તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Coronavirus
  • Scientists In Spain Have Isolated Two Special Drugs In 6,466 Drugs That Control The Virus enhancing Enzyme

કોવિડ મૂનશોટ પ્રોગ્રામ:સ્પેનના વૈજ્ઞાનિકોએ 6,466 દવાઓમાં બે ખાસ ડ્રગ્સ અલગ પાડ્યા, આ વાઇરસ વધારતા એન્ઝાઇમને નિયંત્રણમાં રાખે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્પેનની રોવિરા યુનિવર્સિટીના સંશોધકોનો દાવો, કારપ્રોફેન અનેસેલેકોગ્સિબ ડ્રગ ચેપ અટકાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે
  • આ ડ્રગ કોરોનાના એ એન્ઝાઇમને નિયંત્રણમાં રાખશે જેની મદદથી કોરોના શરીરમાં તેની સંખ્યા વધારે છે

કોરોના વાઇરસની રસી શોધવા લગભગ દરેક દેશ પોતપોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. આ વાઇરસને લઇને વિવિધ પદ્ધતિથી રિસર્ચ પણ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસને લઇને સ્પેનના સંશોધકોએ પણ એક રિસર્ચ કર્યું છે. રિસર્ચર્સે 6,466 દવાઓને કમ્પ્યૂટર ટેક્નિકની મદદથી એનાલાઇઝ કરીને એવા બે ડ્રગ્સ શોધી કાઢ્યા છે જે ચેપ લાગ્યા પછી કોરોના સંખ્યા વધારતા અટકાવે છે. આ સ્પેશિયલ રિસર્ચ પ્રોગ્રામને કોવિડ મૂનશોટ નામ આપવામાં આવ્યું છે.

આ દાવો સ્પેનની રોવિરા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે, આ બંને ડ્રગ્સ કોરોનાના એ એન્ઝાઇમને નિયંત્રણમાં રાકશે જેના કારણે વાઇરસ તેની સંખ્યા વધારીને દર્દીને વેન્ટિલેટર સુધી પહોંચાડી દે છે.

બેમાંથી એક દવાનો ઉપયોગ પ્રાણીઓમાં કરવામાં આવે છે

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ મોલીક્યુલર સાયન્સિસમાં પબ્લિશ થયેલા રિસર્ચમાં જણાવ્યાનુસાર, કાર પ્રોફેન અને સેલેકોગ્સિબ એન્ટિ-ઇન્ફ્લેમેટ્રી ડ્રગ છે. તેમાંથી એક ડ્રગનો ઉપયોગ માણસ પર અને બીજા ડ્રગનો ઉપયોગ પ્રાણીઓ માટે કરવામાં આવે છે. સંશોધકોનું માનવું છે કે, આ રિસર્ચના પરિણામ વેક્સીન તૈયાર કરવામાં મદદરૂપ સાબિત થશે.

દવા કેવી રીતે કામ કરે છે?

કોરોનામાં એમ-પ્રો નામનું એક એન્ઝાઇમ હોય છે. આ એન્ઝાઇમ એક પ્રોટીન બનાવે છે જેની મદદથી વાઇરસ શરીરમાં પહોંચીને તેની સંખ્યા વધારે છે. સંશોધકોના જણાવ્યાનુસાર, બંને દવાઓ આ જ એન્ઝાઇમને અટકાવવાનું કામ કરે છે. રિસર્ચમાં આ વાતની પુષ્ટ પણ થઈ છે.

એન્ઝાઇમ પર આ દવા 11% કરતાં પણ વધુ અસરકારક

સંશોધકોની મહેનતથી આ રિસર્ચ પ્રોગ્રામ કોવિડ મૂનશોટ દરમિયાન એ જાણવા મળ્યું કે, દર્દીઓને 50 માઇક્રોમોલર કારપ્રોફેન આપવા પર એમ-પ્રો એન્ઝાઇમમાં 11.90% અને સેલેકોગ્સિબ આપવા પર 4%નો ઘટાડો થાય છે.

એમ-પ્રો એન્ઝાઇમ પર અન્ય દેશો પર રિસર્ચ કરી રહ્યા છે 

કેટલાક દેશોમાં એવો ટ્રાયલ ચાલી રહ્યો છે જેનો લક્ષ્ય આ એમ-પ્રો એન્ઝાઇમને નિયંત્રણમાં લાવવાનો છે. તેના માટે એન્ટિ-રેટ્રોવાઇરલ ડ્રગ લેપિનોવિર અને રિટોનાવિરનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ દવાઓને HIVની સારવાર માટે બનાવવામાં આવી હતી. આ ટ્રાયલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશન પણ મદદ કરી રહ્યું છે.