મોંમાંથી નીકળતા ડ્રોપ્લેટ્સથી કોરોનાવાઈરસ કેવી રીતે ફેલાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ઓફિસ અથવા સંપૂર્ણ રીતે બંધ ટ્રેનમાં કોરોનાવાઈરસ માત્ર વાત કરવાથી પણ ફેલાય છે. માસ્ક વગર વાત કરવાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ વધારે રહે છે.
છીંકવાથી અથવા ઉધરસ ખાવાથી જ વાઈરસ નથી ફેલાતો
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોઈની સાથે વાત કરતી વખતે કોરોનાવાઈરસ ફેલાઈ શકે છે, જરૂરી નથી કે સામેવાળી વ્યક્તિ છીંકે અથવા ઉધરસ ખાય તો જ વાઈરસ ફેલાય. બંધ જગ્યામાં વાત કરતી વખતે તે સરળતાથી ફેલાઈ શકે છે.
આવા ડ્રોપ્લેટ્સ એક જગ્યાએ રહે છે
લેસિસ્ટર યુનિર્સિટીના શ્વાસ રોગ નિષ્ણાત ડો. જુલિયન ટેગના જણાવ્યા પ્રમાણે, વાત કરતી વખતે મોંમાંથી નીકળતા ડ્રોપ્લેટ્સ એક જ જગ્યાએ રહે છે, તે જોખમી છે. જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોંમાંથી નીકળતા ડ્રોપ્લેટ્સ 22 ફૂટ સુધી ફેલાઈ શકે છે.
અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં આવી સ્થિતિ સામાન્ય
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ સમસ્યા અંડરગ્રાઉન્ડ ટ્રેનોમાં સામાન્ય છે, જે ચારે બાજુથી બંધ હોય છે. તેની અંદર સપાટી પર રહેલો વાઈરસ જોખમી સાબિત થઈ શકે છે. વાત કરતી વખતે તે સીટ, બટન અને હેન્ડલ જેવી જગ્યાઓ પર ચોંટી જાય છે.
કપડાંના માસ્કથી 99 ટકા સુધી સંક્રમિત કણોથી બચી શકાય છે
કેનેડાના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કપડાના માસ્કથી પણ 99 ટકા સુધી સંક્રમિત કણોને અટકાવી શકાય છે, ખાસ કરીને જ્યારે તમે ભીડમાં હો છો. તમે જ્યાં જાઓ ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન જરૂરથી કરવું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.