તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • Trial Of Corona Vaccine In Britain Begins, The Vaccine Will Directly Affect The Lungs And The Immune Response Will Be Reported

વેક્સીન અપડેટ:બ્રિટનમાં સુંઘાડવામાં આવતી કોરોના વેક્સીનની ટ્રાયલ શરૂ, આ રસી સીધા ફેફસાં પર અસર કરશે અને ઇમ્યુન રિસ્પોન્સની જાણ થશે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ઇમ્પિરિયલ કોલેજ લંડને ટ્રાયલ શરૂ કરી
  • નેબુલાઇઝર અને માઉથપીસ દ્વારા 30 લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે

બ્રિટનમાં કોરોનાની સૂંઘવાની વેક્સીનની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. આ ટ્રાયલ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ઇમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા શરૂ કરવામાં આવી છે. ટ્રાયલ કરનારા રિસર્ચરનું કહેવું છે કે નેબુલાઇઝર અને માઉથપીસ દ્વારા 30 લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. આ સીધા ફેફસાં સુધી પહોંચશે અને સારી રોગપ્રતિકારક શક્તિ જોવા મળી શકે છે.

ફ્લુમાં પણ આવી વેક્સીન અસરકારક રહી હતી

  • ઇમ્પિરિયલ કોલેજમાંઇન્ફેક્શિયસ ડિસીઝ ડિપાર્ટમેન્ટના ક્રિસ ચિયુનું કહેવું છે કે, ફ્લુમાં મામલે નેસલ સ્પ્રે વેક્સીન (નાક દ્વારા આપવામાં આવતી) અસરકારક રહી હતી. આ વાત સાબિત પણ થઈ હતી કારણ કે, ચેપના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
  • અમે કોરોનાના કિસ્સામાં પણ આવી જ વેક્સીન સાથે પ્રયોગ કરી રહ્યા છીએ. નેસલ સ્પ્રે વેક્સીનને નાક (રેસ્પિરેટરી ટ્રેક્ટ) દ્વારા આપવી સુરક્ષિત છે.
  • ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેક્સીન નિષ્ણાત સારાહ ગિલબર્ટનું કહેવું છે કે, ઈન્જેક્શન દ્વારા રસી સલામત હોવાનું સાબિત થયું છે અને ઇમ્યુન રિસ્પોન્સ સારો જોવા મળ્યો છે. હવે વેક્સીન શ્વાસનળી દ્વારા આપવામાં આવશે.

ઇમ્પિરિયલની વેક્સીન પ્રારંભિક સ્ટેજમાં છે
ઇમ્પિરિયલ કોલેજની રસી અત્યારે ક્લિનિકલ ટ્રાયલના પ્રારંભિક તબક્કામાં છે. તેના ટ્રાયલમાં 30 લોકો સામેલ થશે. ઇમ્પિરિયલ કોલેજના સંશોધકોનું કહેવું છે કે ઇન્જેક્શન કરતાં નાક દ્વારા આપવામાં આવતી વેક્સીનનો લો ડોઝ પણ વાઇરસ સામે રક્ષણ આપે છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ 1500 દર્દીઓ પર ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ કરશે
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડીજી પ્રોફેસર બલારામ ભાર્ગવે કહ્યું કે, દેશમાં 3 રસી ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં છે. કેડિલા અને ભારત બાયોટેકની ફેઝ-1 ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે ફેઝ-2 પૂરું કરી લીધું છે. એકવાર ફેઝ-3 ટ્રાયલ મંજૂરી મળતા જ 1500 દર્દીઓ પર ટ્રાયલ શરૂ થઈ જશે.

દેશમાં કોરોનાની પરિસ્થિતિ

  • કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે તેના આંકડા જાહેર કર્યા હતા. આ મુજબ, સોમવારે 83 હજાર 808 કેસ નોંધાયા હતા. તેમજ, 1054 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 49 લાખ 30 હજાર 237 થઈ ગઈ છે, જેમાં 9 લાખ 90 હજાર 61 સક્રિય કેસનો સમાવેશ થાય છે. 38 લાખ 59 હજાર 400 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 80 હજાર 776 દર્દીઓનાં મૃત્યુ નીપજ્યાં છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, સોમવારે દેશમાં 10 લાખ 72 હજાર 845 કોરોના સેમ્પલ્સની તપાસ કરવામાં આવી હતી. આ રીતે 5 કરોડ 83 લાખ 12 હજાર 273 ટેસ્ટ થયા છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો