• Home
  • Coronavirus
  • The new form of corona is blocking the body's genes that alert the immune system to stop the virus from growing

અપડેટ / કોરોનાનું નવું રૂપ, તે શરીરના એવા જીન્સને બ્લક કરી રહ્યો છે જે વાઇરસને વધતો અટકાવી ઇમ્યૂન સિસ્ટમને અલર્ટ કરે છે

The new form of corona is blocking the body's genes that alert the immune system to stop the virus from growing
X
The new form of corona is blocking the body's genes that alert the immune system to stop the virus from growing

  • ન્યૂ યોર્કના ઇકાન સ્કૂલ ઓફ મેડિસિનના વાઇરસ નિષ્ણાતોએ તેમના રિસ્ર્ચમાં આ દાવો કર્યો
  • સંશોધકોના જણાવ્યાનુસાર, ચેપ લાગ્યા પછી જીનનો રિસ્પોન્સ બહુ ધીમો થઈ જાય છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 08:55 AM IST

ન્યૂ યોર્ક. કોરોના વાઇરસ હવે ચેપથી સુરક્ષિત જીન્સને બ્લોક કરી રહ્યો છે. આ દાવો ન્યુ યોર્કમાં આઇકન સ્કૂલ ઓફ મેડિસિનના વાઇરસ નિષ્ણાતો દ્વારા રિસર્ચમાં કરવામાં આવ્યો છે. સંશોધકોનું કહેવું છે કે, કોરોના એવા જીન્સ પર ભારે પડી રહ્યો છે જે વાઇરસને શરીરમાં વધતી જતી સંખ્યા અટકાવે છે અને ઇમ્યૂન સિસ્ટમને અલર્ટ કરે છે. આવું કરવાથી વાઇરસ ઝડપથી માણસના શરીરમાં તેની સંખ્યા વધારે છે અને ઘણા અંગો સુધી પહોંચી જાય છે.

બે જીનનો સમૂહ ચેપ અટકાવે છે

સંશોધકોના જણાવ્યા મુજબ, માનવ શરીરમાં બે જીનનું એક જૂથ હોય છે. એક જીન વાઇરસની સંખ્યામાં વધારો કરતા અટકાવે છે અને બીજું ઇમ્યૂન સિસ્ટમને અલર્ટ કરીને વાઇરસને મારવાનો સંદેશ આપે છે. એકવાર કોરોના શરીરમાં પ્રવેશ્યા પછી આ જીનને  જ પકડી લે છે.

સંશોધકોએ જીનનું નામ કોલ ટુ આર્મ આપ્યું

સંશોધકોએ જનીનોના એ સેટનું નામ કોલ ટુ આર્મ નામ આપ્યું છે. સેલ જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, આને સમજવા માટે માનવ ફેફસાંના કોષો અને ચેપગ્રસ્ત પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં ચેપથી બચાવનારા જીનનો રિસ્પોન્સ બહુ ધીમો હતો.

એકસમયે વાઇરસ બેકાબૂ બની જાય છે

સંશોધકોનું કહેવું છે કે, જે લોકો ચેપગ્રસ્ત થાય છે તેમનામાં કોરોના ફેફસાં સુધી પહોંચીને પોતાની સંખ્યા વધારવાનું શરૂ કરે છે. અહીંથી ચેપ એટલી ઝડપથી પ્રગતિ કરે છે કે ઇમ્યૂ સિસ્ટમના વિવિધ પ્રકારનાં કોષો (ન્યુટ્રોફિલ્સ, મેક્રોફેજ્સ, લિમ્ફોસાઇટ્સ) જ્યાં સુધી પોતાનું કાર્ય કરવા જાય એ પહેલાં તો આ વાઇરસ બેકાબૂ બની જાય છે.

રોગપ્રતિકારક શક્તિ શરીરની વિરુદ્ધ થઈ જાય છે

સંશોધક અને વાઇરસ નિષ્ણાત ડો. બેન્જામિન ટેનોવર કહે છે કે, ઘણીવાર ચેપ બહુ વધઈ જાય તો ઇમ્યૂન સિસ્ટમ શરીરની વિરુદ્ધ કામ કરવા લાગે છે. તેને સાઇટોકાઇનિન સ્ટોર્મ કહેવાય છે. કોરોના વાઇરસ જે રીતે તેની અસર બતાવી રહ્યું છે, મેં છેલ્લા 20 વર્ષોમાં આ જેવું કશું જોયું નથી.

દવાથી ઇમ્યૂન સિસ્ટમ સુધારી શકાય છે

એવા દર્દીઓ જે વેન્ટિલેટર પર છે એ ત્યારે જ આ સ્થિતિમાં પહોંચે છે જ્યારે સ્થિતિ બહુ નબળી થઈ ગઈ હોય છે. આવી સ્થિતિમાં એવી સારવારની જરૂર છે જે વાઇરસ કન્ટ્રોલ કરો. તેને ઇન્ટરક્યુલિન-6 અને ઇન્ટરક્યુલિન-1 ઇનહિબિટર જેવા ડ્રગ આપવામાં આવી શકે છે. આ ઇમ્યૂન સિસ્ટમ સુધારવાનું કામ કરશે જેથી, સોજો અને ચેપ અટકાવી શકાય.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી