• Gujarati News
  • Coronavirus
  • To Avoid The Corona, It Is Now Necessary To Keep A Distance Of 20 Feet, Not 1 Or 6 Feet: American Researchers

રિસર્ચ:કોરોનાથી બચવા માટે હવે 1 કે 6 ફૂટનું નહીં પરંતુ 20 ફૂટનું અંતર રાખવું જરૂરી: અમેરિકન સંશાધકો

3 વર્ષ પહેલા
  • યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું
  • રિસર્ચ મુજબ છીંક, ઉધરસ અને બોલતી વખતે ડ્રોપલેટ (હવામાં ભળતા નાનકણો) 20 ફૂટ સુધી ફેલાઈ શકે છે
  • વાતાવરણની અસર ડ્રોપલેટ્સ પર થાય છે
  • ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં ડ્રોપલેટ્સ 19.7 ફૂટ આશરે 20 ફૂટ સુધી ફેલાઈ શકે છે

કોરોનાવાઈરસના કહેર વચ્ચે ચોક્કસ દવા અને રસીની આશાઓ સેવાઈ રહી છે. દેશ સહિત વિશ્વભરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. પંરતુ સોશિયલ ડિસ્ટન્સિંગમાં કેટલું અંતર રાખવાથી વાઈરસથી બચી શકાય તેને લઈને અનેક રિસર્ચ સામે આવ્યા છે. અગાઉ 1 ફૂટ ત્યારબાદ  ફૂટનું અંતર સેફ ડિસ્ટન્સ માનવામાં આવતું હતું, પંરતુ હવે વાઈરસથી બચવા માટે 20 ફૂટનું અંતર રાખવું જરૂરી છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચ મુજબ છીંક, ઉધરસ અને બોલતી વખતે ડ્રોપલેટ (હવામાં ભળતા નાનકણો) 20 ફૂટ સુધી ફેલાઈ શકે છે.

રિસર્ચ અને પરિણામ

  • રિસર્ચ મુજબ, સામાન્ય વાતચીત, ઉધરસ અને છીંક ખાવાથી 40,000 ડ્રોપલેટ એક સેકન્ડમાં 100 મીટર સુધી ફેલાઈ શકે છે. રિસર્ચમાં જોવા મળ્યું કે વાતાવરણના હિસાબે ડ્રોપલેટની અસર જોવા મળતી હોય છે. નીચું તાપમાન અને વધારે ભેજવાળા વાતાવરણમાં ડ્રોપલેટ્સ વધારે ફેલાય છે તેમજ ઊંચું તાપમાન અને ઓછાં ભેજવાળા વાતાવરણમાં નાના એરોસોલ પાર્ટિકલ બને છે.
  • રિસર્ચ પ્રમાણે ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં ડ્રોપલેટ્સ 19.7 ફૂટ આશરે 20 ફૂટ સુધી ફેલાઈ શકે છે. એરોસોલ ટ્રાન્સમિશનથી ગરમ પ્રદેશોમાં પણ કોરોનાને અટકાવી શકાય તેમ નથી.
  • રિસર્ચ મુજબ ગરમ અને સૂકા વાતાવરણમાં ડ્રોપલેટ્સ સરળતાથી એરોસોલમાં પરિવર્તિત થાય છે અને તે લાંબાં અંતર સુધી ફેલાય છે. રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો અનુસાર આ એરોસોલનાં સંપર્કથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ બચાવી શકે છે.
અન્ય સમાચારો પણ છે...