તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • To Reduce The Risk Of Corona, Diabetics Need To Control Their Blood Sugar, Exercise And Eat More Protein.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાકાળનો ડાયાબિટીસ ડે:કોરોનાનું જોખમ ઘટાડવા માટે ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર કન્ટ્રોલમાં રહેવું જરૂરી, કસરત કરો અને આહારમાં વધારે પ્રોટીન લો

6 મહિનો પહેલા
  • ડાયાબિટીસના દર્દી હો તો સમયસર દવા લો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો
  • શુગર વધેલું જોવા મળે તો ડોક્ટરની સલાહ લેવાનું ન ભૂલવું

આ રોગચાળામાં એક વાત સાબિત થઈ ગઈ છે કે ડાયાબિટીસના દર્દીઓમાં કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધારે છે. કોરોનાના ચેપથી પીડિત 25 દર્દીઓ ડાયાબિટીસથી પીડિત છે. દેશમાં ડાયાબિટીસના મોટાભાગના દર્દીઓ 28થી 60 વર્ષની વચ્ચેના છે. તેથી, કોરોનાના કેસ વધવાનું જોખમ પણ વધારે છે.

બીજી એક વાત સૌથી વધુ ચોંકાવનારી છે. કોવિડ-19 સ્વસ્થ લોકોમાં પણ ડાયાબિટીસ લાવી શકે છે અને જે લોકો ડાયાબિટીસથી પહેલેથી પીડિત હોય તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. વિશ્વભરના 17 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની પેનલે વિશ્વના અનેક કેસો પર રિસર્ચ કર્યાં પછી આ વાત કહી છે. અત્યાર સુધી થયેલી ક્લિનિક ટ્રાયલમાં કોવિડ -19 અને ડાયાબિટીસ વચ્ચેનું આ મહત્ત્વપૂર્ણ કનેક્શન શોધવામાં આવ્યું છે.

આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે. તેથી, ચાલો આ દિવસે કોરોના અને ડાયાબિટીસ વચ્ચે શું કનેક્શન છે એક્સપર્ટ પાસેથી જાણીએ...

કોવિડ-19 અને ડાયાબિટીસ વચ્ચેનું કનેક્શન 4 પોઇન્ટથી સમજીએ

  • તંદુરસ્ત લોકોમાં આ રીતે જોખમ વધી રહ્યું છે: SMS હોસ્પિટલ જયપુરના ડાયાબિટીલોજિસ્ટ ડો.પ્રકાશ કેસવાણીનું કહેવું છે કે, કોવિડ-19 વાઇરસ સ્વાદુપિંડમાં રહેલા ઇન્સ્યુલિન બનાવતા બીટા કોષોને સીધો ચેપ લગાવી શકે છે. બીટા કોષો ડેમેજ થવા પર દર્દીઓમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટશે. આવી સ્થિતિમાં, સ્વસ્થ લોકોમાં પણ ડાયાબિટીસ થવાનું જોખમ વધશે.
  • ટાઇપ -1 ડાયાબિટીસ પણ થઈ શકે છે: ઘણીવાર આ ચેપ વધારે તીવ્ર હોય છે એવા કિસ્સામાં ટાઇપ-1 ડાયાબિટીસ અથવા ડાયાબિટીક કિટોએસિડોસિસ પણ થઈ શકે છે. ડાયાબિટીક કિટોએસિડોસિસ એ એવી સ્થિતિ છે જેમાં શરીરમાં ઇન્સ્યુલિનની ખૂબ વધારે ઊણપને કારણે શરીરમાં શુગર લેવલ બહુ વધી જાય છે.
  • સ્ટ્રેસ પણ એક ફેક્ટર છેઃ જો કોઈ વ્યક્તિમાં ડાયાબિટીસની શરૂઆત થઈ છે અને તેને એ વિશે જાણ નથી અને આ સમય દરમિયાન તેને કોરોનાનો ચેર લાગે તો સ્ટ્રેસના કારણે પણ નવો ડાયાબિટીસ વિકસી શકે છે.
  • આ કારણોસર ડાયાબિટીક લોકોને જોખમ વધારે: ડાયાબિટીસના દર્દીઓમાં કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે. આવા રોગીઓમાં ઇમ્યુન સિસ્ટમના કોષો (લિમ્ફોસાઇટ્સ, ન્યુટ્રોફિલ્સ)ની કાર્યક્ષમતા ઘટી જાય છે. આ કારણોસર શરીરમાં એન્ટિબોડીઝ ઓછી બને છે. રોગો સામે લડવાની તાકાત ઓછી હોવાને કારણે આ બહારની વસ્તુઓ (વાઇરસ, બેક્ટેરિયા)નો નાશ નથી કરી શકતી. તેથી, તેમનું મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે.

આવા દર્દીઓમાં ઓક્સિજનનું લેવલ ઘટવાનું જોખમ વધુ
મુંબઇની જસલોક હોસ્પિટલના ડાયાબિટીસ એક્સપર્ટ શૈવાલ ચંડાલિયા કહે છે કે, જો ડાયાબિટીસના દર્દીઓને ચેપ લાગ્યો તો ઓક્સિજનનું સ્તર ઘટી શકે છે અને વેન્ટિલેટરની જરૂર પડી શકે છે. તેમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધારે હોય છે. સારવાર દરમિયાન કોરોનાવાળા કેટલાક દર્દીઓને સ્ટીરોઇડ્સ આપવામાં આવે છે જે લોહીમાં શુગર લેવલ વધારી શકે છે. આવી સ્થિતિમાં, દર્દીને ઇન્સ્યુલિન આપીને કન્ટ્રોલ કરવામાં આવે છે. વધુ એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે શરીરમાં પાણીનો અભાવ ન થવા દો.

કોરોનાથી પીડિત દર્દીઓને ઇમરજન્સી કેરની જરૂર

  • ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના એન્ડોક્રાઇનોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ ડો. રિચા ચતુર્વેદીએ જણાવ્યું કે, જો ટાઇપ-2 ડાયાબિટીસવાળા લોકોને કોરોનાનો ચેપ લાગે તો તેમની પરિસ્થિતિ ગંભીર થવાનું જોખમ વધારે છે. ચેપ લાગ્યા બાદ જેમ-જેમ વાઇરસ તેની અસર કરે દર્દીમાં સોજો વધતો જાય છે.
  • આવા દર્દીઓમાં થાક, સ્નાયુઓમાં દુખાવો, અતિશય તરસ, વારંવાર પેશાબ થવો, શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો જોવા મળે છે. તેમને ઇમરજન્સી કેરની જરૂર હોય છે.
  • ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના રેસ્પિરેટરી મેડિસિન એક્સપર્ટ ડો. નિખિલ મોદીના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં આવતા કોરોનાના 20થી 30 ટકા દર્દીઓ ડાયાબિટીસના દર્દીઓ હતા. તેમની હાલત નાજુક હતી. ડાયાબિટીસને લગતી દવાઓ અને ઇન્સ્યુલિન આપવું જરૂરી હતું.
  • રોગચાળામાં સૌથી અગત્યની સલાહ છે કે, શુગર લેવલ કન્ટ્રોલમાં રાખવું અને સમયસર દવાઓ લેવી. આ ઉપરાંત, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને માસ્ક વગર બહાર ન નીકળવું.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો