તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્સાસ યુનિવર્સિટીનું રિસર્ચ:વૈજ્ઞાનિકોએ કોરોનાના તે પ્રોટીનને બ્લોક કરવાની નવી રીત શોધી કાઢી જે શરીરમાં પોતાની સંખ્યા વધારે છે, તેના પ્રોટીન બે રીતે નુકસાન પહોંચાડે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ હેલ્થ સાયન્સના વૈજ્ઞાનિકોનો દાવો, કોરોનાના રેપ્લિકેશન માટે તેના SARS-CoV-2-PLpro એન્ઝાઈમ જવાબદાર
  • કોરોનાના આ એન્ઝાઈમ સંક્રમણ થવા પર ઈમ્યુન સિસ્ટમને અલર્ટ કરીને અટકાવે છે, તેથી દર્દીની સ્થિતિ વધુ બગડે છે

ટૂંક સમયમાં શરીરમાં કોરોનાની સંખ્યા વધતી અટકાવવામાં આવશે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ વાઈરસના રેપ્લિકેશન રોકવા માટે નવી રીત વિકસિત કરી છે. રિસર્ચ કરનાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ હેલ્થ સાયન્સના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કોરોના જે પ્રોટીનની મદદથી સંક્રમણ બાદ શરીરમાં પોતાની સંખ્યા વધારે છે, તે પ્રોટીનને બ્લોક કરવામાં આવશે. આ રીતે વાઈરસ રેપ્લિકેશનને અટકાવવામાં આવશે.

દર્દીની સ્થિતિને ગંભીર બનાને છે કોરોનાના PLpro એન્ઝાઈમ
સંશોધનકોના જણાવ્યા પ્રમાણે, SARS-CoV-2-PLpro એન્ઝાઈમની મદદથી તેની સંખ્યા વધારે છે. અમે બે મોલિક્યુલ વિકસિત કર્યા છે. તે એ એન્ઝાઈમને બ્લોક કરે છે. જર્નલ સાયન્સમાં પબ્લિશ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, કોરોનાનું PLpro એન્ઝાઈમ સંક્રમણની ગંભીરતા વધારે છે.

તેથી દર્દીની સ્થિતિ ગંભીર થઈ જાય છે
યુનિવર્સિટીના એસોસિયેટ પ્રો. શાઉન કે. આલ્સેનના જણાવ્યા પ્રમાણે, કોરોનાના એન્ઝાઈમ બે પ્રકારે મનુષ્ય માટે સમસ્યાઓનું કારણ બને છે. પ્રથમ, આ એન્ઝાઈમ તે પ્રોટીનને રિલીઝ કરે છે, જે કોરોનાને તેની સંખ્યા વધારવામાં મદદ કરે છે. બીજું, તે ઈન્ફેક્શન થવા પર ઈમ્યુન સિસ્ટમને અલર્ટ કરનાર સાઈટોકાઈન અને કોમોકાઈન્સને અટકાવે છે. તેથી દર્દીની સ્થિતિ નાજુક બને છે.

કોરોનાના સ્ટ્રેન બદલાય તો પણ આ રીત અસરકારક છે
પ્રો. શાઉનના જણાવ્યા પ્રમાણે, અમે જે મોલિક્યુલ તૈયાર કર્યા છે, તેને ભવિષ્યમાં પણ વધુ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. જો ભવિષ્યમાં કોરોનાનો બીજો સ્ટ્રેન સામે આવે છે તો મોલિક્યુલમાં ફેરફાર બાદ તેનો ઉપયોગ નવા સ્ટ્રેન પર થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો