તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભારતમાં પહેલી કોરોનાની વેક્સીન તૈયાર:કોવેક્સીનને ડ્રગ કંટ્રોલરે મંજૂરી આપી, હૈદરાબાદની કંપની ભારત બાયોટેક હ્યુમન ટ્રાયલ શરૂ કરવા માટે તૈયાર

હૈદરાબાદ3 મહિનો પહેલા
  • ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિંલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ સાથે મળીને ‘કોવેક્સીન’ બનાવી
  • પ્રી-ક્લિનિકલ ટ્રાયલમાં સફળ થયા બાદ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની તરફથી માણસો પર ટ્રાયલ માટે મંજૂરી મળી

દેશમાં કોરોનાની પહેલી વેક્સીન 'કોવેક્સીન'ને હૈદરબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક તૈયાર કરી છે. તેને ઈન્ડિયન કાઉન્સિંલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)અને પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ સાથે મળીને બનાવી છે. ‘કોવેક્સીન’નું ટ્રાયલ માણસો પર કરવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની તરફથી પરવાનગી મળી મળી ગઈ છે. પ્રી-ક્લિનિકલ ટ્રાયલ સફળ થયા બાદ વેક્સીનને મંજૂરી મળી છે. દેશમાં માણસો પર તેનું ટ્રાયલ જુલાઈમાં શરૂ થશે. 

હૈદરાબાદની જીનોમ વેલીમાં તૈયાર કરવામાં આવી વેક્સીન
ફાર્મા કંપની ભારત બાયોટેક દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, વેક્સીનને હૈદરાબાદની જીનોમ વેલીમાં બીએસએલ-3 (બાયો-સેફ્ટી લેવલ 3) હાઈ કન્ટેનમેન્ટ ફેસિલિટીમાં વિકસિત કરવામાં આવી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO), સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પહેલા અને બીજા તબક્કામાં હ્યુમન ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. 

વેક્સીનની જાહેરાત કરવી ગૌરવની વાત છે
કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડો.કૃષ્ણા એલ્લાના જણાવ્યા પ્રમાણે, અમને કોરોનાની વેક્સીન વિશે જાહેરાત કરવામાં ગર્વ છે. તે દેશમાં તૈયાર થનારી કોરોનાની પહેલી વેક્સીન છે. જેને ICMR અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. 

ડો. કૃષ્ણા એલ્લાના જણાવ્યા પ્રમાણે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના સપોર્ટ અને માર્ગદર્શનને કારણે આ પ્રોજેક્ટને મંજૂરી મળી. અમારું રિસર્ચ અને દવા તૈયાર કરનારી ટીમ થાક્યા વગર સતત કામ કરી રહી છે. તેને તૈયાર કરવા માટે દરેક જરૂરી ટેક્નિકની મદદ લેવામાં આવી રહી છે. 

5 અન્ય ભારતીય કંપનીઓ પણ વેક્સીન તૈયાર કરી રહી છે
કંપનીની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, પ્રી-ક્લિનિકલ ટ્રાયલમાં વેક્સીનના પરિણામ સારા રહ્યા છે. તે એકદમ સલામત છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. ભારત બાયોટેક ઉપરાંત દેશની પાંચ અન્ય ભારતીય ફાર્મા કંપનીઓ વેક્સીન તૈયાર કરવાનું કામ કરી રહી છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો