તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Coronavirus
  • Risk Of Corona Infection From Toilet Seat, Chinese Researchers Say Flush Only By Closing Toilet Cover After Going To Bathroom

રિસર્ચ:ટોઇલેટ સીટથી કોરોનાનું ચેપ લાગવાનું જોખમ, ચીની સંશોધકોએ કહ્યું કે બાથરૂમ ગયા પછી ટોઇલેટ કવર બંધ કરીને જ ફ્લશ કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચીનની યેંગઝાઉ યુનિવર્સિટીના રિસર્ચર્સનું કહેવું છે કે ફ્લશ કરવાથી કોરોનાના કણ હવામાં જાય છે, જે ચેપનું કારણ બની શકે છે
  • સંશોધકોના જણાવ્યાનુસાર, ડબલ વોલ્વવાળા ટોઇલેટમાં હવા અને પાણીની મૂવમેન્ટ વધારે હોય છે તેથી વધારે સાચવવાની જરૂર

કોરોના વાઇરસને લઇને દરરોજ નવા રિસર્ચ થઈ રહ્યા છે, જેમાંથી નવી-નવી જાણકારી સામે આવી રહી છે. ચીનના રિસર્ચર્સે તાજેતરમાં એક રિસર્ચ કર્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે ટોઇલેટ સીટ અને ટોઇલેટ ગયા બાદ ફ્લશ કરવાને કારણે પણ કોરોનાનો ચેપ લાગવાનું જોખમ રહેલું છે. તેથી સંશોધકોએ લોકોને સલાહ આપી છે કે, યૂરિન રિલીઝ કર્યા બાદ ફ્લશ કરતા પહેલાં ટોઇલેટ સીટ ઢાંકી દો. જેથી, કોરોના ફેલાવાનું જોખમ ઓછું રહે. કોરોના પાચનતંત્રમાં પણ પોતાને જીવિત રાખી શકે છે અને મળ દ્વારા તે ફેલાઈ શકે છે. રિસર્ચ કરનારી ચીનની યેંગઝાઉ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, ટોઇલેટને ફ્લશ કરવા પર કોરોનાના કણ હવામાં જઈ શકે છે અને ચેપ ફેલાવી શકે છે.

ઘરમાં વધારે મેમ્બર્સ હોય તો વધુ અલર્ટ રહેવાની જરૂર
સંશોધક જી-શિયાંગ વેન્ગના જણાવ્યાનુસાર, ટોઇલેટનો જેટલો વધારે ઉપયોગ કરવામાં આવે ત્યાં જોખમ પણ એટલું જ વધારે હોય છે. ટોઇલેટ ફ્લશ કરવા દરમિયાન પાણી અને હવા મળીને એકમૂવમેન્ટ પેદા કરે ચે, જેના કારણે બેક્ટેરિયા અને વાઇરસ ફેલાય છે. ખાસ કરીને એવા ઘરમાં કે જ્યાં પરિવારના સભ્યોની સંખ્યા વધારે હોય તેમણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે ટોઇલેટ સીટ કવર બંધ કરીને જ ફ્લશ કરવું.

રિસર્ચ કમ્પ્યૂટર મોડેલથી સમજાવ્યું
ફિઝિક્સ ઓફ ફ્લુડ જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યાનુસાર, ટોઇલેટ સીટને ફ્લશ કરવા પર શું થાય છે એ વાત સંશોધકોએ એક કમ્પ્યૂટર મોડેલથી સમજાવી. બે પ્રકારના ટોઇલેટ પર રિસર્ચ થયપં. પહેલું ટોઇલેટ સિંગલ ફિલ વાલ્વવાળું હતું અને બીજું ડબલ વાલ્વવાળું હતું, જે પાણીને વધારે ફ્લો સાથે કાઢતું હતું.

3 ફૂટ ઉપર સુધી ડ્રોપલેટ્સ આવી જાય છે
સંશોધકોનું કહેવું છે કે, જ્યારે ટોઇલેટ સીટ ખૂલ્લી હોય અને યૂરિન રિલીઝ કર્યા બાદ ફ્લશ કરીએ તો હવાનું દબાણ થાય છે અને તેમાંથી વાઇરસના ડ્રોપલેટ્સ સીટથી 3 ફૂટ ઉપર સુધી જાય છે. આ ટીપાં એકદમ નાનાં હોય છે અને હવામાં એક મિનિટ સુધી ટકી શકે છે. જે શ્વાસ દરમિયાન અથવા નજીકની સપાટીને સ્પર્શ કરતી વખતે ચેપ લગાડે છે.

એક વ્યક્તિ દિવસમાં 5 વાર ટોઇલેટ ફ્લશ કરે છે
વ્યક્તિ દિવસમાં સરેરાશ 5 વખત ટોઇલેટ ફ્લશનો ઉપયોગ કરે છે. સંશોધકોનું કહેવું છે કે, આ સમસ્યાની એકમાત્ર સારવાર એ જ છે કે સીટ કવર ઢાંકીને ફ્લશ કરવું. જેથી, વાઇરસના કણો ફેલાતા અટકાવી શકાય. સંશોધક વેન્ગનું કહેવું છે કે, મૂવમેન્ટ થવા પર 60% કણો સીટની ઉપર સુધી આવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...