તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • Russia Claims That Corona Vaccine Was 100% Successful In Clinical Trials; Production Of The Vaccine Could Begin In September

વેક્સીન અપડેટ:રશિયાનો દાવોઃ ક્લિનિકલ ટ્રાયલમાં કોરોનાની વેક્સીન 100% સફળ રહી; વેક્સીનનું ઉત્પાદન સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે

એક મહિનો પહેલા
  • વેક્સીન તૈયાર કરનાર રક્ષા મંત્રાલયનો દાવો- ટ્રાયલ દરમિયાન વોલન્ટિયર્સમાં નેગેટિવ સાઈડ ઈફેક્ટ જોવા નથી મળી, તેમનામાં ઈમ્યુનિટી રિસ્પોન્સ સારો જોવા મળ્યો
  • દેશમાં સપ્ટેમ્બરમાં વેક્સીનનું ઉત્પાદન અને ઓક્ટોબરથી રાષ્ટ્રીય રસીકરણ અભિયાન શરૂ કરવાની પણ યોજના છે

રશિયાએ દાવો કર્યો છે કે, તેને કોરોનાની જે વેક્સીન તૈયાર કરી છે તે ક્લિનિક્લ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. વેક્સીનનું ટ્રાયલ 42 દિવસ પહેલાં મોસ્કોના બુર્ડેંકો મિલિટરી હોસ્પિટલમાં શરૂ થયું હતું. વેક્સીનને રશિયાના રક્ષા મંત્રાલય અને ગેમલી ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીએ મળીને તૈયાર કરી છે.

પરવાનગી મળતાં જ લોકો સુધી પહોંચાડવામાં આવશે
રશિયાના રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, વેક્સીન ટ્રાયલનાં સારાં પરિણામ સામે આવ્યાં છે અને તેમાં સારી ઈમ્યુનિટી વિકસિત થવાના પુરાવા મળ્યા છે. દાવો છે કે, કોઈ વોલન્ટિયર્સમાં નેગેટિવ સાઈડઈફેક્ટ જોવા નથી મળી. લેબ વેક્સીનના અપ્રૂવલની રાહ જોઈ રહી છે. તેને મંજૂરી મળતાં જ લોકો સુધી પહોંચાડવામાં આવશે.

મોટાપાયે વધુ ત્રણ ટ્રાયલ આ મહિનામાં થશે

  • રશિયાની સરકારે દાવો કર્યો છે કે, અમે વેક્સીન તૈયાર કરવામાં બીજા કરતાં આગળ છીએ. આ મહિનામાં મોટાપાયે વધુ ત્રણ ટ્રાયલ કરવામાં આવશે જેથી વેક્સીનની વધુ તપાસ કરી શકાય. દેશમાં સપ્ટેમ્બરથી વેક્સીનનું ઉત્પાદન શરૂ થશે. તેમજ ઓક્ટોબરમાં રાષ્ટ્રીય રસીકરણ અભિયાન શરૂ કરવાની પણ યોજના છે. વેક્સીનનો પહેલો ડોઝ ડોક્ટરો અને ટીચર્સને આપવામાં આવશે.
  • સ્વાસ્થ્ય મંત્રી મિખાયલ મુરાશકોના જણાવ્યા પ્રમાણે, બીજી વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. તેને વેક્ટર સ્ટેટ સેન્ટર ફોર રિસર્ચ ઈન વાયરોલોજીએ તૈયાર કરી છે.

આ વેક્સીન આટલી ઝડપી કેવી રીતે તૈયાર થઈ ગઈ?

  • આ વેક્સીનનું નામ છે Gam-Covid-Vac Lyo અને તેને મોસ્કોમાં રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંકળાયેલી એક સંસ્થા ગેમલી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે બનાવી છે.
  • રશિયાની ઈન્સ્ટિટ્યૂટે જૂનમાં દાવો કર્યો હતો કે વેક્સીન તૈયાર થઈ ગઈ છે. ફેઝ-1 ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેવા પણ સમાચાર સામે આવ્યા હતા કે, રશિયાની દિગ્ગજ હસ્તીઓને આ વેક્સીન આપવામાં આવી રહી છે.
  • રશિયાની વેક્સીનમાં હ્યુમન એડેનોવાઈરસ વેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • આ હ્યુમન એડેનોવાઈરસને Ad5 અને Ad26 નામ આપવામાં આવ્યું છે અને બંનેનું તેમાં કોમ્બિનેશન છે. બંનેને કોરોનાવાઈરસ જીનમાંથી એન્જિનિયર કરવામાં આવી છે.
  • હાલમાં, વિશ્વભરમાં વિકસિત થતી મોટાભાગની વેક્સીન એક વેક્ટર પર નિર્ભર છે, જ્યારે આ બે વેક્ટર પર નિર્ભર છે. દર્દીઓને બીજો બૂસ્ટર શોટ પણ આપવામાં આવશે.
  • રશિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેમને અન્ય રોગો સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલી વેક્સીનને મોડિફાય કરી છે અને તેનાથી તે જલ્દી તૈયાર થઈ શકી છે.
  • અન્ય દેશો અને અન્ય કંપનીઓએ પણ આ પદ્ધતિ અપનાવી રહી છે. મોડર્નાની મર્સ નામની એક સંબંધિત વાઈરસની વેક્સીનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
  • તેનાથી ડેવલપમેન્ટ પ્રક્રિયા ઝડપી થઈ ગઈ છે, પરંતુ યુએસ અને યુરોપીય રેગ્યુલેટરી આ વેક્સીનની સેફ્ટી અને ઈફેક્ટિવનેસ પર દેખરેખ રાખી રહી છે.

રશિયા દ્વારા શું દાવો કરવામાં આવી રહ્યા છે?

  • રશિયાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તાત્યાના ગોલિકોવાના જણાવ્યા પ્રમાણે, આ વેક્સીન ઓગસ્ટમાં રજિસ્ટર થઈ જશે. સપ્ટેમ્બરમાં તેનું માસ-પ્રોડક્શન પણ શરૂ થઈ જશે.
  • અગાઉ, 15 જુલાઈએ રશિયાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ વેક્સીન એડિનોવાઈરસ-બેસ્ડ છે. તેના પ્રારંભિક તબક્કાનું ટ્રાયલ થઈ ગયું છે. અત્યાર સુધીનાં પરિણામ સફળ રહ્યાં છે.
  • જુલાઈના છેલ્લા અઠવાડિયામાં રશિયાના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે, ગેમલીએ વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કર્યું છે. રજિસ્ટ્રેશન માટે પેપર વર્ક કરી રહ્યા છે.
  • CNNના એક રિપોર્ટમાં રશિયાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ભારત, બ્રાઝિલ, સાઉદી અરેબિયા સહિત 20થી વધુ દેશોએ આ વેક્સીનમાં રસ દાખવ્યો છે.
  • અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 12 ઓગસ્ટ ડેડલાઈન છે. રેગ્યુલેટરી જાહેર ઉપયોગ માટે મંજૂરી આપશે. ત્યારબાદ સ્વાસ્થ્ય કર્મચારીઓ પર તેનો ઉપયોગ થશે. શનિવારે રશિયાના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબરમાં માસ વેક્સીનનું કેમ્પેઈન શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં ડોક્ટરો અને ટીચર્સને આપવામાં આવશે.

રશિયાની વેક્સીનથી વિશ્વમાં લોકોને શું સમસ્યા છે?

  • બ્રિટન સહિત યુરોપિયન દેશો અને અમેરિકાના કેટલાક નિષ્ણાતોને રશિયાના ફાસ્ટ-ટ્રેક અપ્રોચથી સમસ્યા છે. તેઓ તેની સલામતી અને અસરકારકતા પર સવાલ કરી રહ્યા છે.
  • ચેપીરોગના અમેરિકન નિષ્ણાત ડો. એન્થની ફોસીએ આશંકા વ્યકત કરી છે કે રશિયા અને ચીનની વેક્સીન અસરકારક અને સલામત નથી. તેની વ્યાપક તપાસ થવી જોઈએ.
  • અમિરાકાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, યુ.એસ. આ વર્ષના અંત સુધીમાં વેક્સીન તૈયાર કરી લેશે અને તેને કોઈ અન્ય દેશ પર નિર્ભર નહીં રહેવું પડે.
  • રશિયાએ વેક્સીનની ઈફેક્ટિવનેસ અને સેફ્ટી વિશે જાણી શકાય તેના માટે ટેસ્ટિંગને લઈને કોઈ સાઈન્ટિફિક ડેટા રજૂ નથી કર્યા.
  • વિવેચકોના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિકો પર ક્રેમલિન (રશિયન સંરક્ષણ મંત્રાલય)નું દબાણ છે. તે રશિયાના ગ્લોબલ સાયન્ટિફિક ફોર્સ તરીકે રજૂ કરવા માગે છે.

ટીકાઓ વિશે રશિયા શું કહે છે?

  • રશિયાના ડેવલપર્સનો પ્લાન હતો કે 3 ઓગસ્ટ સુધી ફેઝ-2 પૂરો થઈ જાય. ફેઝ-3 ટેસ્ટિંગ અને મેડિકલ વર્કર્સને વેક્સીન આપવાનું કામ એક સાથે ચાલે.
  • રશિયાના સૈનિકોને હ્યુમન ટ્રાયલ માટે વોલન્ટિયર બનાવવામાં આવ્યા છે. પ્રોજેક્ટર ડાયરેક્ટર એલેક્ઝાંડર ગિન્સબર્ગના જણાવ્યા પ્રમાણે, તેમણે પણ જાતે જ વેક્સીનનું ટ્રાયલ કર્યું છે.
  • રશિયાના અધિકારીઓનો દાવો છે કે, વેક્સીન બનાવવા માટે ફાસ્ટ-ટ્રેક પ્રોસેસની મંજૂરી લેવામાં આવી છે. વૈશ્વિક મહામારીને અટકાવવા માટે આવું કરવામાં આવ્યું છે.
  • રશિયાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઓગસ્ટના શરૂઆતના સપ્તાહમાં હ્યુમન ટ્રાયલના ડેટાને પીઅર રિવ્યુ અને પબ્લિકેશન માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો