વેક્સીનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી:સંયુક્ત આરબ અમીરાત ટ્રાયલ પૂરી થયા પહેલાં હાઈ રિસ્ક ઝોનવાળા લોકોને ચીનની વેક્સીનનો ડોઝ આપશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચીનની કંપની સિનોફાર્મની વેક્સીનનું ત્રીજા તબક્કાનું હ્યુમન ટ્રાયલ સંયુક્ત આરબ અમીરાતમાં જુલાઈમાં શરૂ થયું હતું

સંયુક્ત આરબ અમીરાતે દેશમાં ટ્રાયલ પહેલાં ચીનની વેક્સીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. વેક્સીનનો ઉપયોગ ઈમર્જન્સીમાં કરવામાં આવશે અને જે કોરોનાનાં હાઈ રિસ્ક ઝોનમાં છે તેમને જ આપવામાં આવશે. આ વેક્સીનને ચીનની ફાર્મા કંપની સિનોફાર્મે તૈયાર કરી છે. વેક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ સંયુક્ત આરબ અમીરાતમાં જુલાઈમાં શરૂ થઈ હતું. જે હજી સુધી પૂરું નથી થયું. નેશનલ ઈમર્જન્સી ક્રાઈસિસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક ટ્વીટમાં આ જાણકારી આપી છે.

સંયુક્ત આરબ અમીરાતે કોરોનાના સતત વધી રહેલા કેસો બાદ આ જાહેરાત કરી હતી. શનિવારે અહીં 1007 કોરોના કેસ નોંધાયા હતા, મહામારીની શરૂઆત થયા પછી આ સૌથી મોટો આંકડો હતો. તેમજ સોમવારે અહીં કોરોનાનાં 777 કેસ સામે આવ્યા હતા.

અબુધાબી સરકારના જણાવ્યા અનુસાર, 31 હજાર લોકો પર ચીનની વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. ટ્રાયલ દરમિયાન સામાન્ય આડઅસર જોવા મળી હતી. કોઈ મોટી નકારાત્મક અસર જોવા મળી નથી

ચીનની કંપનીને જૂનમાં ટ્રાયલ માટે મંજૂરી મળી હતી. વેક્સીનના પહેલા અને બીજા તબક્કાનું ટ્રાયલ 28 દિવસમાં પૂરું થયું હતું. કંપનીની તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોને વેક્સીન આપવામાં આવી છે તેમનામાં 100 ટકા એન્ટિબોડી બની છે.

અન્ય સમાચારો પણ છે...