તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • What Causes Lung Puncture In The Coronary Period, Which Patients Recovering From The Corona Are Facing; Understand From The Expert

કોરોનાકાળમાં અલર્ટ:કોરોનાકાળમાં ફેફસાં પંક્ચર થવાનું શુ કારણ છે, જેનો કોરોનાથી સાજા થયેલા દર્દીઓ સામનો કરી રહ્યા છે; એક્સપર્ટથી સમજો

2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, 100માંથી એક કોરોના સંક્રમિતના ફેફસાં પંક્ચર થઈ રહ્યા છે, વૈજ્ઞાનિક ભાષામાં તેને ન્યુમોથોરેક્સ કહેવામાં આવે છે
  • ઘણી વખત જોર જોરથી શ્વાસ લે છે અને ઈન્ટરનલ પ્રેશર વધવાથી ફેફસાંમાં કાણું પડી જાય છે, સારવાર ન મળવા પર શ્વાસ પણ બંધ થઈ શકે છે

કોરોનાના બદલાતા લક્ષણોથી માંડીને રિકવરી સુધી દર્દીઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવી જ એક સમસ્યા છે ફેફસાં પંક્ચર થઈ જવાની. આ શું છે અને કેમ થઈ રહ્યું છે, તેનો જવાબ આઈએમએના પૂર્વ સચિવ ડો. નરેન્દ્ર સેનીએ આપ્યો છે. ડો. નરેન્દ્રના જણાવ્યા પ્રમાણે, કોવિડથી સાજા થયેલા દર્દીઓના ફેફસાં પંક્ચર થઈ જવાના કેટલાક કેસ સામે આવ્યા છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ન્યુમોથોરેક્સ કહેવામાં આવે છે.

કેટલાક દર્દીઓમાં એવું જોવા મળ્યું છે કે, ફેફસાંની અંદરનું લેયર નુકસાન થવાને કારણે હવા ફેફસાંની ઉપર કવર (પ્લૂરા)માં જતી રહે છે. ન્યુમોથોરેક્સના કેસ કોરોનાના તે દર્દીઓમાં જોવા મળ્યા છે જે પહેલાથી જ અસ્થાના દર્દી છે અથવા શ્વાસની તકલીફ છે, અથવા ટીબીના દર્દી છે.

ઘણી વખત કોરોનાનાં દર્દીઓને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેઓ જોર જોરથી શ્વાલ લે છે અને ઈન્ટરનલ પ્રેશર વધી જાય છે. પ્રેશરના કારણે ફેફસાંમાં કાણું પડી જાય છે અને હવા પ્લૂરાની અંદર પ્રવેશ કરે છે.

શું છે રિચાર્જેબલ માસ્ક
માર્કેટમાં અત્યારે નવા પ્રકારના માસ્ક આવી રહ્યા છે. સર્જિક, ડિસ્પોઝેબલ, N95 બાદ હવે રિચાર્જેબલ માસ્ક ચર્ચામાં છે. આ માસ્ક કેવી રીતે કામ કરે છે, તે વિશે ડો. નરેન્દ્ર જણાવી રહ્યા છે, આ માસ્ક જીવાણુઓને બે રીતે રોકે છે. પહેલા તેના પોર્સ નાનાં હોય છે. તેને મિકેનિકલ ફિલ્ટ્રેશન કહેવામાં આવે છે. બીજું, તેની અંદર ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ હોય ​​છે, જે સૂક્ષ્મજંતુઓને આકર્ષિત કરે છે અને તેને બહાર જ રોકે છે.

મિકેનિકલ ફિલ્ટ્રેશન તો સૂર્યપ્રકાશ અથવા UV લાઈટમાં રાખવાથી પણ જળવાય રહે છે, પરંતુ ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ ધીમે ધીમે ખતમ થવા લાગે છે. એવા માસ્ક જેમાં આ ચાર્જને પાછા પ્રવાહિત કરી શકે તે રિચાર્જેબલ માસ્ક હોય છે. આ હાલમાં લેબમાં બનાવવામાં આવે છે, માર્કેટમાં નથી આવ્યા.

રિયુઝેબલ N95 માસ્ક લેતી વખતે સાવધાની રાખવી
કોટનના માસ્કને ફરીથી ઉપયોગ કરી શકાય છે પરંતુ આ દિવસોમાં N95 માસ્કને પણ રિયુઝેબલ કહીને વેચવામાં આવી રહ્યા છે. આ અંગે ડો. સેની કહે છે કે, જે લોકો N95 માસ્ક પર રિયુઝેબલ લખીને વેચી રહ્યા છે, તો તેઓ ખોટું કરી રહ્યા છે. N95 માસ્કને ફરીથી સાફ કરવામાં આવે તેવી કોઈ પદ્ધતિ ઉપલબ્ધ નથી. ઘરે બનાવેલા માસ્કને પાણીથી ધોઈને ફરીથી ઉપયોગ કરી શકો છો પરંતુ N95ને નહીં.

એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, તેને એક વખત પહેર્યા બાદ પાંચ દિવસ બાદ તેને પાછો પહેરવાની સલાહ આપવામાં આવી. તેમાં કહેવામાં આવ્યું કે જો માસ્ક રાખી રહ્યા છો તો, અખબારમાં લપેટી દો જેથી તેમાં ભેજ ન લાગે. ધ્યાન રાખવું કે, N95નો ધોઈને ઉપયોગ કરવો સુરક્ષિત છે, આ અંગે હજી સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો