તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Coronavirus
 • Three phase Corona Vaccination Plan Dry Run Across The Country Today; Transportation Of The Vaccine Will Start In A Day Or Two

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન ટ્રેકર:ત્રણ ફેઝના કોરોના વેક્સિનેશન પ્લાનનો આજે દેશભરમાં ડ્રાઈ રન; એક-બે દિવસમાં શરૂ થશે વેક્સિનનું ટ્રાન્સપોર્ટ

16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેન્દ્રએ રાજ્યોને વેક્સિન ડિલીવરી માટે તૈયાર રહેવાનું કહ્યું છે.
 • એરફોર્સના વિમાનોનો ઉપયોગ થશે વેક્સિનના એર ટ્રાંસપોર્ટમાં

કોરોનાના ઈન્ફેક્શનને રોકવા અને તેનાથી બચવા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ટૂંક સમયમાં જ વેક્સિનની ડિલીવરી લેવાની તૈયારી કરવાનું કહ્યું છે. કેન્દ્ર સરકારની તૈયારીને જોતા લાગી રહ્યું છે કે 13-14 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થઈ શકે છે, જે અંગેના સંકેત ગત સપ્તાહે આપવામાં આવ્યા હતા.

બે રાજ્યોને છોડીને સમગ્ર દેશમાં 8 જાન્યુઆરીએ ડ્રાઈન રનનો પ્રારંભ થશે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું કે પહેલાં જે ચાર રાજ્યોમાં ડ્રાઈ રન થયું હતું, તેનાથી ઘણું શીખવા મળ્યું છે. તે વાતને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં ડ્રાઈ રન કરાવવામાં આવશે.

શું છે સરકારનો વેક્સિનેશન પ્લાન?

 • સરકારે સમગ્ર વેક્સિનેશનને ત્રણ ફેઝમાં વિતરિત કરવામાં આવી છે. પહેલા ફેઝમાં પ્રાઈમરી હેલ્થ સેન્ટર સુધી વેક્સિન પહોંચાડવામાં આવશે. બીજા ફેઝમાં વોલેન્ટિયરની ઓળખ અને ત્રીજા ફેઝમાં વેક્સિનેશન તેની અસર અંગે ધ્યાન રાખવામાં આવશે.
 • દરેક રાજ્યને સમગ્ર પ્રક્રિયા વિસ્તારથી સમજાવવા માટે દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 5 જાન્યુઆરીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને વેક્સિનની ડિલીવરી લેવાનું કહ્યું છે.

કઈ રીતે અને ક્યારે થશે વેક્સિનનું ટ્રાંસપોર્ટ?

 • કેન્દ્ર સરકારના સૂત્રોની માહિતી મુજબ એક-બે દિવસમાં કોરોના વેક્સિનનું ટ્રાંસપોર્ટેશન શરૂ થઈ જશે. પુણે તેનું સેન્ટ્રલ હબ હશે. અહીંથી જ વેક્સિનનું ડિસ્ટ્રીબ્યૂશન થશે. પેસેન્જર્સ પ્લેનનો ઉપયોગ વેક્સિન ટ્રાંસપોર્ટ માટે થઈ શકે છે.
 • હાલ દેશભરમાં 41 ડેસ્ટિનેસન (એરપોર્ટ્સ)ની ઓળખ કરવામાં આવી છે, જ્યાં વેક્સિનની ડિલીવરી થશે. ઉત્તર ભારતમાં દિલ્હી અને કરનાલને મિની હબ બનાવવામાં આવશે. પૂર્વી ક્ષેત્રમાં કોલકાતા અને ગૌહાટીને મિની હબ બનાવવામાં આવશે. ગૌહાટીને સમગ્ર નોર્થ-ઇસ્ટ માટે નોડલ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે. ચેન્નઈ અને હૈદરાબાદ દક્ષિણી ભારત માટે નિર્ધારિત પોઈન્ટ્સ હશે.
 • ફેઝ-1માં પ્રાઈમરી હેલ્થ સેન્ટર સુધી વેક્સિન પહોંચાડવાની યોજના છે. જે માટે હાલ વેક્સિન ડિલીવરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્રથી રાજ્યો અને પછી જિલ્લાના વેક્સિન સ્ટોર સુધી વેક્સિન પહોંચાડવામાં આવશે.

કોને અને ક્યારે લગાડવામાં આવશે વેક્સિન?

 • આ બાબતને લઈને સરકારનો વિસ્તારથી પ્લાન જાહેર કરાયો છે. પ્રાયોરિટી ગ્રુપ્સમાં 30 કરોડ લોકોની ઓળખ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના જણાવ્યા મુજબ સૌથી પહેલાં હેલ્થકેર વર્કર્સ, ફ્રંટલાઈન વર્કર્સ અને 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન લગાડવામાં આવશે. આ ઉપરાંત 50 વર્ષથી નાની ઉંમરના એવા લોકોને પણ વેક્સિન લગાડવામાં આવશે જેઓ ડાયાબિટીઝ, બ્લડપ્રેશર જેવી બીમારીથી પીડિત હશે.
 • હેલ્થ વર્કર્સ અને ફ્રંટ લાઈન વર્કર્સને રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે, કેમકે તેઓ હાઈ પ્રાયોરિટી ગ્રુપમાં છે અને તેમના ડેટા પહેલેથી જ કોવિન વેક્સિન ડિલીવરી મેનેજમેન્ટ સિસ્ટમમાં છે. આ કામ કેન્દ્રએ રાજ્ય સરકારને આપ્યું હતું.
 • લોકોની ઓળખ માટે જનગણના રજિસ્ટર અને વોટર લિસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં જ એવી વ્યવસ્થા પણ જાહેર થશે, જેમાં લોકો જાતે જ પોતાનું રજિસ્ટ્રેશન વેક્સિન માટે કરી શકશે. રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે એવા લોકોની ઓળખ કરે.
 • વેક્સિનેશન પ્રક્રિયાને ટ્રેક કરવા અને તેના સર્વેલન્સ માટે ડિજિટલ પ્લેટફોર્મ કોવિન (Co-WIN) બનાવવામાં આવી છે. આ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન વગર વેક્સિન નહીં લાગે. વેક્સિન લગાડવામાં આવ્યા બાદ પણ તેના પર ટ્રેકિંગ થઈ શકશે.
 • જ્યારે વેક્સિનેશન શરૂ થશે તો વેક્સિન લગાડવાવાળા અને લગાડનારને ગાઈડ કરવા માટે 12 ભાષાઓમાં SMS મોકલવામાં આવશે. વેક્સિન લગાડનારને દરેક ડોઝ પછી QR કોડ બેઝ્ડ સર્ટિફિકેટ આપવામાં આવશે અને તેમના યુનિક હેલ્થ ID પણ ડિજીટલી જનરેટ થશે.
 • કોવિનમાં એવી વ્યવસ્થા પણ છે કે કોઈ વ્યક્તિ તેનાથી યુનિક હેલ્થ આઈડી ક્રિએટ કરી શકે છે અને તેને ડિજીલોકરમાં સેવ કરી શકે છે. ફ્રોડને રોકવા માટે આધાર ઓથેન્ટિકેશન અને વેક્સિનની સાઈડ ઈફેક્ટની રિપોર્ટિંગ અને ટ્રેકિંગ માટે પણ કોવિનમાં સુવિધા આપવામાં આવી છે.

કયા રાજ્યમાં કઈ વેક્સિનનો ઉપયોગ થશે?

 • હાલ તો તે વાત નિશ્ચિત નથી. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)થી લગભગ 10 કરોડ ડોઝ મળવાની શક્યતા છે. જેની કિંમતને લઈને સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. જેવો જ કોઈ નિર્ણય લેવાશે, સપ્લાઈ થનારી વેક્સિનની સંખ્યા નક્કી થઈ જશે.
 • જેમ-જેમ વેક્સિન મળશે, તેનો ઉપયોગ થશે. ભારત બાયોટેકની કોવેક્સિનના પણ શરૂઆતના ડોઝ તૈયાર છે. તેને પણ સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીમાં (કસૌલી) ટેસ્ટિંગમાં માટે મોકલવામાં આવી છે. ભારત બાયોટેકને પણ મંજૂરી મળી તે પહેલાં જ પોતાના રિસ્ક પર મોટા પાયે વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરી દિધું હતું.
 • અત્યાર સુધી તે પણ ખ્યાલ નથી કે કયા રાજ્યમાં કઈ કંપનીની વેક્સિન ઉપલબ્ધ થશે. સરકારની યોજના ઉપલબ્ધતા અને જરૂરિયાતના આધારે વેક્સિન રાજ્યો સુધી પહોંચાડવાની છે. જ્યાં સૌથી વધુ જરૂરિયાત છે, ત્યાં સૌથી પહેલાં ઉપલબ્ધ વેક્સિન મોકલવામાં આવશે.

ફેક્ટરીથી વેક્સિન નીકળતા જ એક્ટિવ થશે કોવિન સિસ્ટમ

 • સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણના જણાવ્યા મુજબ ફેક્ટરીથી વેક્સિનનો ડોઝ બહાર નીકળતા જ કોવિન સિસ્ટમ એક્ટિવ થઈ જશે. ડ્રાઈ રનથી જે ડેટા મળ્યા છે, તે મુજબ સરકાર 13 કે 14 જાન્યુઆરીએ વેક્સિનેસન શરૂ કરી શકે છે.
 • કોવિન પ્લેટફોર્મને તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે વેક્સિનને દરેક સ્તરે રિયલટાઈમ ટ્રેક કરી શકાય. એટલે કે ફેક્ટરીથી નીકળ્યાં બાદ રાજ્યો, જિલ્લાઓ અને સ્થાનિક સ્તરે વેક્સિન સ્ટોર સુધી અને તે બાદ પણ. એટલે વેક્સિન લગાડવામાં આવ્યા બાદ પણ આ સિસ્ટમ જ જણાવશે કે બીજો ડોઝ ક્યારે લાગશે, સાઈડ-ઈફેક્ટ્સ પણ ટ્રેક કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser