમણ થવા પર વાઈરસથી લડવા માટે એન્ટિબોડી વિકસિત થાય છે. સંશોધનકર્તાના જણાવ્યા પ્રમાણે, આ એન્ટિબોડી કેટલા સમય સુધી રક્ષણ પૂરું પાડશે તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

ફરીથી બચાવ માટે કુદરતી એન્ટિબોડીઝ અસરકારક
પહેલા રિસર્ચમાં 9 કોરોના સંક્રમિત વાનરોને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે તેઓ રિકવર થયા તો સંશોધનકર્તાએ તેમને ફરીથી કોરોનાવાઈરસનો ચેપ લગાડ્યો પરંતુ આ વખતે તે બીમાર પડ્યા નહીં. તેમના શરીરમાં સંક્રમણની સામે લડતા એન્ટિબોડી વિકસિત થયા. આ રિસર્ચ અમેરિકાના બેથ ડિકેનસ મેડિકલ સેન્ટરમાં કરવામાં આવ્યું. સંશોધનકર્તા અને વાઈરસ નિષ્ણાત ડો. જેન બેરુચના જણાવ્યા પ્રમાણે, કોરોના ચેપને રોકવા માટે શરીરમાં કુદરતી એન્ટિબોડીઝ દેખાય છે. 

વેક્સીન આપવામાં આવી તે વાનરો સુરક્ષિત છે
આ સંશોધકોએ વાનરો પર બીજું રિસર્ચ કર્યું. આ વખતે રિસર્ચમાં 25 વાનરોને સામેલ કરવામાં આવ્યા. તેમાંથી 8 વાનરોને તાજેતરમાં તૈયાર કરવામાં આવેલી 6 પ્રકારની વેક્સીન (પ્રોટોટાઈપ) આપવામાં આવી અને જોવા મળ્યું કે, તે અમુક હદ સુધી બચાવે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જે વાનરોને વેક્સીન આપવામાં આવી તે સુરક્ષિત હતા. તે ઉપરાંત જેમને વેક્સીન આપવામાં ન આવી તેમના નાક અને ફેફસાંમાં મોટી સંખ્યામાં વાઈરસ મળી આવ્યો હતો. 

એન્ટિબોડી સુરક્ષા કવચ જેવું છે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જે વાનરોના લોહીમાં એન્ટિબોડીનું સ્તર વધારે હતું તેમાં વાઈરસનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું હતું. રિસર્ચમાં સ્પષ્ટ થયું કે, એન્ટિબોડી કોરોના માટે સુરક્ષા કવચની જેમ કામ કરે છે. સંશોધનકર્તાના જણાવ્યા પ્રમાણે, આ પ્રારંભિક પરિણામો છે. તેના આધાર પર અત્યારે માણસો વિશે કંઇ કહી શકાય તેમ નથી. 

ફરીથી સંક્રમણ સમજવા માટે રિસર્ચ કોરિયામાં થયું
સારવાર બાદ કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો સપ્તાહ બાદ રિપોર્ટ પોઝિટવ આવી રહ્યો હતો. તેને સમજવા માટે કોરિયાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના વૈજ્ઞાનિકોએ એવા 258 કોરોના સર્વાઈવર પર રિસર્ચ કર્યું જે સારવાર બાદ પોઝિટિવ મળ્યા હતા. 

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, દર્દીઓની સારવાર બાદ જે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેનું કારણ શરીરમાં રહેલા કોરોનાવાઈરસના ડેડ પાર્ટિકલ હોઈ શકે છે. તેનાથી કોઈને ચેપ નથી લાગતો. આવા દર્દીઓમાંથી વાઈરસના સેમ્પલ લેવામાં આવ્યા. લેબમાં તેમાં કોઈ પ્રકારનો વિકાસ થયો નથી અને સાબિત થયું કે તે અસંક્રમિત કણો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી