તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Coronavirus
  • The Robot Was Built For The Corona Test In Denmark, The World's First Automatic Robot; Will Test The Swab Manually

કોરોનાથી બચાવ:ડેનમાર્કમાં કોરોનાના ટેસ્ટ માટે રોબોટ બનાવવામાં આવ્યો, તે દુનિયાનો પહેલો ઓટોમેટિક રોબોટ ; જાતે જ સ્વેબ ટેસ્ટ કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોબોટને યુનિવર્સિટી ઓફ સધર્ન ડેનમાર્કની ટીમના 10 લોકોએ બનાવ્યો
  • તેનો ઉપયોગ સામાન્ય ફ્લૂ પરીક્ષણ માટે પણ થઈ શકે છે

સમગ્ર દુનિયામાં 59 લાખ લોકો કોરોનાવાઈરસની ઝપેટમાં આવી ચૂક્યા છે, જ્યારે સાડા ત્રણ લાખા લોકોએ જીવ ગુમાવ્યો છે. આવી સ્થિતિમાં, ડેનમાર્કના વૈજ્ઞાનિકોએ એક રોબોટ બનાવ્યો છે, જે ટેસ્ટ માટે સ્વેબ લઈને તેને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. તેનો ફાયદો એ છે કે, તેનાથી સેમ્પલ લેનાર સ્વાસ્થ્ય કર્મચારીઓને સંક્રમણથી બચાવી શકાશે. રોબોટને યુનિવર્સિટી ઓફ સધર્ન ડેનમાર્કે બનાવ્યો છે. તે કોરોના ટેસ્ટ માટે દુનિયાનો પહેલો ઓટોમેટિક રોબોટ છે. 

તેને બનાવનાર પ્રોફેસર થિયુસિયુસ રજીત સવારીમુથુના જણાવ્યા પ્રમાણે, સૌથી પહેલા અમારો ટેસ્ટ કર્યો. આશ્ચર્યજનક હતું કે રોબોટે સરળતાથી ગળામાં તે જગ્યાએ સ્વેબ પહોંચાડે છે જ્યાં તેને પહોંચાડવાનો હોય છે. આ મોટી સફળતા છે. તેઓ લગભગ એક મહિનાથી 10 લોકોની ટીમ સાથે રોબોટ બનાવવાના કામમાં જોડાયા હતા. સેમ્પલ લેતી વખતે સ્વાસ્થય કર્મચારીઓને હવે PPE કીટ પહેરવાની જરૂર નથી. તેને ફરીથી ઉપયોગ કરી શકાતો નથી, એટલા માટે સ્વાસ્થ્ય કર્મચારીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે, ઓછામાં ઓછા 8-9 કલાક સુધી તેને પહેરી રાખે. આવી સ્થિતિમાં રોબોટથી મદદ મળશે.  

જૂનથી શરૂ થઈ શકે છે, 3D પ્રિન્ટરથી બનાવવામાં આવેલ આ રોબોટનો ઉપયોગ
દર્દી આ રોબોટની સામે બેસીને મોં ખોલી શકે છે અને રોબોટ તેમના મોંમાં સ્વેબ નાખે છે. ત્યારબાદ સેમ્પલ લઈને રોબોટ તેને સ્વેબને ટેસ્ટ ટ્યુબમાં પેક કરે છે. સ્વેબ ટેસ્ટ સૌથી સચોટ છે, પણ તેમાં સેમ્પલ લેનાર વ્યક્તિને પણ ચેપ લાગવાનું જોખમ રહે છે. રોબોટના કારણે આ જોખમ રહેશે નહીં. 3D પ્રિન્ટરથી બનેલા રોબોટનો ઉપયોગ જૂનથી શરૂ થઈ શકે છે. 

અન્ય સમાચારો પણ છે...