તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Coronavirus
  • Warning Of The World Health Organization, America Became The New Center Of Corona Transition; The Situation In Brazil Will Get Worse

બેકાબૂ કોરોના:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશની ચેતવણી, અમેરિકા કોરોના સંક્રમણનું નવું કેન્દ્ર બન્યું, બ્રાઝિલમાં પરિસ્થિતિ વધુ વિકટ બનશે

એક વર્ષ પહેલા
  • WHOના અમેરિકા ઝોનના ડાયરેક્ટર કેરિસા ઈટિનના જણાવ્યા પ્રમાણે- આ સપ્તાહ પડકારજનક છે
  • અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાવાઈરસના 24 લાખ કેસ સામે આવ્યા છે અને 1,43,000થી વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ અમેરિકા કોવિડ-19નું એપિસેન્ટર એટલે કે સંક્રમણનું નવું કેન્દ્ર બની ગયું છે. અમેરિકા ઝોનના WHOના ડાયરેક્ટર કેરિસા ઈટિને વીડિયો કોન્ફરન્સિંગમાં જણાવ્યા પ્રમાણે, લોકડાઉન પ્રતિબંધોને હળવા કરવા માટે આ સમય યોગ્ય નથી. તાજેતરમાં અમેરિકાના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ઓગસ્ટ સુધીમાં બ્રાઝિલ અને લેટિન અમેરિકામાં કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યામાં વધારો થશે.

અત્યાર સુધી 1,43,000 વધુ લોકોના મોત થયાં
કેરિસા ઈટિનના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં અત્યાર સુધી કોરોનાવાઈરસના 24 લાખ કેસ સામે આવ્યા છે. 1,43,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. દરરોજ સામે આવી રહેલા નવા કોરોનાના કેસ લેટિન અમેરિકા, યુરોપ, અને યુનાઇટેડ સ્ટેટ્સને પાર કરી ગયા છે. 

બ્રાઝિલમાં લાંબા સમય સુધી પરિસ્થિતિ ખરાબ રહેશે
કેરિસા ઈટિનના જણાવ્યા પ્રમાણે, અમેરિકા કોવિડ-19 મહામારીનું એપિસેન્ટર બની ગયું છે. આ અઠવાડિયું લેટિન અમેરિકા માટે પડકારજનક છે. બ્રાઝિલે મહામારી નાબૂદ થાય તે પહેલાં લાંબા સમય સુધી આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. WHOના જણાવ્યા પ્રમાણે, ચિલી અને પેરુ, ગ્વાટેમાલા, એલ સાલ્વાડોરમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. 

પેરુની સ્થિતિ પણ ગંભીર છે
વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ઓગસ્ટ સુધીમાં બ્રાઝિલમાં મૃત્યુઆંક 1,25,000ને વટાવી શકે છે. યુનિવર્સિટીની ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ એવોલ્યુશનના જણાવ્યા પ્રમાણે, પેરુમાં ઓગસ્ટ મહિનામાં 20,000 લોકોનાં મોત થઈ શકે છે. તે ઉપરાંત ચિલીમાં 12000, મેક્સિકોમાં 7000,  એક્વાડોરમાં 6000, આર્જેન્ટિનામાં 5500 અને કોલમ્બિયામાં 4500 લોકોનાં મોત ઓગસ્ટમાં થઈ શકે છે. 

WHO અગાઉ પણ ચેતવણી આપી હતી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO) એ એવા દેશોને ચેતવણી આપી છે જ્યાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. WHOના જણાવ્યા પ્રમાણે, જ્યાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યાં અચાનક કેસમાં વધારો થઈ શકે છે. એટલા માટે મહામારીને રોકવા માટે ઉપાયોની સાથે તૈયાર રહેવું. WHOના ઈમર્જન્સી પ્રમુખ ડો. માઈક રેયાનના જણાવ્યા પ્રમાણે,  “સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણના પહેલા તબક્કાનો સામનો કરી રહ્યું છે. ઘણા દેશોમાં કેસ ઘટી રહ્યા છે. મધ્ય અને દક્ષિણ અમેરિકા, દક્ષિણ એશિયા અને આફ્રિકામાં કેસ વધી રહ્યા છે.”

સંક્રમણનો બીજો તબક્કો ઝડપી હોઈ શકે છે
રેયાનના જણાવ્યા પ્રમાણે, “મહામારી તબક્કાવાર રીતે આવે છે. તેનો અર્થ છે કે, મહામારી આ વર્ષે તે વિસ્તારોમાં ફરીથી ફેલાય શકે છે જ્યાં કેસો ઓછા થઈ રહ્યા છે.  પરંતુ વર્તમાનમાં ચાલુ સંક્રમણનો પહેલો તબક્કો અટકી જાય તો પણ પણ બીજી વખત સંક્રમણનો દર ઝડપી હોઈ શકે છે.”

અન્ય સમાચારો પણ છે...