• Home
  • Coronavirus
  • Surfacing reduces corona risk, but requires caution, CDC revises health guidelines

કોરોના ગાઈડલાઈન / સપાટીને અડકવાથી કોરોનાનું જોખમ ઓછું, પણ સાવચેતી જરૂરી, CDCએ હેલ્થ ગાઈડલાઈનમાં સુધારો કર્યો

Surfacing reduces corona risk, but requires caution, CDC revises health guidelines
X
Surfacing reduces corona risk, but requires caution, CDC revises health guidelines

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 03:40 PM IST

અમદાવાદ. કોઈ અજાણી સરફેસ એટલે કે સપાટીને સ્પર્શવાથી કોરોનાવાઈરસનો ચેપ લાગી શકે? વેલ, કોરોના પ્રત્યે સજાગ થયા પછી હવે આપણે દિવસ દરમિયાન જે પણ વસ્તુઓને સ્પર્શ કરીએ છીએ તેના વિશે અત્યંત સાવચેત થઈ ગયા છે, જે સારી વાત છે. પરંતુ અમેરિકાની CDC એટલે કે ‘સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’એ પોતાની ગાઈડલાઈનમાં ફેરફાર કરીને કહ્યું છે કે ‘કોઈ સપાટીને અડકવાથી સહેલાઈથી કોરોના થતો નથી. વળી, તે કોરોના ફેલાવાનો પ્રાઈમરી સોર્સ પણ નથી. છતાં અમે આ વિશે વધુ માહિતી એકત્રિત કરી રહ્યા છીએ.’ આ નવી અપડેટથી આપણે ભલે સાવચેતી ઓછી ન કરીએ, પરંતુ થોડો રાહતનો શ્વાસ તો લઈ જ શકીએ.

કોરોનાવાઈરસ વિશે સોય ઝાટકીને કહી શકાય તેવી હકીકત એ છે કે તે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. ખાસ કરીને કોરોનાથી ગ્રસિત વ્યક્તિની છીંક, ઉધરસ કે બોલતી વખતે નીકળતા ડ્રોપલેટ્સથી ફેલાય છે. તે વ્યક્તિ કોરોનાનાં કોઈલક્ષણ ન ધરાવતી હોય તોય તેની અંદર કોરોનાવાઈરસ હોઈ શકે છે અને એ રીતે તેના ડ્રોપલેટ્સ દ્વારા કોરોનાનો ચેપ ફેલાઈ શકે છે. CDCની નવી ગાઈડલાઈન્સ પ્રમાણે આ સિવાયનાં માધ્યમોથી કોરોનાવાઈરસ એટલી સરળતાથી ફેલાતો નથી.

વાઈરસ કેટલી ‘ટોળકી’માં હોય તો ચેપ લગાડી શકે?
વાઈરસનો ચેપ ફેલાવા માટે કેટલા જથ્થામાં વાઈરસ જોઈએ તે વિશે સંશોધકો હજી સુધી કોઈ નક્કર તારણ પર આવી શક્યા નથી. યાને કે છીંકવા, બોલવા કે ઉધરસ ખાતી વખતે નીકળતા તમામ ડ્રોપલેટ્સ કોરોનાનો ચેપ ફેલાવવા સક્ષમ છે કે પછી અમુક મિનિમમ જથ્થામાં વાઈરસની ડેન્સિટી હોય તો જ સામેની વ્યક્તિ ચેપનો ભોગ બની શકે? આ સવાલોના જવાબો હજી અનુત્તર છે. અમેરિકાની ‘નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસ’ દ્વારા 13 મેના રોજ એક સ્ટડી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું કે વ્યક્તિના બોલવા માત્રથી જ હવામાં હજારો સૂક્ષ્મ ડ્રોપલેટ્સ ફેંકાય છે, જે હવામાં આઠથી 14 મિનિટ સુધી તરતા રહી શકે છે. પરંતુ તે દરેક ડ્રોપલેટ ચેપ ફેલાવી શકે કે કેમ તે વિશે સંશોધન ચાલુ છે.

સપાટી પરથી ચેપ લાગવાનું એટલું સરળ નથી, કારણ કે...
વર્જિનિયા ટેક યુનિવર્સિટીનાં સાયન્ટિસ્ટ ડૉ. લિન્સી માર ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ સાથેની વાતચીતમાં જણાવે છે કે, વ્યક્તિને સપાટી પરથી કોરોનાનો ચેપ લાગે તે માટે ઘણી બધી શક્યતાઓના કોઠા વીંધાવા પડે છે. પહેલાં તો કોરોનાગ્રસ્ત વ્યક્તિના શરીરમાંથી કોઈ સપાટી પર ફેંકાયેલો વાઈરસ અન્ય કોઈ વ્યક્તિને ચેપ લગાડી શકે તેટલા મોટા જથ્થામાં હોવો જોઈએ. ત્યારપછી અન્ય કોઈ વ્યક્તિ એક્ઝેક્ટ તે જ સપાટી પર અડકે ત્યાં સુધી તે વાઈરસ એટલી જ તીવ્રતાથી જીવતો રહી શકવો જોઈએ. અને ધારો કે કોઈ વ્યક્તિ ત્યાં અડકે, અને તે રીતે તે નવી વ્યક્તિના હાથમાં ચોંટે અને તે વ્યક્તિ પોતાના મોં કે આંખોને અડકે ત્યાં સુધી તે ત્વચા પર પણ જીવતો રહેવો જોઈએ. આવા ‘જો’ અને ‘તો’વાળા ઘણા બધા કોઠા વીંધાય તો જ સપાટી મારફતે કોઈ વ્યક્તિ ચેપનો ભોગ બની શકે. 

સપાટી પર આવ્યા પછી કોરોનાનો સતત ક્ષય થતો રહે છે
માર્ચ મહિનામાં ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિન’ દ્વારા થયેલા સ્ટડીએ આખી દુનિયામાં ખાસ્સી ચર્ચા જગાવેલી. આ સ્ટડીએ આંકડા પાડીને કઈ સપાટી પર કોરોનાવાઈરસ કેટલા સમય સુધી જીવતો રહી શકે છે તે જણાવાયેલું. તે પ્રમાણે આદર્શ પરિસ્થિતિમાં નક્કર ધાતુ અને પ્લાસ્ટિક પર ત્રણેક દિવસ સુધી અને કાર્ડબોર્ડ પર ચોવીસ કલાક સુધી કોરોના જીવતો રહી શકે છે. આપણે સૌથી વધુ આ ત્રણ મટિરિયલની બનેલી સપાટીઓને સ્પર્શ કરીએ છીએ. પરંતુ કોરોના આ સપાટીઓ પર જીવતો રહી શકે છે એનો અર્થ એ નથી કે તે સોએ સો ટકા ચેપ ફેલાવવાનો જ છે. તે માટે ઉપર કહ્યા તેમ ઘણાં પરિબળો કામ કરે છે.

2005માં SARS (સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) નામના કોરોનાવાઈરસના અન્ય એક પ્રકાર પર સ્ટડી થયેલો. તેમાં સંશોધકોએ વિવિધ કાપડ અને કાગળ પર કોરોનાવાઈરસના મોટા જથ્થાનો છંટકાવ કરેલો. સંશોધકોએ જોયું કે આ સપાટીઓ પર જમા થયેલો કોરોનાવાઈરસ તેના જથ્થા પ્રમાણે પાંચ મિનિટથી લઈને ત્રણ કલાક કે 24 કલાકની અંદર સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયેલો. વળી, એક વખત સપાટી પર પડ્યા બાદ તેની તીવ્રતામાં ઝડપભેર અને સતત ઘટાડો થતો રહે છે, જે બીજી કોઈ વ્યક્તિને ચેપ લગાડવાનું જોખમ પણ ઘટાડતું રહે છે. 

જોખમ ભલે ઓછું, છતાં સાવચેતી જરૂરી છે
સુપરમાર્કેટ સ્ટોર્સની શોપિંગ કાર્ટ, રૅકમાં રાખેલી વસ્તુઓ, ઑફિસ-ટોઈલેટ વગેરેના દરવાજાનાં હેન્ડલ, સાદા નળ, લિફ્ટનાં બટન, ખુરશીના આર્મરેસ્ટ, બસ-ટ્રેનની સીટો, પાર્કની બેન્ચ વગેરે એવી જગ્યાઓ છે જ્યાં લોકો સતત અડકતા રહે છે. તે સેનિટાઈઝ થતી રહે તે આવકારદાયક છે અને લોકોની કોરોના પ્રત્યેની એન્ક્ઝાયટી ઓછી કરવામાં પણ મદદરૂપ છે. 

પરંતુ આપણા માટે જરૂરી એ છે કે કોઈ અજાણી જગ્યાઓએ સ્પર્શ કર્યો હોય તો રિસ્ક ન લેતાં મોં-નાક કે આંખને અડકવું નહીં અને બને તેટલી ઝડપથી હાથ સાબુથી ઘસીને કે સેનિટાઈઝરથી ધોઈ નાખવા, જેથી વાઈરસનો સંભવિત જમાવડો પણ ટાળી શકાય.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી