તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • T cell Memory Is Increasing As The Body Detects Cold Viruses, So That These Cells Can Also Recognize The Corona.

કોરોનાનાં હળવા લક્ષણો દેખાય છે:શરીરમાં કોલ્ડ વાઈરસને આળખી કાઢતાં T-સેલની મેમરી વધી રહી છે, જેથી આ કોષો પણ કોરોનાને ઓળખી શકે

એક મહિનો પહેલા
  • જર્નલ સાયન્સમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમાણે, કોરોનાનાં કેટલાક દર્દીઓમાં હળવા લક્ષણો દેખાવાનું કારણ T-સેલ
  • સંશોધનકર્તાના જણાવ્યા મુજબ, આવા લોકોમાં આ કોષો ઈમ્યુન સિસ્ટમને સંપૂર્ણ રીતે ટ્રેન્ડ કરી દીધી છે, હવે ઈમ્યુન સિસ્ટમ કોરોનાવાઈરસને ઓળખી શકે છે

શરીરમાં શરદીના કારણે થતું સંક્રમણ કોરોનાવાઈરસને ઓળખવામાં મદદ કરી શકે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, શરીરમાં જોવા મળતા T-સેલ ઈમ્યુન સિસ્ટમની મેમરીને એટલી વધારી શકે છે કે તે કોલ્ડ વાઈરસની જેમ કોરોનાને પણ ઓળખી શકે અને તેનો સામનો કરી શકે. કોરોનાનાં કેટલાક દર્દીઓમાં સંક્રમણના હળવા લક્ષણો જોવા મળે છે તેનું કારણ આ T-સેલ છે.

જર્નલ સાયન્સમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમમાણે, સંક્રમણને અટકાવવા માટે શરીરના T-સેલ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ T-સેલ સામાન્ય રીતે થતા કોલ્ડ વાઈરસનો સામનો કરે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે આ કોષોને લીધે કેટલાક દર્દીઓમાં કોરોનાનાં હળવા લક્ષણો જોવા મળે છે.

આવી રીતે ઓળખવામાં આવી તેમની એક્ટિવિટી
સંશોધનકર્તાના જણાવ્યા પ્રમાણે, રિસર્ચમા સામેલ કેટલાક લોકો એવા પણ હતા જેમને ક્યારેય કોરોનાનું સંક્રમણ નહોતું થયું પરંતુ તેમનામાં T-સેલ મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. આ કોષો કોરોનાવાઈરસ ઉપરાંત ચાર અન્ય પ્રકારના કોમન કોલ્ડ કોરોનાવાઈરસની ઓળખ કરવામાં પણ સક્ષમ છે. શરીરમાં વાઈરસ પ્રવેશ કરવા પર આ કોષો તેને ટ્રેક કરીને તેનો નાશ કરે છે.

એટલા માટે કોરોનાનાં હળવા લક્ષણો દેખાય છે
રિસર્ચ કરનારી અમેરિકાની લો જોલા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્યુનોલોજીના સંશોધનકર્તા ડેનિઅલા વિસકોપના જણાવ્યા પ્રમાણે, અમે સાબિત કર્યું છે કે, કેટલાક લોકોમાં પહેલાથી જ હાજર T-સેલ કોરોનાનો સામનો કરવામા મદદ કરે છે. આ રિસર્ચ તે વાતને સાબિત કરવામા મદદ કરે છે કે, કેટલાક લોકોમા કોરોનાનાં હળવા લક્ષણો કેમ દેખાય છે. આવા લોકોમાં આ કોષો કોરોના સામે લડતા હોય છે અને વાઈરસ પોતાની અસર છોડતો નથી. એટલા માટે લક્ષણ હળવા દેખાય છે.

40થી 60 ટકા દર્દીમાં T-સેલ બન્યા
અન્ય એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, જે લોકોને કોરોનાવાઈરસનું સંક્રમણ ક્યારેય નથી થયું, એવા 40થી 60 ટકા લોકોમાં T-સેલની સંખ્યા વધારે જોવા મળી. આ રિસર્ચ દર્શાવે છે કે, આવા લોકોમાં આ કોષોએ ઈમ્યુન સિસ્ટમને સંપૂર્ણ રીતે ટ્રેન્ડ કરી દીધી છે. આવા લોકોની ઈમ્યુન સિસ્ટમ કોરોનાવાઈરસને ઓળખી શકે છે. નેધરલેન્ડ, જર્મની, સિંગાપોર અને બ્રિટનમા પણ આ વિષય પર વિવિધ રિસર્ચમાં આ જ વાત સામે આવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો