તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Coronavirus
  • The Portable Ultrasound Scanner Can Now Detect The Lung Damage Of Corona Sufferers In A Matter Of Minutes.

ઈનોવેશન:હવે પોર્ટેબલ અલ્ટ્રાસાઉન્ડ સ્કેનરથી કોરોના પીડિતોના ફેફસાંનાં નુક્સાનને ગણતરીની મિનિટોમાં જાણી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેનેડાની બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીએ કોરોનાથી સંક્રમિત લોકોમાં થયેલાં ફેફસાંનું નુક્સાન જોવા માટે સ્કેનર તૈયાર કર્યું
  • આ પોર્ટેબલ સ્કેનરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને ઓનલાઈન ફેફસાંની લાઈબ્રેરી સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે
  • સંશોધકોનો દાવો- લેબ કરતાં ઝડપી અને સચોટ પરિણામ

કેનેડાની બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીએ કોરોનાથી સંક્રમિત લોકોમાં થયેલાં ફેફસાંનું નુક્સાન જોવા માટે એક પોર્ટેબલ અલ્ટ્રાસાઉન્ડ સ્કેનર બનાવ્યું છે. આ સ્કેનરથી કોરોનાથી પીડિત લોકોની સારવારમાં સરળતા રહેશે. આ સ્કેનરને ઈન્સ્ટોલ્ડ કરવા માટે કોઈ લેબ ઈક્વિપમેન્ટની જરૂર રહેતી નથી. તેને સરળતાથી ઓપરેટ કરી શકાય છે. સ્કેનર તૈયાર કરનાર અમેરિકાના સંશોધકોના જણાવ્યા અનુસાર, આ સ્કેનરથી લેબના ટેસ્ટ કરતાં ઝડપી પરિણામ મળે છે.

સ્કેનરમાં AIનો ઉપયોગ

આ પોર્ટેબલ સ્કેનરમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને ઓનલાઈન ફેફસાંની લાઈબ્રેરી સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. આ સ્કેનર કોરોના સંક્રમિતો પર લગાવી તેમનાં ફેફસાંને કેટલું નુક્સાન પહોંચ્યું તે જાણી શકાય છે.

લેબ કરતાં ઝડપી અને સચોટ પરિણામ

સંશોધકોના જણાવ્યા અનુસાર, આ સ્કેનર ફેફસાંમાં કેટલી ઝડપે નુક્સાન થઈ રહ્યું છે તે જણાવે છે. તેનો ઉપયોગ કરવો સરળ છે. ઓછા અનુભવ ધરાવતા ડોક્ટર્સ પણ તેનો ઉપયોગ કરી શકે છે. જલ્દી ટીમ દ્વારા કેનેડાની પ્રથમ અલ્ટ્રાસાઉન્ડ લાઈબ્રેરી બનાવવામાં આવશે, જે ફેફસાંઓની બીમારીઓથી જોડાયેલી હશે.

ગ્રામીણ ક્ષેત્રમાં 50 સ્કેનર વહેંચવામાં આવ્યાં

સંશોધકોના જણાવ્યા અનુસાર, કેનેડાના વેંકૂવર શહેરમાં સ્કેનરને લઈ વધારે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. હાલ ગ્રામીણ ક્ષેત્રના ફેમિલી ડોક્ટર્સ અને મેડિકલ યુનિટને 50 સ્કેનર આપવામાં આવ્યા છે. તેથી તેઓ વધુ સારી રીતે કોરોના પીડિતોની સારવાર કરી શકે. આ સિવાય વેંકૂવર કોસ્ટર હેલ્થ એજન્સી શહેરમાં 30 સ્કેનર આપશે.

સ્કેનર બનાવનાર ટીમ

આ અલ્ટ્રાસાઉન્ડ સ્કેનર બનાવનાર ટીમમાં સેન્ટ પોલ હોસ્પિટલના ઇમર્જન્સી ફિઝિશિયન ડો. ઓરોન ફ્રેંકેલ, બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીના નિષ્ણાત ડો. ટેરેસા સેંગ, વેંકૂવર જનરલ હોસ્પિટલના કાર્ડિયાલોજિસ્ટ ડો. પુંરેંગ એબોલમૈસુમી અને મિકેનિકલ એન્જિનિઅરિંગના પ્રોફેસર રોબર્ટ રોલિંગ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...