• Home
  • Coronavirus
  • dead body will now be tested by taking a sample from the nose, the body will be handed over to the family members after the report is received

ICMR ગાઈડલાઈન / હવે શંકાસ્પદ ડેડ બોડીના નાકમાંથી સેમ્પલ લઈને પરીક્ષણ કરવામાં આવશે, રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે

dead body will now be tested by taking a sample from the nose, the body will be handed over to the family members after the report is received
X
dead body will now be tested by taking a sample from the nose, the body will be handed over to the family members after the report is received

  • નાકમાંથી સેમ્પલ લેવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવશે
  • પ્રક્રિયા પૂરી થાય બાદ અને રિપોર્ટ આવે ત્યાં સુધી મર્ક્યુરીથી મૃતદેહને રિલીઝ કરવામાં આવશે નહીં

દિવ્ય ભાસ્કર

May 21, 2020, 06:39 PM IST

ઈન્ડિયન કાઉન્સિંલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની નવી ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે, હવે મરી ગયેલા કોરોના શંકાસ્પદને મર્ક્યુરીમાં મોકલતાં પહેલાં તપાસ કરવામાં આવશે. નાકમાંથી સેમ્પલ લેવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવશે. ICMRએ પોતાની 'સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન ફોર મેડિકો લીગલ એટોપ્સી ઈન કોવિડ-19 ઈન્ડિયા'માં જણાવ્યા પ્રમાણે, પ્રક્રિયા પૂરી થાય બાદ અને રિપોર્ટ આવે ત્યાં સુધી મર્ક્યુરીથી મૃતદેહને રિલીઝ કરવામાં આવશે નહીં.

સામાન્ય ડેડ બોડીને પણ શંકાસ્પદની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે
ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે, તમામ કોરોના શંકાસ્પદના મૃત્યુ બાદ ઈમર્જન્સી વોર્ડમાં જ નાકમાંથી સેમ્પલ લઈને તેને પીસીઆર ટેસ્ટમાં મોકલામાં આવશે. જ્યારે અન્ય સામાન્ય દર્દીઓના મૃત્યુ પછી રિપોર્ટ નેગેટિવ આવે છે ત્યારે તેમની બોડીને કોરોના શંકાસ્પદ લોકો માટે અપનાવવામાં આવેલી સમાન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

ગાઈડલાઈનની 6 મહત્ત્વની બાબતો

ખોટા નેગેટિવ કેસ સામાન્ય છે, તેથી આ પ્રક્રિયા જરૂરી છે
ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે, ખોટા નેગેટિવ કેસ સામાન્ય રીતે જોવામાં આવી રહ્યા છે એટલા માટે એવા દર્દીઓ જે મહામારીની કોઈ હિસ્ટ્રી નથી ધરાવતા તેમની બોડી પણ નવા નિયમો અનુસાર એક નક્કી પ્રક્રિયા બાદ જ જવાબદાર વ્યક્તિને સોંપવામાં આવશે.

પરિવારે પ્લાસ્ટિકની બેગ ખોલ્યા વગર બોડીની ઓળખ કરશે
ડેડ બોડીની પાસે પરિવારના બે કરતા વધુ સભ્યો નહીં રહી શકે, આ દરમિયાન તેમને મૃત શરીરથી 1 મીટરનું અંતર રાખવું પડશે. પ્લાસ્ટિકની બેગ ખોલ્યા વગર તેમને જોઈને બોડીની ઓળખ કરવાની રહેશે. 

અગ્નિ સંસ્કારના સમયે 5 થી વધુ સંબંધીઓ હાજર નહીં રહી શકે
ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે મોનિટરિંગ એજન્સી સાથે જોડાયેલા લોકો અગ્નિ સંસ્કારના સમયે હાજર રહેશે. આ દરમિયાન મૃતકના 5થી વધુ સંબંધીઓને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 

દફન કર્યા પછી ઉપરનો ભાગ સિમેન્ટથી ચણવામાં આવશે
જો બોડીને દફનાવવામાં આવી રહી છે તો પ્રક્રિયા પૂરી થયા બાદ ઉપરનો ભાગ સિમેન્ટથી પેક કરવામાં આવશે. કબર 6થી 8 ફૂટ ખોદવામાં આવશે. શક્ય હોય ત્યાં સુધી, મૃતદેહના અંતિમ સંસ્કારની પ્રક્રિયા ઇલેક્ટ્રિક સ્મશાનમાં પૂર્ણ કરવામાં આવશે. 

તેના પર પ્રતિબંધ રહેશે
એવા ધર્મ જ્યાં મૃત્યુ બાદ બોડીને સ્નાન કરાવવામાં આવે છે, ચુંબન અને ગળે લગાવાની પરંપરા છે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અગ્નિ સંસ્કાર બાદ શરીરીની રાખ રાખવાની પરવાનગી છે કેમ કે તેનાથી કોઈને જોખમ નથી. 

દર્દીના કપડાં અને વસ્તુઓને ડિસ્પોઝ કરવી જરૂરી 
કોવિડ-19ના દર્દીઓની એટોપ્સી અથવા બોડી સોંપતા સમયે તેમાંથી કોઈ પ્રવાહી પદાર્થ અથવા કોઈ ભાગ બહાર દેખાય છે તો તેને તરત જ ધોઈ નાખવામાં આવશે. તેમજ 70 ટકા આલ્કોહોલ યુક્ત ડિસઈન્ફેક્ટેન્ટથી સાફ કરવામાં આવશે. દર્દીના કપડાં અને બીજી વસ્તુઓનો નિકાલ કરવામાં આવશે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી