• Home
  • Coronavirus
  • We never had Corona wax, hopefully it will be ready in the next one year

વેક્સીન અંગે WHOનું નિવેદન / અમારી પાસે ક્યારેય કોરોનાની વેક્સીન નહોતી, આશા છે કે આગામી એક વર્ષમાં તે તૈયાર થઈ જશે

X

  • WHOના પ્રમુખ ટેડ્રોસે યુરોપની સંસદીય સ્વાસ્થ્ય કમિટિ સાથે ઓનલાઈન કોન્ફરન્સ દરમિયાન નિવેદન આપ્યું
  • કહ્યું- નિશ્ચિત કહી શકાતું નથી કે, વૈજ્ઞાનિકો કોરોનાની સામે અસરકારક વેક્સીન ક્યારે તૈયાર કરશે

દિવ્ય ભાસ્કર

Jun 27, 2020, 02:55 PM IST

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ વેક્સીન અંગે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. WHOના પ્રમુખ ટેડ્રોસ અધેનોમ ગ્રેબ્રેસિયસના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિકો કોરોનાની સામે અસરકારક વેક્સીન ક્યારે તૈયાર કરશે તે નિશ્ચિત નથી કહી શકાતું નથી. પરંતુ અમને આશા છે કે કોવિડ -19ની વેક્સીન આવશે. તે આગામી એક વર્ષની અંદર તૈયાર થઈ શકે છે. 

WHOના પ્રમુખ ટેડ્રોસે આ વાત યુરોપની સંસદીય સ્વાસ્થ્ય કમિટિ સાથે ઓનલાઈન કોન્ફરન્સ દરમિયાન કહી હતી. 

વેક્સીન તૈયાર કરવાનો પ્રયાસ ચાલુ
ટેડ્રોસના જણાવ્યા પ્રમાણે, અમારી પાસે કોરોનાની વેક્સીન ક્યારેય નહોતી. એટલા માટે જ્યારે તે તૈયાર થશે તો સામે આવશે. તેને ઝડપથી તૈયાર કરવાનો પ્રયાસ ચાલુ છે. આવી સ્થિતિમાં થઈ શકે છે કે, એક વર્ષની અંદર અથવા થોડા મહિનામાં પણ તૈયાર થઈ શકે છે. વૈજ્ઞાનિકો પણ આ વાત કહી રહ્યા છે. 

આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપી
ટેડ્રોસ અધેનામે વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપી. તેમણા જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસ હજી પણ વિશ્વભરમાં ફેલાય રહ્યો છે. આ સમય આપણે ખુદને સુરક્ષિત રાખવાનો છે એટલા માટે દરેક સાવધાની રાખવી. 

ચીનની વ્યૂહરચનાની પ્રશંસા કરી
ડો. ટેડ્રોસે તે વાતને નકારી કાઢી જેમાં કહેવામાં આવ્યું હતુ કે, ચીને સમયસર અન્ય દેશોને રોગચાળા અંગે ચેતવણી આપી ન હતી. તેમણે કહ્યું કે કોઈ વસ્તુના પ્રતિભાવની તુલના કરવી શક્ય નથી.

ડો. ટેડ્રોસે ચીનની પ્રશંસા કરતા કહ્યું કે, તેમને કોરોના પર કાબૂ મેળવવા માટે યોગ્ય વ્યૂહરચના ઘડી હતી અને તેનું પાલન પણ કર્યું. વુહામમાં કમ્યુનિટી લેવલ પર કરવામાં આવેલા બચાવ અને ચીનના વહીવટીતંત્રનું કાર્ય પ્રશંસનીય હતું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી