તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Coronavirus
  • Now A Strain From India And Britain Has Appeared In The Incarnation Of The Hybrid Corona, Detected In Vietnam

વિયેતનામમાં કોરોનાનો નવો વેરિએન્ટ મળ્યો:તે હવામાં ઝડપથી ફેલાઈ છે; ભારત અને બ્રિટનમાં મળેલા B.1.617 સ્ટ્રેનને મળતો આવે છે

હનોઈ2 મહિનો પહેલા
  • કોરોના વાયરસના 2 સ્ટ્રેનમાંથી સર્જાયેલ હાઈબ્રિડ કોરોના વેરિએન્ટ તમામ કોરોના વાયરસથી વધુ ઝડપે ફેલાય છે

દુનિયાભરમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે અને લાખો લોકો ભોગ બન્યા છે અને મોતને પણ ભેટ્યા છે ત્યારે સમગ્ર દુનિયાની ચિંતામાં વધારો કરે એવા અહેવાલો વિયેતનામથી મળ્યા છે. વિયેતનામમાં કોરોના વાયરસનો એક નવો વેરિએન્ટ મળી આવ્યો છે. અહીં ચિંતાજનક બાબત એ છે કે ભારત અને બ્રિટનમાં મળી આવેલા વાયરસના સ્ટ્રેનનો હાઈબ્રિડ વેરિએન્ટ એટલે કે આ બંને સ્ટ્રેનમાંથી બનેલો આ નવો વાયરસ છે. આ વાયરસ હવામાં ઝડપથી ફેલાઈ છે. તે ભારત અને બ્રિટનમાં મળેલા B.1.617 સ્ટ્રેનને મળતો આવે છે.

નવા હાઈબ્રિડ વેરિએન્ટ અંગે વિયેતનામના આરોગ્ય મંત્રીએ સમર્થન આપ્યું
વિયેતનામના આરોગ્ય મંત્રી ગુયેન ટી. લોંગે શનિવારે કહ્યું હતું કે વિજ્ઞાનીઓએ હાલમાં જ સંક્રમિત જોવા મળેલા કેટલાક દર્દીઓના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કર્યુ હતું. તેમાં આ નવા હાઈબ્રિડ વેરિએન્ટની ભાળ મળી છે.

હાલ વિયેતનામમાં ઝડપભેર કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે.
હાલ વિયેતનામમાં ઝડપભેર કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે.

ઓલરેડી કોરોનાના ચાર સ્ટ્રેન ચિંતાનું કારણ બનેલા છે
લેબોરેટરી રિપોર્ટમાં આ નવા હાઈબ્રિડ વેરિએન્ટ તેના અન્ય વેરિએન્ટની તુલનામાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે એવી આશંકા વ્યક્ત કરાઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ એક યાદી જારી કરી છે, જેમાં દુનિયામાં જોવા મળેલા કોરોના વાયરસના ચાર સ્ટ્રેનને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ની શ્રેણીમાં રખાયા છે. તેમાં બ્રિટન અને ભારતમાં મળી આવેલા વેરિએન્ટની સાથે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાંથી મળી આવેલા બે વેરિએન્ટ પણ સામેલ છે.

કુલ સાત વેરિએન્ટ મળ્યા છે
દક્ષિણ પશ્ચિમી એશિયન દેશમાંથી સાત વેરિએન્ટ અગાઉ મળી આવ્યા છેઃ જેમાં B.1.222, B.1.619, D614G, B.1.1.7 એ યુકેમાંથી મળેલા વેરિએન્ટ મનાય છે અને A.23.1 તથા B.1.617.2 ભારતમાંથી પ્રથમ વેવ વખતે મળેલા વેરિએન્ટસ મનાય છે.

અગાઉ વાયરસ પર કાબુ મેળવનારા વિયેતનામમાં ઝડપથી વધી રહ્યા છે કેસ
ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર વખતે વિયેતનામે સફળતાપૂર્વક કોરોનાને અંકુશમાં લીધો હતો. જો કે આ નવા હાઈબ્રિડ વેરિએન્ટ મળ્યાના અહેવાલો વચ્ચે હાલ વિયેતનામમાં ઝડપભેર કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. એપ્રિલથી અત્યાર સુધીમાં જ વિયેતનામમાં કુલ 6856 રજિસ્ટર્ડ કેસ જોવા મળ્યા. જેમાંથી 47 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

નવો હાઈબ્રિડ વેરિએન્ટ ઝડપથી મ્યુટેટ થઈ રહ્યો છે અને તેના કારણે વિયેતનામાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા હોય એ શક્ય છે.
નવો હાઈબ્રિડ વેરિએન્ટ ઝડપથી મ્યુટેટ થઈ રહ્યો છે અને તેના કારણે વિયેતનામાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા હોય એ શક્ય છે.

વિયેતનામમાં કોરોનાના કેસ વધવામાં હાઈબ્રિડ વેરિએન્ટ કારણ હોઈ શકે
વિયેતનામના આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે હાલ દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ઝડપી વધારો જોવાયો છે. જેનું કારણ આ હાઈબ્રિડ વેરિએન્ટ હોઈ શકે છે. વાસ્તવમાં, લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટ દર્શાવે છે કે નવો હાઈબ્રિડ વેરિએન્ટ ઝડપથી મ્યુટેટ થઈ રહ્યો છે અને તેના કારણે દેશમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા હોય એ શક્ય છે.

બ્રિટનમાં ફરી વધી રહ્યા છે કેસ
ઈંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરીથી વધારો થવા લાગ્યો છે. જેની પાછળ ભારતમાં સૌપ્રથમ મળી આવેલા કોરોના વાયરસના વેરિએન્ટ B.1.617.2ને કારણભૂત માનવામાં આવે છે. નવા કેસોમાં 23 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જેના પ્રતાપે દૈનિક ધોરણે થનારા મોતની સંખ્યામાં 11%નો વધારો જોવા મળ્યો છે.