• Home
  • Coronavirus
  • Unique way to protect health workers from corona, corona patient treated worry free using air bubble

કોરોનાથી બચવાનો ઉપાય / કોરોનાથી હેલ્થ વર્કર્સને સુરક્ષિત રાખવા અનોખો ઉપાય, એર બબલનો ઉપયોગ કરીને કોરોના પેશન્ટની ચિંતામુક્ત સારવાર કરાઈ

Unique way to protect health workers from corona, corona patient treated worry free using air bubble
X
Unique way to protect health workers from corona, corona patient treated worry free using air bubble

  • એર બબલ સંપૂર્ણ ચહેરાને યોગ્ય રીતે કવર કરે છે
  • આ ટ્રાન્સપરન્ટ હોવાથી શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ નથી પડતી

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 03:56 PM IST

ભોપાલ. કોરોના વાઇરસથી બચવા લોકો નિતનવા પેંતરા અજમાવતા જોવા મળી રહ્યા છે. ભોપાલની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાના ચેપથી બચવા માટે એર બબલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ હેલ્થ વર્કર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ એર બબલ ટ્રાન્સપરન્ટ છે અને ચહેરાનો સંપૂર્ણ રીતે કવર કરી લે છે. આ એર બબલ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તેમાં શ્વાસ લેવામાં પણ તકલીફ નથી પડતી અને કોરોનાના કણોનું નાક અથવા મોં સુધી પહોંચવાનું જોખમ પણ નથી રહેતું.

હેલ્થ વર્કર્સની સુરક્ષા પણ જરૂરી
હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો. સ્કંદ ત્રિવેદીના જણાવ્યાનુસાર, કોરોનાથી બચવાનો આ ઉપાય હેલ્થ વર્કર્સની સુરક્ષા માટે લાગુ કરવામાં આવ્યો છે. તેઓ સતત કોરોનાના દર્દીઓની સારવારમાં લાગેલા છે. તેથી, ડોક્ટર્સ, નર્સિસ અને ટેક્નિશિયને આ એર બબલ બનાવ્યું છે.

ચેપી હવામાં શ્વાસ લેવાનું જોખમ
ડો. સ્કંદ ત્રિવેદીના જણાવ્યાનુસાર, ચેપી હવામાં શ્વાસ લેવાથી કોરોના ફેલાય છે. કોરોનાના દર્દીઓ જ્યાં છે ત્યાં જો હેલ્થ વર્કર્સ પણ હવામાં શ્વાસ લેશે તો સમસ્યાઓ વધશે. તેથી, હું એર બબલથી સ્ટાફને સેફ રાખી શકીશ જેથી, તેઓ દર્દી સાથે મળીને 8 કલાક કામ કરી શકશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી