તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • Scientists At Northwestern University Create Wireless Device To Detect Symptoms Of Corona Virus In Individuals

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્વેન્શન:નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વાયરલેસ ડિવાઇસ બનાવી, વ્યક્તિમાં કોરોના વાઇરસના લક્ષણોની ઓળખ કરશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉધરસની તીવ્રતા, શ્વાસનો અવાજ, હૃદયના ધબકારા અને શરીરનું તાપમાન વગેરે વિશે જાણકારી આપશે
  • ડિવાઇસ દ્વારા આપવામાં આવેલા ડેટાને સ્માર્ટફોન અથવા ટેબલેટ પર પણ રેકોર્ડ કરી શકાય છે

નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવી ડિવાઇસ બનાવી છે જેને પહેરવાથી વ્યક્તિમાં કોરના વાઇરસના લક્ષણો વિશે જાણકારી મેળવી શકાય છે. આ વાયરલેસ સેન્સર ઉધરસ, તાવ અને શ્વાસની ગતિવિધિ પર દેખરેખ રાખશે. વૈજ્ઞાનિકોને આશા છે કે, આ ડિવાઇસ દ્વારા ડોક્ટર્સને કોવિડ-19ને સારી રીતે સમજવામાં અને તેની સારવાર કરવામાં મદદ મળી શકે છે.

સ્માર્ટફોન અથવા ટેબ્લેટ પર ડેટા રેકોર્ડ થશે

એક નાના બેન્ડેડ જેવી દેખાતી આ ડિવાઇસ તેના નાના સિલિકોન પેચની મદદથી કોરોનાના લક્ષણો વિશે જાણકારી મેળવી શકશે. આ સાથે ડિવાઇસ દ્વારા આપવામાં આવેલા ડેટાને સ્માર્ટફોન અથવા ટેબ્લેટ પર પણ રેકોર્ડ કરી શકાશે. સંપૂર્ણ રીતે બેટરીથી ચાલનારા આ વાઇરલેસ ડિવાઇસ કોઇપણ બ્લુટૂથ ગેજેટ સાથે કનેક્ટ કરી શકાય છે.

ડિવાઇસ સંપૂર્ણ રીતે ડિજિટલ

બાયોએન્જિનિયરિંગ અને નોર્થ વેસ્ટર્નમાં ન્યુરોલોજિકલ સર્જરી પ્રોફેસર જોન રોજર્સે જણાવ્યું કે, રિચાર્જેબલ વાયરલેસ આ ડિવાઇસને ગળા પાસે લગાવવામાં આવશે. ત્યારબાદ તે ઉધરસની તીવ્રતા, શ્વાસના અવાજ, હૃદયના ધબકારા અને શરીરના તાપમાન વગેરે વિશે જાણકારી આપશે. રોજર્સના જણાવ્યાનુસાર, ડિવાઇસ ત્વચાની સપાટી દ્વારા કોરોનાના લક્ષણોની ઓળખ કરશે. આ ડિવાઇસ લગભગ એક સ્ટેથોસ્કોપ જેવી છે. પરંતુ તેનું સંચાલન સંપૂર્ણ રીતે ડિટિટલ અને વાયરલેસ હશે.આ સાથે જ તે સતત ડેટા પણ રેકોર્ડ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો