તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તસવીરમાં કોવિડ-19 સંક્રમણ:કોરોનાનું સંક્રમણ થયું હોય ત્યારે કોષો કેવા દેખાય છે, વૈજ્ઞાનિકોએ તસવીર જાહેર કરી, લાલ ગુચ્છામાં જોવા મળ્યાં સેંકડો કોરોનાવાઈરસ

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની યુએનસી સ્કૂલ ઓફ મેડિકલ લેબોરેટરીએ શ્વાસની નળીમાં થતાં સંક્રમણને લેબમાં ક્રિએટ કર્યો
  • મનુષ્યના કોષોમાં કોરોનાવાઈરસ ઈન્જેક્ટ કરવામાં આવ્યા અને 96 કલાક સુધી નજર રાખવામાં આવી

કોરોનાનું સંક્રમણ થાય ત્યારે કોષો કેવા દેખાય છે, તેની તસવીર અમેરિકાના સંશોધકોએ જાહેર કરી છે. વૈજ્ઞાનિકોએ લેબમાં મનુષ્યના બ્રોન્કિયલ એપિથેલિયમ કોષોમાં કોરોનાને ઈન્જેક્ટ કર્યો. ત્યારબાદ કોષોમાં ફેલાતા વાઈરસની તસવીર કેપ્ચર કરવામાં આવી. કોશિકાઓમાં લાલ રંગની સંરચના કોરોનાવાઈરસની છે. તે કોષો પર વધતા જતાં ગુચ્છા તરીકે જોવા મળી રહ્યો છે.

અમેરિકાની યુએનસી સ્કૂલ ઓફ મેડિકલ લેબોરેટરી ઓફ કેમિલ અહરેની રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ તસવીરો શ્વાસની નળીમાં સંક્રમણની છે. શ્વાસની નળીમાં કોરોનાનું સંક્રમણ કેવી રીતે વધે છે, તેનાથી સમજી શકાય છે. આ તસવીરો ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થઈ છે.

સંશોધક કેમિલના જણાવ્યા પ્રમાણે, મનુષ્યની બ્રોન્કિયલ એપિથેલિયલ કોષોમાં કોરોનાને ઈન્જેક્ટ કર્યા બાદ 96 કલાક સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપથી જોવામાં આવ્યું. ઈમેજમાં કલરને સામેલ કરીને વાઈરસની યોગ્ય તસવીર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

તસવીરમાં વાદળી રંગમાં દેખાતી લાંબી સંરચનાઓને સીલિયા કહેવામાં આવે છે. જેની મદદથી ફેફસાંથી મ્યુકસને બહાર કાઢવામાં આવે છે. વાઈરસના સંક્રામક પ્રકારને વાઈરિયોન્સ કહેવામાં આવે છે. જે લાલ રંગના ગુચ્છામાં દેખાય રહ્યો છે.

હવે, મૃત્યુના જોખમને સમજવાનો પ્રયાસ ચાલુ
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આવી તસવીરોથી વાઈરલ લોડને સમજવામાં સરળતા રહે છે. તે ઉપરાંત જુદી જુદી જગ્યાએ વાઈરસ ટ્રાન્સમિશન કેવી રીતે અને કેટલું થાય છે, તે સમજી શકાય છે. કોરોનાવાઈરસથી મૃત્યુનું કેટલું જોખમ છે, હવે તેને સમજવા માટે પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો