• Gujarati News
  • Coronavirus
  • This Drug Was Found To Have 10 Times More Effect On The Corona, The Antibiotic Ticoplanin Being More Effective In Fighting The Virus Than Other Drugs; IIT Delhi's Claim

સારા સમાચાર:આ દવાની કોરોના પર 10 ગણી વધુ અસર જોવા મળી, એન્ટિબાયોટિક દવા ટીકોપ્લેનિન બીજી દવાઓ કરતાં વાઈરસની સામે લડવામાં વધુ અસરકારક; IIT દિલ્હીનો દાવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટીકોપ્લેનિન એક ગ્લાયકોપેપ્ટાઈડ એન્ટિબાયોટિક છે, તેનાથી ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયાના સંક્રમણની સારવાર કરી શકાય છે
  • અમેરિકામાં ક્લિનિક ટ્રાયલ માટે તેને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે

IIT દિલ્હીના સંશોધનકારોએ કોરોના પીડિતોની સારવાર માટે અસરકારક દવા શોધી. દવાનું નામ ટીકોપ્લેનિન છે. તે અન્ય કોરોનાની દવા કરતા 10 ગણી વધુ અસરકારક છે. કોરોનાના દર્દીઓને આપવામાં આવી રહેલી હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને ટીકોપ્લેનિન કરતાં પણ વધુ અસરકારક છે. ટીકોપ્લેનિન એક એન્ટિબાયોટિક દવા છે, જેને ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂરી આપવામાં આવી

23 દવાઓ પર રિસર્ચ
IIT દિલ્હીની સંસ્થા કુસુમ સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સિસે 23 એવી દવાઓ પર રિસર્ચ કર્યું, જેનાથી કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે. સંશોધનકર્તા પ્રો. અશોક પટેલે દાવો કર્યો છે કે, જ્યારે ટીકોપ્લેનિનની તુલના કોરોનાની સારવાર કરવામાં ઉપયોગમાં આવતી બીજી દવાઓ સાથે કરવામાં આવી તો તે 10 ગણી વધારે અસરકારક સાબિત થઈ.

આ રિસર્ચ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ બાયોલોજિકલ મેક્રોમોલિક્યુલમાં પણ પ્રકાશિત થયું છે. આ રિસર્ચ સાથે AIIMSના નિષ્ણાત ડો. પ્રદીશ શર્મા પણ જોડાયેલા છે.

મોટા પાયે રિસર્ચની જરૂર છે
ટીકોપ્લેનિન એક ગ્લાયકોપેપ્ટાઈડ એન્ટિબાયોટિક છે. તેનો ઉપયોગ ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયાના સંક્રમણની સારવારમાં કરવામાં આવે છે. અમેરિકામાં ક્લિનિકલ ટ્રાયલ માટે તેને ફૂ઼ડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પણ મંજૂરી આપી છે. તાજેતરમાં રોમની સેપિએન્ઝા યુનિવર્સિટીમાં પણ ટીકોપ્લેનિન દવા પર ક્લિનિકલ સ્ટડી થઈ દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 61 લાખને પાર પહોંચી ગયો છે

દેશમાં કોરોનાનાં સંક્રમિતોનો આંકડો 61 લાખ સુધી પહોંચ્યો
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 61 લાખ 48 હજાર 640 થઈ ગઈ છે. સોમવારે 69 હજાર 668 દર્દી થઈ ગયા છે. તેમજ 85 હજાર 194 લોકો સ્વસ્થ પણ થઈ ગયા. આ આંકડો covid19india.org અનસાર છે.

તે દરમિયાન ભોપાલમાં સીરો સર્વેમાં કોરોનાને લઈને આશ્ચર્યજનક વાત જાણવા મળી છે. અહીં દર 100 લોકોમાંથી 18 વ્યક્તિ એવી છે, જે કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે. તેમને જાતે સંક્રમિત થવાની ખબર પણ નહોંતી પડી.

મુંબઈ જિલ્લામાં દર્દીઓની સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે. સોમવારે 2044 દર્દીઓ હતા. તે ઉપરાંત મુંબઈ જિલ્લા દેશનો ચોથો એવો જિલ્લો બની ગયો છે, જ્યાં દર્દીઓની સંખ્યા 2 લાખથી વધારે છે. મૃત્યુ દર પણ સૌથી વધારે 4.4% છે.

અન્ય સમાચારો પણ છે...