તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • The Coronavirus Is Injuring The Lungs And Kidneys, There Were Blood Clots On The Limbs Of The Deceased; 6 More Important Information Found

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈજ્ઞાનિકોનો નવો દાવો:કોરોનાવાઈરસ ફેફસાં અને કિડનીને ઈજા પહોંચાડી રહ્યો છે, મૃતકોના અંગો પર લોહીની ગાંઠો હતી; 6 વધુ મહત્ત્વની જાણકારી મળી

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડમાં કરવામાં આવેલા આ રિસર્ચમાં 22થી 97 વર્ષની ઉંમરના 10 દર્દીઓના પોસ્ટપોર્ટમનું એક્ઝામિનેશન કરવામાં આવ્યું હતું
  • તમામ દર્દીઓને તાવ આવ્યો હતો અને ઓછામાં ઓછા બે રેસ્પિરેટરી લક્ષણ હતાં, મોટાભાગના લોકોનું ત્રણ સપ્તાહની અંદર મોત થયું

ધ લાન્સેટ માઈક્રોબમાં પ્રકાશિત કોરોનાવાઈરસ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, વાઈરસના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના ફેફસાં અને કિડની પર ઈજાના નિશાન હતા. ઈંગ્લેન્ડમાં કોવિડ-19 દર્દીઓ પર પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન ઈમ્પીરીયલ કોલેજ લંડન અને ઈમ્પીરીયલ કોલેજ હેલ્થકેર એનએચએસ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. રિસર્ચમાં તપાસ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા ઓછી હતી પરંતુ તેને ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી કોવિડ-19 દર્દીઓના પોસ્ટપોર્ટમ એક્ઝામિનેશનનું સૌથી મોટું રિસર્ચ માનવામાં આવી રહી છે. રિસર્ચમાં 10 એક્ઝામિનેશન કરવામાં આવ્યા હતા.

9 દર્દીઓના અંગો પર લોહીની ગાંઠ જોવા મળી

  • રિસર્ચમાં 10 તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 9 દર્દીઓના ઓછામાં ઓછા એક મુખ્ય અંગ (હૃદય, ફેફસાં અને કિડની)માં થ્રોમ્બોસિસ (લોહી ગંઠાવું) જોવા મળ્યાં. જો કે, ટીમ 10માં દર્દીમાં થ્રોમ્બોસિસની તપાસ કરી શકી નહીં. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચથી ક્લિનિશિયન્સને દર્દીની સારવારમાં મદદ મળશે.
  • રિસર્ચના સહ લેખક અને ઇમ્પિરિયલ કોલેજ લંડનમાં હોનોરરી ક્લિનિકલ સિનિયર લેક્ચરર, ઇમ્પિરિયલ કોલેજ હેલ્થકેર એનએચએસ ટ્રસ્યમાં કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ ડોક્ટર માઈકલ ઓસ્બર્નના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19 નવી બીમારી છે અને અમારી પાસે ઓટોપ્સીમાં ટિશ્યૂને એનલાઈન કરવા માટે મર્યાદિત તકો હતી, જેથી અમે દર્દીની બીમારીના કારણને રિસર્ચ માટે વધુ સારી રીતે સમજી શકીએ.
  • તેમના જણાવ્યા પ્રમાણે, દેશમાં આ પ્રકારનું પહેલું રિસર્ચ છે, જે ડોક્ટર્સ અને સંશોધકોની તરફથી પહેલી વખત કરવામાં આવેલી તે થિયરીનું સમર્થન કરે છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, ફેફસાંની ઈજા, થ્રોમ્બોસિસ અને ઈમ્યુન સેલ ઘટવાથી કોવિડ-19ના ગંભીર કેસોની સૌથી મોટી વિશેષતા છે.
  • ડોક્ટર ઓસ્બર્નના જણાવ્યા પ્રમાણે, તપાસ કરવામાં આવી રહેલા દર્દીમાં અમે કિડનીની ઈજા અને આંતરડામાં સોજો જોવા મળ્યો. આ રિસર્ચ બીજા ક્લિનિશિયન્સને દર્દીઓની સારવાર માટેનવી વ્યૂહરચના બનાવવામાં મદદ કરશે."

22થી 97 વર્ષની ઉંમરના દર્દીઓ પર રિસર્ચ થયું

  • સંશોધકોની ટીમે ઇમ્પિરિયલ કોલેજ એનએચએસ ટ્રસ્ટની હોસ્પિટલોમાં માર્ચથી જૂનની વચ્ચે પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન કર્યું. આ રિસર્ચમાં 22થી 97 વર્ષની ઉંમરના 7 પુરુષ અને 4 મહિલાઓ સામેલ હતી. 6 દર્દી BAME બેકગ્રાઉન્ડમાંથી આવ્યા અને 4 સફેદ હતા.
  • દર્દીઓના મૃત્યુ પાછળના સૌથી સામાન્ય કારણ હાઈ બ્લડ પ્રેશર અને ક્રોનિક ઓબસ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીઝ (ફેફસામાં થતી સમસ્યાઓનું જૂથ, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે)હતું. તમામ દર્દીઓને તાવ આવ્યો અને બીમારીની શરૂઆત દરમિયાન ઓછામાં ઓછા બે રેસ્પિરેટરી લક્ષણ જોવા મળ્યા હતાં. જેમ કે, શ્વાસ લેવામાં તકલીફ, ગળું સુકાઈ જવું. મોટાભાગના દર્દીઓના મોત ત્રણ સપ્તાહની અંદર થયા હતા. જો કે, તમામ જૂથોમાં સારવાર અલગ હતી.

રિસર્ચમાં આ 6 માહિતી સામે આવી
1. તમામ દર્દીઓને ડિફ્યુઝ એલ્વિયોલર ડેમેજ (DAD): DADનો ઉપયોગ વાઈરલ ઈન્ફેક્શનને લીધે ફેફસાંની ઈજાની પેટર્ન સમજવા માટે કરવામાં આવે છે. આ પ્રકારની ઈજા ઓક્સીજન અને કાર્બન ડાયોક્સાઈડ બંને પ્રકારના વાયુની અદલાબદલી તેમજ રક્ત પરિભ્રમણને અસર કરે છે.

2. થ્રોમ્બોસિસ: 10માંથી 9 દર્દીઓનાં સ્વાસ્થ્યનાં અવલોકનમાં જોવા મળ્યું કે, તેમના શરીરના કોઈ એક અંગમાં લોહીની ગાંઠો બની હતી. થ્રોમ્બોસિસ સર્ક્યુલેટ્રી સિસ્ટમમાં લોહીના સામાન્ય ભ્રમણને રોકે છે. તેને લીધે સ્ટ્રોક અને હાર્ટ અટેકનું જોખમ રહે છે. સંશોધકોને 8 દર્દીઓના ફેફસાંમાં, 5 દર્દીઓનાં હૃદય અને 4 દર્દીઓની કિડની પર તેની હાજરી જોવા મળી હતી.

3. રેનલ ટ્યુબ્યુલર: તમામ દર્દીઓમાં રેનલ ટ્યુબ્યુલર ઈજાના નિશાન મળ્યા છે. આ પ્રકારની ઈજા કિડનીની હોય છે, જે કિડની ફેલ અથવા ડેમેજનું કારણ બને છે. કિડની સુધી ધીમી ગતિએ લોહી વહેવાથી આ પ્રકારની ઈજા થાય છે. તે સામાન્ય રીતે હોસ્પિટલમાં અને ICUમાં દાખલ દર્દીઓને અસર કરે છે.

4. ટી લિમ્ફોસાઈટ ડિપ્લીશન (TLD): રિસર્ચ દરમિયાન આ પણ દર્દીઓના લિમ્ફ નોડ્સ અને સ્પ્લીનમાં જોવા મળ્યા હતા. ટી લિમ્ફોસાઈટ (વ્હાઈટ બ્લડ સેલ્સ) ઈમ્યુન સિસ્ટમનો મોટો ભાગ હોય છે. તે સંક્રમણનો નાશ કરવાની ભૂમિકા ભજવે છે. હિમોફેગોસિટોસિસ પણ આ દર્દીઓના સમૂહમાં જોવા મળ્યા હતા. આવું ત્યારે બને છે જ્યાર ઈમ્યુન સિસ્ટમ કોઈ સંક્રમણ વિરુદ્ધ વધારે પ્રતિક્રિયા આપીને પોતાના કોષોનો નાશ કરે છે.

5. પેન્ક્રિએટાઈટિસ: સંશોધકોને રિસર્ચમાં સામેલ દર્દીઓમાંથી 2 દર્દીઓમાં ગંભીર પેન્ક્રિએટાઈટિસના પુરાવા મળ્યા. પેન્ક્રિએટાઈટિસમાં વ્યક્તિના આંતરડાં પર સોજા આવી જાય છે. નસોમાં તરળનાં માધ્યમથી તેની સારવાર થઈ શકે છે. જોકે કેટલાક કેસોમાં તે ગંભીર મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે. તેનાથી ઓર્ગન ફેલ્યોર પણ થઈ શકે છે. કોવિડ-19ના દર્દીઓમાં આ અગાઉ આંતરડાંને નુક્સાન થયું હોય તેવું જોવા મળ્યું નથી. જોકે રિસર્ચમાં પુરવાર થઈ શક્યું નથી કે પેન્ક્રિએટાઈટિસનું કારણ કોરોનાવાઈરસનું સંક્રમણ છે કે કોઈ બીજું.

6. દુર્લભ ફંગલ ઈન્ફેક્શન: સંશોધકોને એક દર્દીમાં મ્યૂકર માઈકોસિસ નામનું દુર્લભ ફંગલ ઈન્ફેક્શન પણ જોવા મળ્યું હતું. આ એક પ્રકારનું સંક્રમણ છે, જે શરીરના અન્ય અંગોને લોહીનાં માધ્યમથી પ્રભાવિત કરે છે. તેને લીધે ફેફસાં, મગજ, કિડની, સ્પ્લીન અને હૃદય સંક્રમિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો