• Gujarati News
  • Coronavirus
  • The Robot Came To The Hospital To Relieve The Stress And Loneliness Of The Corona Victims, It Talks To The Patients And Tells The Doctor About Their Problem.

રોબોટ બન્યો દર્દીઓનો મિત્ર:હોસ્પિટલમાં કોરોના પીડિતોનો તણાવ અને એકલતા દૂર કરવા રોબોટ આવ્યો, તે દર્દીઓ સાથે વાત કરે છે અને તેમની તકલીફ ડોક્ટરને જણાવે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેક્સિકોની હોસ્પિટલમાં લા-લુચી રોબોટિના નામનો રોબોટ લાવવામાં આવ્યો છે, તે તેના વ્હીલ દ્વારા કોરોનાના દર્દીઓ જોડે જઇને વાત કરે છે
  • રોબોટમાં લાગેલા કેમેરા અને ડિસ્પ્લે સ્ક્રીનથી ડોક્ટર્સ દર્દીની તબિયત વિશે જાણે છે

કોરોનાથી પીડિત દર્દીઓ જો એકવાર હોસ્પિટલમાં દાખલ થાય પછી ડિસ્ચાર્જ સુધી તેમને પરિવારજનોને મળવાની મંજૂરી આપવામાં નથી આવતી. આવી સ્થિતિમાં તેઓ એકલતા અનુભવે છે અને શારીરિક પરિસ્થિતિને જોઇને તણાવમાં આવી જાય છે. તેઓ વાઇરસ સામે લડવાની સાથે સ્ટ્રેસ સામે પણ લડી રહ્યા છે. દર્દીઓની આ જ કફોડી પરિસ્થિતિ જોઇને તેમની સાથે કોઈ વાત કરી શકે એ હેતુથી મેક્સિકોની એક હોસ્પિટલમાં દર્દીઓની એકલતાને દૂર કરવા માટે એક રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. તે ટર્ન બાય ટર્ન દર્દીઓ પાસે જાય છે અને તેમની સાથે વાત કરીને તેમનો તણાવ દૂર કરવાનો પ્રયાસ કરે છે.

રોબોટની મદદથી ડોક્ટર્સ દર્દીઓ સાથે પણ વાતચીત કરે છે
રોબોટનું નામ લા-લુચી રોબોટિના રાખવામાં આવ્યું છે. તેની લંબાઈ 6.6 ફુટ છે. તેનામાં વ્હીલ લગાવવામાં આવ્યા છે, જેની મદદથી તે કોરોનાના દર્દીઓ પાસે જાય છે. તેમાં કેમેરા અને ડિસ્પ્લે સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. જેની મદદથી ડોક્ટર્સ દર્દી સાથે વાત કરે છે.

રોબોટથી ચેપ ફેલાવાનું જોખમ નહીં
20 નવેમ્બરે આ રોબોટ નેશનલ મેડિકલ સેન્ટરમાં મૂકવામાં આવ્યો છે. હોસ્પિટલના ન્યુરોસિકોલોજિસ્ટ લ્યુસિયા લેડેસ્માના જણાવ્યા અનુસાર, આ રોબોટની મદદથી દર્દી તેની જોડે કોઈ વ્યક્તિ વાતચીત કરતી હોવાનો અનુભવ કરે છે. આ રોબોટની ખાસ વાત એ છે કે, તે કોવિડ-19 ઝોનમાં કોઈપણ ડ્રોપલેટ ઇન્ફેક્શન વગર ફરી શકે છે.

ખાસ પ્રકારના અવાજથી તણાવ ઘટાડે છે
રોબોટ એક ખાસ પ્રકારનું સંગીત વગાડે છે, જે મનને શાંત કરે છે. હોસ્પિટલના એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ રોબોટ દર્દીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે. આ સિવાય, તે હોસ્પિટલના સ્ટાફને પણ તણાવમુક્ત રાખવા પ્રયાસ કરે છે.

રોબોટ કમ્પ્યુટર વિઝન અને સેન્સરથી સજ્જ છે
રોબોટમાં કમ્પ્યુટર વિઝન અને સેન્સર આપવામાં આવ્યું છે. જેથી તે લોકોને ઓળખે અને ચાલતી વખતે તેમની સાથે ટકરાઈ ન જાય. જો ડોકટર્સ હોસ્પિટલના સ્ટાફ પાસેથી કોઈ માહિતી લેવા માગતા હોય તો રોબોટની મદદથી તેમને કનેક્ટ કરી શકાય છે.