તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધ લાન્સેટ માઈક્રોબમાં પ્રકાશિત કોરોનાવાઈરસ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, વાઈરસના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના ફેફસાં અને કિડની પર ઈજાના નિશાન હતા. ઈંગ્લેન્ડમાં કોવિડ-19 દર્દીઓ પર પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન ઈમ્પીરીયલ કોલેજ લંડન અને ઈમ્પીરીયલ કોલેજ હેલ્થકેર એનએચએસ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. રિસર્ચમાં તપાસ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા ઓછી હતી પરંતુ તેને ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી કોવિડ-19 દર્દીઓના પોસ્ટપોર્ટમ એક્ઝામિનેશનનું સૌથી મોટું રિસર્ચ માનવામાં આવી રહી છે. રિસર્ચમાં 10 એક્ઝામિનેશન કરવામાં આવ્યા હતા.
9 દર્દીઓના અંગો પર લોહીની ગાંઠ જોવા મળી
22થી 97 વર્ષની ઉંમરના દર્દીઓ પર રિસર્ચ થયું
રિસર્ચમાં આ 6 માહિતી સામે આવી
1. તમામ દર્દીઓને ડિફ્યુઝ એલ્વિયોલર ડેમેજ (DAD): DADનો ઉપયોગ વાઈરલ ઈન્ફેક્શનને લીધે ફેફસાંની ઈજાની પેટર્ન સમજવા માટે કરવામાં આવે છે. આ પ્રકારની ઈજા ઓક્સીજન અને કાર્બન ડાયોક્સાઈડ બંને પ્રકારના વાયુની અદલાબદલી તેમજ રક્ત પરિભ્રમણને અસર કરે છે.
2. થ્રોમ્બોસિસ: 10માંથી 9 દર્દીઓનાં સ્વાસ્થ્યનાં અવલોકનમાં જોવા મળ્યું કે, તેમના શરીરના કોઈ એક અંગમાં લોહીની ગાંઠો બની હતી. થ્રોમ્બોસિસ સર્ક્યુલેટ્રી સિસ્ટમમાં લોહીના સામાન્ય ભ્રમણને રોકે છે. તેને લીધે સ્ટ્રોક અને હાર્ટ અટેકનું જોખમ રહે છે. સંશોધકોને 8 દર્દીઓના ફેફસાંમાં, 5 દર્દીઓનાં હૃદય અને 4 દર્દીઓની કિડની પર તેની હાજરી જોવા મળી હતી.
3. રેનલ ટ્યુબ્યુલર: તમામ દર્દીઓમાં રેનલ ટ્યુબ્યુલર ઈજાના નિશાન મળ્યા છે. આ પ્રકારની ઈજા કિડનીની હોય છે, જે કિડની ફેલ અથવા ડેમેજનું કારણ બને છે. કિડની સુધી ધીમી ગતિએ લોહી વહેવાથી આ પ્રકારની ઈજા થાય છે. તે સામાન્ય રીતે હોસ્પિટલમાં અને ICUમાં દાખલ દર્દીઓને અસર કરે છે.
4. ટી લિમ્ફોસાઈટ ડિપ્લીશન (TLD): રિસર્ચ દરમિયાન આ પણ દર્દીઓના લિમ્ફ નોડ્સ અને સ્પ્લીનમાં જોવા મળ્યા હતા. ટી લિમ્ફોસાઈટ (વ્હાઈટ બ્લડ સેલ્સ) ઈમ્યુન સિસ્ટમનો મોટો ભાગ હોય છે. તે સંક્રમણનો નાશ કરવાની ભૂમિકા ભજવે છે. હિમોફેગોસિટોસિસ પણ આ દર્દીઓના સમૂહમાં જોવા મળ્યા હતા. આવું ત્યારે બને છે જ્યાર ઈમ્યુન સિસ્ટમ કોઈ સંક્રમણ વિરુદ્ધ વધારે પ્રતિક્રિયા આપીને પોતાના કોષોનો નાશ કરે છે.
5. પેન્ક્રિએટાઈટિસ: સંશોધકોને રિસર્ચમાં સામેલ દર્દીઓમાંથી 2 દર્દીઓમાં ગંભીર પેન્ક્રિએટાઈટિસના પુરાવા મળ્યા. પેન્ક્રિએટાઈટિસમાં વ્યક્તિના આંતરડાં પર સોજા આવી જાય છે. નસોમાં તરળનાં માધ્યમથી તેની સારવાર થઈ શકે છે. જોકે કેટલાક કેસોમાં તે ગંભીર મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે. તેનાથી ઓર્ગન ફેલ્યોર પણ થઈ શકે છે. કોવિડ-19ના દર્દીઓમાં આ અગાઉ આંતરડાંને નુક્સાન થયું હોય તેવું જોવા મળ્યું નથી. જોકે રિસર્ચમાં પુરવાર થઈ શક્યું નથી કે પેન્ક્રિએટાઈટિસનું કારણ કોરોનાવાઈરસનું સંક્રમણ છે કે કોઈ બીજું.
6. દુર્લભ ફંગલ ઈન્ફેક્શન: સંશોધકોને એક દર્દીમાં મ્યૂકર માઈકોસિસ નામનું દુર્લભ ફંગલ ઈન્ફેક્શન પણ જોવા મળ્યું હતું. આ એક પ્રકારનું સંક્રમણ છે, જે શરીરના અન્ય અંગોને લોહીનાં માધ્યમથી પ્રભાવિત કરે છે. તેને લીધે ફેફસાં, મગજ, કિડની, સ્પ્લીન અને હૃદય સંક્રમિત થઈ શકે છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.