• Home
  • Coronavirus
  • Runny nose, nausea and diarrhea are new symptoms of corona, do not ignore these symptoms and diabetics be more alert.

Q & A / નાક વહેવું, ઊલ્ટી જેવું થવું અને ડાયરિયા એ કોરોનાનાં નવાં લક્ષણો, આ લક્ષણો અવગણો નહીં અને ડાયાબિટીસના દર્દીઓ વધારે અલર્ટ રહો

Runny nose, nausea and diarrhea are new symptoms of corona, do not ignore these symptoms and diabetics be more alert.
X
Runny nose, nausea and diarrhea are new symptoms of corona, do not ignore these symptoms and diabetics be more alert.

  • ડાયાબિટીઝના દર્દીઓ શુગર કન્ટ્રોલમાં રાખે અને જો ઘરનું કોઈ વ્યક્તિ બહારથી આવે તો તેનો સીધો સંપર્ક ટાળો
  • કોરોનાનો ગભરાટને તમારા મગજથી બહાર કાઢી નાખો કારણ કે, તે બીપી, બ્લડ શુગર વધારવાની સાથે ઊંઘ ઓછી કરે છે. જેના કારણે, તમે અસ્વસ્થ અનુભવશો

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 09:09 AM IST

દિલ્હી. લોકોમાં કોરોનાને લઇને જે ગભરાટ ફેલાયો છે તેને અંકુશમાં લાવવાની જરૂર છે કારણ કે, આ ભય બ્લ પ્રેશર અને શુગર વધારવાની સાથે રાતની ઊંઘ ઉડાવી રહ્યો છે. તેનાથી ડરવાને બદલે તેને સમજવાની અને ચેપથી કેવી રીતે બચી શકાય તે જાણવાની જરૂર છે. એમાં પણ ખાસ કરીને ડાયાબિટીઝથી પીડાતા દર્દીઓએ વધારે ધ્યાન રાખવાની જરૂર છે. ભારતીય મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ સેક્રેટરી ડો. નરેન્દ્ર સેનીએ આ વિશે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. કોરોનાથી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો નિષ્ણાતોના પાસેથી જાણો.

1. અમેરિકાની સૌથી મોટી સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલે કોરોનાના નવાં લક્ષણો જણાવ્યા છે એ શું છે?
આ એક નવો રોગ છે. ધીરે ધીરે આપણને તેના વિશે જાણવા મળી રહ્યું છે. પાંચ મહિનામાં અમને નવાં-નવાં લક્ષણો જાણવા મળ્યાંછે. હવે જે નવા લક્ષણો લોકોમાં જોવા મળી રહ્યા છે તે છે વહેતું નાક, ઉબકા-ઊલ્ટી અને ઝાડા. આ નવાં લક્ષણો લોકોમાં જોવા મળ્યાં છે. એકંદરે સામાન્ય લક્ષણો તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને થાક છે. 70 ટકા લોકોમાં આ જ લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ ગળામાં ઇન્ફેક્શન, આંખમાં કન્જક્ટિવાઇસિસ, માથાનો દુખાવો, સ્વાદ અને સુગંધ ન અનુભવવું અને સ્કિન પર રેશિસ વગેરે લક્ષણો પણ જોવા મળ્યાં છે.

2. ડાયાબિટીસથી પીડિત દર્દીઓએ શું ધ્યાન રાખવાની જરૂર છે?
ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે. જો ડાયાબિટીસના દર્દીને કોરોના થઈ ગયો તો ચેપ તેમના શરીરમાં ગંભીર રીતે ફેલાય છે. ડાયાબિટીસથી પીડિત દર્દીઓએ તેમના શુગર લેવલને કન્ટ્રોલમાં રાખવું પડે છે કારણ કે, આ દિવસોમાં શારીરિક પ્રવૃત્તિ પ્રાપ્ત નથી થઈ રહી. જે દર્દીઓ 60 વર્ષથી વધુ ઉંમરના હોય તેમને સૌથી વધુ અલર્ટ રહેવાની જરૂર છે. અન્યથી લગભગ 3 ફૂટનું અંતર રાખો. માસ્ક પહેરો અને હેન્ડ સેનિટાઇઝ કરતા રહો. જો ઘરમાંથી કોઈ વ્યક્તિ બહારથી આવે તો ડાયાબિટીસના દર્દીઓએ તેમની સાથે સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.

3. શરીર જકડાઈ જાય છે, હાથ-પગમાં દુખાવો થાય છે તો શું આ કોરોના તો નથી ને?
ના, જો તમને તાવ ન આવ્યો હોય, છીંક ન આવે અને શ્વાસ લેવામાં તકલીફ ન આવે તો કોરોના વિશે વિચારવાની જરૂર નથી. જો તમે વૃદ્ધ હો તો તમારે તમારું બ્લડ પ્રેશર અને શુગર ચેક કકરાવવું જોઈએ. જો કોઈ સારવાર ચાલી રહી હોય તો ડોક્ટરને મળો. ગભરાવાની જરૂર નથી.

4. કોરોનાને લઇને લોકો ગભરાયેલા છે તેમને શું કહેશો?
તાજેતરમાં કોરોનાના કેટલાક નવાં લક્ષણો બહાર આવ્યા છે, જેના કારણે લોકોને કંઇ પણ થાય તો તેઓ એ જ વિચારે છે કે તેમને કોરોનાનો ચેપ તો નથી લાગ્યો ને. આ વિચારોના કારણે ગભરાટ, ઉદાસી અને ડિપ્રેશન પેદા થાય છે. તેનાથી શુગર અને બ્લડ પ્રેશર વધી શકે છે. જો તમે ગભરાટમાં ઊંઘશો નહીં તો તમે સ્વસ્થ નહીં રહી શકો. એક વાત સમજવાની જરૂર છે કે અત્યાર સુધી જેટલા લોકોને કોરોના થયો તેમાં 60% લોકોને તો દવા આપવાની પણ જરૂર નથી પડી અને તેઓ સ્વસ્થ થઈ ગયા છે.

5. સેનિટાઇઝરનો ઉપયોગ કરવો કેટલો જરૂરી છે?
કોરોના વાઇરસથી બચવા માટે પ્રથમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને ત્રીજો બચાવ હેન્ડ હાઇજીન એટલે કે હાથ સાફ રાખવાનો છે. હાથ સાફ કરવા માટે સેનિટાઇઝર જરૂરી નથી. જો તમે પાણી અને સાબુથી તમારા હાથ ધોશો તો તે શ્રેષ્ઠ છે. જો પાણી ન મળે તો સેનિટાઈઝરનો ઉપયોગ કરો. જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હો ત્યારે સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

6. માસ્કને લઇને હજી પણ ઘણા લોકો મૂંઝવણમાં છે તેમને શું કહેશો?
હવે બધા જાણે છે કે આપણે માસ્ક પહેરવાનું છે અને 80 ટકા લોકો માસ્ક પહેરે છે. પરંતુ તેમાંના મોટાભાગના લોકો માસ્ક પહેરે છે કારણ કે સરકારે કહ્યું છે. તેમનું માસ્ક નાકની નીચે રહે છે. જો નાક અથવા મોં ખુલ્લું રહેશે તો વાઇરસ શરીરમાં પહોંચશે. આવી સ્થિતિમાં વ્યક્તિને લાગશે કે માસ્ક પહેર્યું હોવા છતાં પણ ચેપ કેવી રીતે લાગી ગયો. માસ્કને યોગ્ય રીતે પહેરવું જરૂરી છે. જો કોઈએ માસ્ક ખોટી રીતે પહેર્યું હોય તો તેને પણ કહો. દરરોજ માસ્ક બદલો. જો કપડાંનું હોય તો તેને ધોઈને પહેરો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી