• Home
  • Coronavirus
  • coronavirus has been around the world since 2013, but its genome is currently different from the old virus

કોરોનાની ઉત્પત્તિ અંગે કેનેડિયન સંશોધકોનો દાવો / કોરોનાવાઈરસ 2013થી વિશ્વમાં હતો પરંતુ વર્તમાનમાં મહામારી ફેલાવતા તેના જીનોમ જૂના વાઈરસથી અલગ છે

X

  • કેનેડાની કેલગરી યુનિવર્સિટીના સંશોધકોનો દાવો, વાઈરસ તેના હોસ્ટ બદલતા જ ઘાતક થઈ જાય છે
  • સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સમયની સાથે ચામાચીડિયાની ઈમ્યુન સિસ્ટમ મજબૂત થઈ, પરંતુ મનુષ્યમાં હજી આવું નથી થયું

દિવ્ય ભાસ્કર

Jun 27, 2020, 07:29 PM IST

કેનેડિયન સંશોધકોએ કોરોનાની ઉત્પત્તિ અંગે પોતાનું રિસર્ચ બહાર પાડ્યું છે. તેમનું કહેવું છે કે, કોરોનાવાઈરસ 2013થી જ વિશ્વમાં હતો પરંતુ તેના જીનોમ અત્યારના કોરોનાથી અલગ છે. રિસર્ચ કરનારી કેનેડાની કેલગરી યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, 30 ડિસેમ્બર 2019થી લઈને 20 માર્ચ 2020 સુધી કોરોનાવાઈરસના 479 જીનોમ સિક્વન્સનું રિસર્ચ કરવામાં આવ્યું છે. રિસર્ચમાં એ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે સમયની સાથે કોરોના કેટલો બદલાયો અને વર્તમાનમાં મહામારી ફેલાઈ રહેલા વાઈરસથી તેનો શું સંબંધ છે. 

  • રિસર્ચ સાથે જોડાયેલી 5 વાતો

હોસ્ટ બદલવા પર વાઈરસ ઘાતક થઈ જાય છે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, એક નવો વાઈરસ ત્યારે ઘાતક બને છે જ્યારે તે પ્રાણીઓમાંથી મનુષ્યમાં પહોંચે છે. થઈ શકે છે કે જ્યારે તે પ્રાણીઓમાં હોય તો તેમાં હળવા લક્ષણ દેખાતા હોય. એવું પણ થઈ શકે છે કે,વાઈરસ પ્રાણીઓને સંક્રમિત ન કરતો હોય. પરંતુ જ્યારે તે તેના હોસ્ટને બદલે છે ત્યારે તે જોખમી સાબિત થાય છે.

સમયની સાથે ચામાચીડિયાની ઈમ્યુન સિસ્ટમ મજબૂત થઈ 
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ચામાચીડિયાની ઈમ્યુન સિસ્ટમ કોરોનાથી બચવા માટે એટલી મજબૂત થઈ ગઈ છે કે વાઈરસની અસર જ નથી થતી પરંતુ મનુષ્યમાં આવું નથી. મનુષ્યની ઈમ્યુન સિસ્ટમ આ વાઈરસનો સામનો કરવા માટે એટલી મજબૂત નથી, એટલા માટે તેઓ બીમાર થઈ રહ્યા છે. 

96 ટકા જીનોમ બેટ કોરોનાવાઈરસનાં
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસનું ચામાચીડિયા અને પેંગોલિન સાથે કનેક્શન મળી આવ્યું છે. રિસર્ચ દરમિયાન 96 ટકા જીનોમ બેટ કોરોનાવાઈરસ (RaTG13)થી મળતા આવે છે. બેટ કોરોનાનો અર્થ તે કોરોનાવાઈરસ જેનું સંક્રમણ ચામાચીડિયા દ્વારા ફેલાયું છે. તેમજ 90 ટકા જીનોમ પેંગોલિન કોરોનાવાઈરસ (Pangolin-CoV)થી મળતા આવે છે. 

કોરોનાનાં 16 સ્વરૂપ જોવા મળ્યાં 
સંશોધકોએ 479 જીનોમ સિક્વન્સમાં કોરોનાનાં 16 વિવિધ સ્વરૂપ જોયા છે. તેમાં 11 એવા હતા જેનાથી 5 ટકાથી વધારે સંક્રમણ ફેલાયું છે. દરેક વાઈરસમાં વિવિધ સમયમાં બદલાવ આવ્યો છે. 

નવા કોરોનાનાં પૂર્વજોનું કનેક્શન પ્રાણીઓ સાથે
સંશોધકોએ વર્તમાનમાં મહામારી ફેલાવતા કોરોનાવાઈરસના સ્પાઈક પ્રોટીનનું વિશ્લેષણ કરીને તેના પૂર્વજ વાઈરસને સમજવાનો પ્રયાસ કર્યો છે. નવા કોરોનાનાં પૂર્વજ વાઈરસના સિક્વન્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેને N1 નામ આપવામાં આવ્યું છે. રિસર્ચમાં સામે આવ્યું કે, તેના પૂર્વજોનું કનેક્શન પ્રાણીઓ સાથે હતું. તે પ્રાણીઓમાં હાજર હતો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી