કોવિડ-19ની નવી દવા:સન ફાર્માએ કોવિડ-19ની સારવાર માટે ફ્લુગાર્ડ ટેબલેટ લોન્ચ કરી, જેની કિંમત માત્ર 35 રૂપિયા છે; આ અઠવાડિયાથી જ બજારમાં ઉપલબ્ધ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફ્લુગાર્ડ ટેબલેટથી દેશમાં કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવાર કરી શકાશે
  • આ ટેબલેટમાં ફેવિપિરાવિરનો 200mgનો ડોઝ છે, ફેવિપિરાવિરનો ઉપયોગ ઈન્ફલ્યુએન્ઝાની સારવારમાં કરવામાં આવે છે

દિલીપ સંઘવીની દવા કંપની સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીએ મંગળવારે કોવિડ-19ના દર્દીઓ માટે ફ્લુગાર્ડ ટેબલેટ લોન્ચ કરી. એક ટેબલેટની કિંમત 35 રૂપિયા છે. ફ્લુગાર્ડ ટેબલેટથી દેશમાં કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવાર કરી શકાશે. આ ટેબલેટમાં ફેવિપિરાવિરનો 200mgનો ડોઝ છે. ફેવિપિરાવિર એકમાત્ર એવી દવા છે જેને ભારતમાં એન્ટિ-વાઈરલ ટ્રીટમેન્ટ તરીકે કોવિડ-19ની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે.

ફેવિપિરાવિર દવાનું ઉત્પાદન જાપાની કંપની ફુજીફિલ્મ હોલ્ડિંગ કોર્પ દ્વારા મોટાપાયે કરવામાં આવે છે. કંપની તેને એવિગન નામથી માર્કેટમાં વેચે છે, જેનો ઉપયોગ ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે થાય છે.

દવા સસ્તી હોવાને કારણે વધુને વધુ દર્દીઓ સુધી પહોંચી શકશે
સન ફાર્માના સીઈઓ (ઈન્ડિયા બિઝનેસ)કીર્તિ ગાનોરકરના જણાવ્યા પ્રમાણે, દેશમાં જે પ્રકારે કેસ વધી રહ્યા છે એવામાં કોરોનાના દર્દીઓની તાત્કાલિક સારવાર કરવાની જરૂર છે. સ્વાસ્થ્ય કર્મચારીઓને પણ સારવારમાં માટે નવા વિકલ્પો આપવા જોઈએ. એટલે અમે ફ્લુગાર્ડ લોન્ચ કરી રહ્યા છે. દવા સસ્તી હોવાને કારણે વધુને વધુ દર્દીઓની સારવાર કરી શકાશે. દેશમાં મહામારીનો સામનો કરવાનો આ એક પ્રયાસ છે.

આ અઠવાડિયાથી દવા બજારમાં ઉપલબ્ધ થશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, સન ફાર્મા સરકાર અને હેલ્થ વર્કરોની સાથે મળીને ફ્લુગાર્ડ ઉપલબ્ધ કરાવવા માટે સતત કામ કરી રહી છે. આ અઠવાડિયાથી, ફ્લુગાર્ડનો સ્ટોક બજારમાં ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...