તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામે આવી કોરોના વાઈરસ ઈન્ફેક્ટેડ ફેફસાઓની પહેલી 3D ઈમેજ, સફેદ ડાઘામાં જોવા મળી ડરાવી દે તેવી તસવીર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂયોર્ક/બેઈજિંગ: સમગ્ર દુનિયાના મેડિકલ પ્રોફેશનલ્સ અને વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કે કોરોના વાઈરસ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે શરીરને પ્રભાવિત કરે છે. આ દિશામાં વૈશ્વિક સ્તરે મોટું કામ ઈન્ફેક્ટેડ દર્દીઓના ફેફસાઓની 3D ઈમેજ બનાવવામાં અને તેની અંદરની સ્થિતિને સમજવાનું થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોએ ચીનમાં કોરોના વાઈરસ COVID-19 ઈન્ફેક્શનમાં મૃત્યુ પામેલા 1000થી વધારે લોકોના પોસ્ટમોર્ટમમાં તેમના ફેફસાની સ્થિતિની 3D ઈમેજ બનાવી છે.

ખબર પડી કેવી રીતે શ્વાસ રૂંધાય છે
આ તસવીર રેડિયોલોજિકલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા (RSNA) દ્વારા રજૂ કરવામાં આવી છે. ફેફસાના એક્સ-રે અને સીટી સ્કેનથી સામે આવ્યું છે કે ફેફસા ચીકણાં અને ગાઢ મ્યૂકસથી ભરાઈ જાય છે. તેના કારણે પીડિત વ્યક્તિનો શ્વાસ રૂંધાવા લાગે છે અને ફેફસામાં હવા જવા માટે જગ્યા નથી રહેતી.

સફેદ ડાઘાઓથી ક્લૂ મળ્યો
COVID-19 પીડિતોના સીટી સ્કેનમાં તેમના ફેફસામાં સફેદ ડાઘાઓ સ્પષ્ટ રીતે દેખાય છે. તેને રેડિયોલોજિસ્ટે તેમની ભાષામાં ગ્રાઉન્ડ-ગ્લાસ ઓપેસિટી કહ્યું છે. કારણ કે તે સ્કેનર પર બારીના કાચ પર લાગેલા ધબ્બા જેવા દેખાય છે. પીડિતોના ફેફસામાં સીટી સ્કેનથી એવા ધબ્બા દેખાય છે જે નિમોનિયાના હોય છે. પરંતુ કોરોનાના કેસમાં આ ધબ્બા ઘણાં ઘાટા હોય છે અને ફેફસામાં હવાની જગ્યાએ કઈક બીજુ જ દેખાઈ રહ્યું છે.

(વુહાન પહોચેલી 65 વર્ષીય મહિલાનું 7 દિવસ પછી સીટી સ્કેન. તેને 5 દિવસ પછી ખાંસી-તાવ આવ્યો હતો. તીરના લાલ નિશાનમાં વધતા સફેદ ધબ્બા

શું ફાયદો થશે
આ 3D ઈમેજ બન્યા પછી ડોક્ટર એક્સ-રે અને સીટી સ્કેનથી આવા દર્દીઓની ઝડપથી ઓળખ કરી શકે છે જેઓને ગંભીર ઈન્ફેક્શન છે અને તેમને તુરંત આઈસોલેટ કરવાની જરૂર છે. ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાઈરસ (COVId-19) અત્યાર સુધી 111થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધી 4,604 લોકોના મોત થયા છે. 1 લાખ 26 હજારથી વધારે લોકોને ઈન્ફેક્શન થયું છે.

(વુહાનથી હોંગકોંગ પહોંચેલા દર્દીના ચેસ્ટ રેડિયોગ્રાફ. પહેલાં-ચોથા અને 7માં દિવસ પછી વધેલા સફેદ ધબ્બા જોવા મળે છે)

સાર્સના લક્ષણ પણ આવા હતા
2002માં દુનિયામાં ફેલાયેલા આવા જ ઈન્ફેક્શન સાર્સમાં કોરોનાની જેમ સાર્સમાં કોરોનાની જેમ જ એક્સ-રે અને સીટી સ્કેનના આવા જ નિષ્કર્ષ સામે આવ્યા હતા. આ રોગમાં પણ ફેફસામાં સફેદ અને ઘાટા ધબ્બા હતા અને જે જગ્યાએ હવા હોવી જોઈએ ત્યાં કફ દેખાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો