• Home
  • Coronavirus
  • There is no risk of infection even if the report of the recovered patients is positive, South Korean researchers claim

કોરોના પર નવું રિસર્ચ / સાજા થેયલા દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવે તો પણ સંક્રમણનું જોખમ નથી, સાઉથ કોરિયાના સંશોધકોનો દાવો

X

  • કોરિયાના સેન્ટ્રલ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના વૈજ્ઞાનિકોએ 285 કોરોના સર્વાઈવર પર રિસર્ચ કર્યું સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સારવાર બાદ પોઝિટિવ આવવાનું કારણ તેમના શરીરમાં કોરોનાના ડેડ પાર્ટિકલ છે

દિવ્ય ભાસ્કર

May 21, 2020, 02:00 PM IST

સારવાર બાદ કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો અઠવાડિયા પછી રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, તેમનાથી સંક્રમણ નથી ફેલાતું. આ દાવો સાઉથ કોરિયાના સંશોધકોએ કર્યો છે. કોરિયાના સેન્ટ્રલ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના વૈજ્ઞાનિકોએ આવા 285 કોરોના સર્વાઈવર પર રિસર્ચ કર્યું જે સારવાર બાદ પણ પોઝિટિવ મળી આવ્યા હતા.

લેબમાં વાઈરસ વિકસિત નથી થયો
સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, દર્દીની સારવાર બાદ જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેનું કારણ શરીરમાં રહેલા કોરોનાવાઈરસના મૃત કણો હોઈ શકે છે. તેનાથી કોઈને ચેપ લાગતો નથી. આવા દર્દીઓમાંથી વાઈરસના સેમ્પલ લેવામાં આવ્યા હતા. લેબમાં તેમાં કોઈ પ્રકારનો વિકાસ જોવા મળ્યો નથી અને તે સાબિત થયું કે તે અસંક્રમિત કણ છે

285 સેમ્પલનો પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો
સંશોધનકર્તાના જણાવ્યા પ્રમાણે, 285 દર્દીઓના સેમ્પલમાં કોરોનાવાઈરસના ન્યુક્લિક એસિડની પુષ્ટિ માટે પીસીઆર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દ્વારા તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, ફરીથી પોઝિટિવ મળી આવતા દર્દીઓમાં વાઈરસ જીવે છે અથવા તેનો કોઈ ભાગ છે. રિસર્ચમાં સાબિત થયું કે, પોઝિટિવ મળી આવતા દર્દીઓમાં વાઈરસ સંક્રમણ ફેલાવા માટે સંક્રિય નથી હોતો

સાઉથ કોરિયાની બદલાયેલી ગાઈડલાઈન 
સાઉથ કોરિયાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બદલાયેલી ગાઈડલાનમાં જણાવ્યા અનુસાર, હવે સાજા થયેલા લોકોને સ્કૂલે અથવા ઓફિસ જતા પહેલા નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ બતાવવાની જરૂર રહેશે નહીં. કોરિયાના સેન્ટ્રલ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (kCDC)ના જણાવ્યા પ્રમાણે, હવે આઈસોલેશન બાદ કોઈ પ્રકારના ટેસ્ટની જરૂર નથી. 

82 દિવસ બાદ ફરીથી રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે
સરકારી સ્વાસ્થ્ય એજન્સીના જણાવ્યા પ્રમાણે, સંક્રમણના 83 દિવસ સુધી અમુક દર્દીઓનો રિપોર્ટ ફરીથી પોઝિટિવ આવી શકે છે. લગભગ તમામ કેસમાં કોરોના સર્વાઈવરના શરીરમાં વાઈરસની સામે લડતા એન્ટિબોડી વિકસિત થઈ જાય છે. બ્લડ ટેસ્ટમાં તેની પુષ્ટિ પણ થઈ છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી