તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • Vaccine For High risk Group Could Be Approved Soon, Health Minister Harshvardhan Has Signaled That The Vaccine Will Be Ready Before Next March.

કોવિડ-19 વેક્સીન ટ્રેકર:હાઇ રિસ્ક ગ્રૂપ માટે વેક્સીનને ઝડપથી મંજૂરી મળી શકે છે, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આગામી માર્ચ પહેલા રસી તૈયાર થઈ જવાના સંકેત આપ્યા

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છે કે હાઈ રિસ્ક ગ્રુપ અર્થાત વૃદ્ધો અને ફ્રંટલાઈન વર્કર્સ માટે કોરોના વેક્સીનને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. અત્યાર સુધી વેક્સીન લોન્ચ કરવાની કોઈ તારીખ જાહેર થઈ નથી. તેમ છતાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આશા દર્શાવી છે કે આવતા વર્ષે માર્ચ મહિના પહેલાં વેક્સીન આવી જશે. બીજીબાજુ, અમેરિકાની કંપની ફાઈઝરે દાવો કર્યો છે કે, તેની વેક્સીન આ વર્ષે ડિસેમ્બર પહેલાં અમેરિકાના માર્કેટમાં ઉપલબ્ધ થશે. તમે પણ જાણી લો કોરોના કાબુ કરવા માટે જે વેક્સીનની રાહ જોવાઈ રહી છે, તેના પર દુનિયાભરમાં શું ડેવલપમેન્ટ થઈ રહ્યા છે.

ભારત પણ રશિયા અને ચીનના રસ્તે જઈ શકે છે

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સોશિયલ મીડિયા પર સન્ડે સંવાદ કાર્યક્રમમાં કહ્યું કે, સરકાર હાઈ રિસ્ક ગ્રુપ અર્થાત વૃદ્ધો અને ફ્રંટલાઈન વર્કર્સ માટે ટૂંક સમયમાં વેક્સીનને અપ્રૂવલ આપી શકે છે. તેના માટે સૌને સંમત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
  • હર્ષવર્ધનની વાતોથી સ્પષ્ટ સંકેત છે કે, રશિયા અને ચીનના રસ્તે ભારત પણ ટૂંક સમયમાં વેક્સીનને હાઈ રિસ્ક ગ્રુપ માટે મંજૂરી આપી શકે છે. રશિયાએ તેની વેક્સીન SPUTNIK V અને ચીને તેની 3 વેક્સીનને ઈમર્જન્સી અપ્રૂવલ આપ્યું છે.
  • ભારતમાં ત્રણ વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે. ભારત બાયોટેક અને ICMR કોવેક્સીન વિકસિત કરી રહી છે. અમદાવાદની કંપની ઝાયડસ કેડીલાની વેક્સીન ફેઝ-2 ટ્રાયલમાં છે. પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડનું ફેઝ-2 અને ફેઝ-3 ટ્રાયલ કરી રહી છે.

દુનિયાભરમાં વેક્સીન પહોંચાવામાં ચાર-પાંચ વર્ષનો સમય લાગી શકે છે

  • દુનિયાની સૌથી મોટી વેક્સીન મેન્યુફેક્ચરિંગ કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, વેક્સીન વર્ષ 2014ના અંત સુધીમાં વિશ્વભરના દરેક લોકોને ઉપલબ્ધ થશે નહીં. તેમને કહ્યું કે, દરેક દેશમાં દરેક જગ્યાએ વેક્સીન પહોંચાડવામાં ચાર-પાંચ વર્ષનો સમય લાગશે.
  • પૂનાવાલાએ ફાઈનાન્શિયલ ટાઈમ્સને કહ્યું કે, કંપની એસ્ટ્રાઝેનેકા અને નોવાવેક્સ સહિત પાંચ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. એક અબજ ડોઝ બનાવવાની તૈયારી છે. તેમાંથી અડધા તો ભારતમાં ઉપલબ્ધ હશે. કંપની રશિયાના ગામાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સાથે પણ ભાગીદારી કરવાની તૈયારીમાં છે જેથી SPUTNIK Vનું ઉત્પાદન કરી શકાય.
  • ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકાએ વેક્સીનની ટ્રાયલ યુકેમાં એક વ્યક્તિ બીમાર થયા બાદ બંધ કરવામાં આવી હતી. પરંતુ સારી વાત એ છે કે બ્રિટનમાં વેક્સીનનું ટ્રાયલ ફરીથી શરૂ થઈ રહ્યું છે. તેના માટે કંપનીને મંજૂરી મળી ગઈ છે. અત્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારતમાં ડ્રગ રેગ્યુલેટર પાસેથી ટ્રાયલ ફરીથી શરૂ કરવાની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.ડ્રગ રેગ્યુલેટરે સીરમ ઇન્સ્ટિટ્યૂટને કારણ જણાવવાની નોટિસ મોકલી હતી. તેનો જવાબ સીરમ ઇન્સ્ટિટ્યૂટે મોકલી દીધો છે. ટૂંક સમયમાં ભારતમાં કોવિશીલ્ડના અટકી પડેલા ટ્રાયલ્સ ચાલુ થઇ જશે. જો કે, આ વિશે હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર થયું નથી.

ફાઈઝરના CEOએ કહ્યું, આ વર્ષે અમેરિકન્સને વેક્સીન મળશે

  • અમેરિકન કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએનટેકે બનાવેલી વેક્સીનના અમેરિકામાં ફેઝ-3 ટ્રાયલ્સ ચાલુ છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ જ વર્ષે અમેરિકાના માર્કેટમાં વેક્સીન આવી જાય તે માટેના પ્રયત્નો ઝડપી કરી દીધા છે.
  • ફાઈઝરના CEO આલ્બર્ટ બૌરલાએ CBS ટીવી નેટવર્કને કહ્યું કે, અમે મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દીધું છે, અમે હજારો ડોઝ અગાઉથી જ બનાવી લીધા છે. જો ટ્રાયલ્સને લઈને અમારી સ્ટડીના પરિણામો સારા આવ્યા તો માર્કેટમાં વેક્સીનને આવતા સમય નહીં લાગે.
  • ફાઈઝરે અગાઉ કહ્યું હતું કે, ઓક્ટોબર સુધીમાં તે જાણ થઈ જશે કે તેની રસી સલામત અને અસરકારક છે કે નહીં. બૌરલાએ તેના ઇન્ટરવ્યુમાં આ જ વાતનું પુનરાવર્તન કર્યું. તેમણે કહ્યું કે, 6૦% એ વાતની શક્યતા છે કે ઓક્ટોબર સુધીમાં કંપનીને જાણ થઈ જશે કે રસી કેટલી અસરકારક છે.

WHO વેક્સીન લેન્ડસ્કેપ શું કહે છે?

  • હાલમાં સમગ્ર વિશ્વમાં 180 વેક્સીન વિકસિત કરવામાં આવી રહી છે.
  • 35 વેક્સીન ક્લિનિકલ ટ્રાયલ હેઠળ છે.
  • 9 વેક્સીન ફેઝ-3 એટલે કે અંતિમ રાઉન્ડના ટ્રાયલમાં છે. એમાં પણ ચાર વેક્સીન ચીનમાં વિકસિત કરવામાં આવી રહી છે.
  • 145 વેક્સીન પ્રિ-ક્લિનિકલ ટ્રાયલ્સના ફેઝમાં છે. એટલે કે, તેમનું ઇવેલ્યુએશન હજી પણ લેબ્સમાં ચાલી રહ્યું છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો