• Gujarati News
  • Coronavirus
  • There Are 4 Types Of Masks Being Sold In The Market, Find Out Its Features And Which Mask Would Be Better For You.

યોગ્ય માસ્ક પસંદ કરો, સુરક્ષિત રહો:માર્કેટમાં 4 પ્રકારના માસ્ક વેચાઇ રહ્યા છે, જાણો તેની લાક્ષણિકતાઓ અને તમારા માટે બેસ્ટ માસ્ક પસંદ કરો

તારા પાર્કર પોપ/રશેલ એબ્રામ્સ/ઈડન વીન્ગાર્ટ/ટોની સેનિકોલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • N95 ખાસ કરીને સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે ઉપયોગી છે, સામાન્ય લોકો મેડિકલ માસ્કનો ઉપયોગ કરી શકે છે
  • યાદ રાખવું કે, માસ્ક યોગ્ય રીતે પહેરવો જરૂરી છે, પહેર્યા બાદ વારંવાર તેને સ્પર્શ ન કરો

કોરોનાવાઈરસ સામેની લડતમાં માસ્ક સૌથી અસરકારક હથિયાર સાબિત થયું છે. CDC, WHO જેવી ઘણી સ્વાસ્થ્ય સંસ્થાઓ લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી રહી છે. ભારતમાં પણ સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે, તેમ છતાં મોટી સંખ્યામાં લોકો બેદરકારી દાખવે છે.

માસ્ક પહેરવાથી તમે ઉચ્છવાસમાંથી નીકળેતા ડ્રોપ્લેટ્સથી બીજા લોકોને સંક્રમિત થવાથી બચાવી શકો છો અને તમાે પોતે પણ સુરક્ષિત રાહી શકો છો. ઉધરસ, છીંક ખાતી વખતે કે વાત કરતી વખતે, માસ્ક વાઈરસયુક્ત ડ્રોપ્લેટ્સ પકડી રાખે છે, જેથી બીજી વ્યક્તિ સુધી વાઈરસની પહોંચવાની શક્યતા ઓછી થઈ જાય છે. માર્કેટમાં ચાર પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે. તેની અલગ અલગ લાક્ષણિકતાઓ છે. તેથી યોગ્ય માસ્ક પસંદ કરો અને સુરક્ષિત રહો.

આ છે માસ્કના અલગ અલગ પ્રકાર અને જાણો તેમાંથી તમારા માટે કયો બેસ્ટ છે-

N95 માસ્ક 

  • મહામારી દરમિયાન N95 માસ્ક સૌથી વધારે ચર્ચામાં રહ્યો છે. આ માસ્ક નાના પાર્ટિકલ્સ (0.3 માઈક્રોન્સ)ને લગભગ 95 ટકા સુધી રોકી લે છે. સામાન્ય રીતે આવા નાના કણોને રોકવા મુશ્કેલ હોય છે. 
  • આ માસ્ક સિંગલ યુઝ હોય છે અને પોલિએસ્ટર અને બીજા સિન્થેટિક ફાઈબર્સથી બનેલા હોય છે. તેમાં ફાઈબરનું એક લેયર હોય છે જે ફિલ્ટરનું કામ કરે છે. તે કણોને રોકે છે. આ માસ્કમાં ખાતરી કરી લેવી કે તે તમારી સ્કિન અને માસ્ક વચ્ચે કોઈ ગેપ ન રહેવો જોઈએ. તેમાં એક નોઝપીસ હોય છે જે ચહેરાના આકારને અનુરૂપ થઈ શકે છે. જો તમારા ચહેરા પર દાઢી હોય તો તે માસ્ક બરાબર રીતે ફિટ નહીં થાય. આ માસ્ક બાળકોના ચહેરા પર પણ ફીટ નથી થતા.
  • કેટલાક  N95 માસ્કમાં આગળ એક્ઝેલેશન વાલ્વ હોય છે, જેનાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે. આ માસ્કનો સામાન્ય રીતે કંસ્ટ્રક્શનમાં ઉપયોગ થાય છે. હોસ્પિટલના ઓપરેશન રૂમ જેવા સ્થળોએ વાલ્વ માસ્કનો ઉપયોગ ન કરવો જોઈએ. 

મેડિકલ માસ્ક

  • આ પ્રકારના માસ્કના ઘણા પ્રકાર હોય છે અને N95થી ઓછા અસરકારક હોય છે. તેમાંથી કેટલાક માસ્ક લેબ કન્ડિશનમાં 60થી 80 ટકા નાના કણોને રોકી લે છે. જો તમે મેડિકલ માસ્ક યોગ્ય રીતે પહેર્યો હોય તો તે કોરોનાવાઈરસને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
  • સામાન્ય રીતે મેડિકલ માસ્ક શ્વાસ લેવા યોગ્ય અને પેપર જેવા સિન્થેટિક ફાઈબરથી બનેલા હોય છે. તે લંબચોરસ આકારના હોય છે અને તેને ફોલ્ડ કરીને પાટલીઓ બનાવેલી હોય છે. તેના આકારના કારણે તે ચહેરા પર સરળતાથી ફીટ થઈ જાય છે. આ માસ્ક ડિસ્પોઝેબલ હોય છે અને એક વખત ઉપયોગ માટે બનેલા હોય છે.
  • આ માસ્ક તમને મોટા ડ્રોપ્લેટ્સથી બચાવે છે, પરંતુ ચહેરા પર થોડા ઢીલા હોવાને કારણે તે  N95ની સરખામણીએ ઓછા અસરકારક છે.

હોમ મેડ માસ્ક

  • મેડિકલ માસ્કનો સપ્લાય ઓછો હોવાને કારણે ઘણા લોકો ઘરે બનાવેલા માસ્કનો ઉપયોગ કરે છે. જો તે સારા ફેબ્રિક અને સારી રીતે બનાવવામાં આવ્યા હોય તો તે મેડિકલ માસ્ક જેવી સુરક્ષા આપે છે. 
  • કોટનના કાપડમાંથી બનેલો એક સારો હોમ મેડ માસ્ક વાઈરસ રોકવા સક્ષમ હોય છે.
  • આવા માસ્ક હેવી કોટન ટી-શર્ટથી પણ બનાવી શકાય છે. એવું મટિરિયલ જેમાં દોરાની માત્રા વધારે હોય છે. તે માસ્ક વધારે સુરક્ષા પ્રદાન કરે છે. ઈન્ટરનેટ પર કોટન માસ્ક બનાવવાની રીત ઉપલબ્ધ છે. જેમાં ઓછામાં ઓછા બે લેયર હોય અને જે તમારા નાક અને દાઢીને કવર કરે એવા માસ્ક સર્ચ કરો. 

હોમ મેડ ફિલ્ટર માસ્ક

  • આ એક અન્ય પ્રકારનું કોટન માસ્ક હોય છે જે 100 ટકા કોટન ટી-શર્ટથી બનેલું હોય છે. આ માસ્કમાં પાછળ એક ખિસ્સું હોય છે જે ફિલ્ટરનું કામ કરે છે. અમે તેમાં કોફી ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે. પેપર ટોવેલનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ દર્શાવે છે કે પેપર ટોવેલના બે લેયર 0.3 માઈક્રોનમાંથી 23થી 33 ટકા સુધી બ્લોક કરે છે. 
  • લોકો આ દરમિયાન ઘણા ફિલ્ટર મટિરિયલનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં એર ફિલ્ટર અને વેક્યુમ બેગ્સ સામેલ છે. તે અસરકારક હોઈ શકે છે પરંતુ તેમાં જોખમ હોય છે. ઘણી વખત શ્વાસ લેવા યોગ્ય નથી હોતા અને ઘણી વખત જોખમી ફાઈબર હોય છે, જેને તમે શ્વાસની સાથે અંદર લઈ લો છો. 
  • તે ઉપરાંત એક સરેરાશ વ્યક્તિને આટલા ફિલ્ટરિંગની જરૂર હોતી નથી. તમે જે પણ ફિલ્ટરનો ઉપયોગ કરો, તે સુનિશ્ચિત કરો કે તેની બાજુમાં કોટન અથવા તેના જેવા કોઈ મટિરિયલનું કોઈ લેયર હોય. 

માસ્ક યોગ્ય રીતે પહેરવો જોઈએ
એક માસ્ક યોગ્ય રીતે પહેરવામાં આવે ત્યાં સુધી જ અસરકારક રહેશે. બહાર અથવા કોઈ જાહેર સ્થળોએ જતી વખતે માસ્ક પહેરવા જરૂરી છે. યાદ રાખો કે તેને વારંવાર ઉપર-નીચે ન કરો. જો કે કોઈપણ માસ્ક 100 ટકા સુરક્ષા પ્રદાન નથી કરતા. આવી સ્થિતિમાં વારંવાર હોથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને પોતાની જાતને સુરક્ષિત રાખવી.