રિસર્ચ / તાપમાન વધવાથી પણ કોરોનાનું સંક્રમણ અટકશે નહીં, સંશોધકોના જણાવ્યા પ્રમાણે- બ્રાઝિલ અને એક્વાડોર જેવા દેશોમાં ગરમીમાં ઝડપથી ચેપ ફેલાયો

X

  • અમેરિકાની પ્રિંસટન યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ગરમ તાપમાનની મહામારી પર કોઈ અસર નહીં થાય
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસ કોઈપણ ક્ષેત્રમાં ફેલાઈ શકે છે, પછી ભલે ત્યાં વાતાવરણ ગરમ હોય અથવા ભેજવાળું

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 07:00 PM IST

ભારતમાં તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે પરંતુ તેની અસર કોરોનાવાઈરસ પર થવાની નથી. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, વાતાવરણમાં વધારે ગરમી અને હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવા છતાં પણ કોરોનાવાઈરસનું સંક્રમણ અટકશે નહીં. આ દાવો અમેરિકાની પ્રિંસટન યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. 

સાયન્સ જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, મોટી સંખ્યામાં લોકોને કોરોનાવાઈરસનું જોખમ છે. સંશોધનકારોનો દાવો છે કે, બ્રાઝિલ, એક્વાડોર, અને એસ્ટ્રેલિયા જેવા દેશોમાં ગરમીમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાવાનો શરૂ થયો હતો.

કોવિડ-19માં વાતાવરણ પ્રમાણે ફેરફાર આવી શકે છે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, રિસર્ચના પરિણામો પરથી એક વાત નક્કી છે કે વાતાવરણમાં વધારે ગરમી હશે તો પણ મહામારી પર તેની અસર ઓછી થશે. વેક્સીન વગર કોરોનાને કંટ્રોલ કરવો મુશ્કેલ છે. જો તે તૈયાર નહીં થાય તો કોવિડ-19માં વાતાવરણ પ્રમાણે ફેરફાર થશે. 

તાપમાન અને કોરોના પર WHOનો અભિપ્રાય
વધારે તાપમાનવાળા દેશોમાં સંક્રમણના કેસ વધશે અથવા ઘટશે તેના પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO)ના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી મળેલા વૈજ્ઞાનિક પુરાવાના આધારે એક વાત સ્પષ્ટ છે કે કોરોનાવાઈરસ કોઈપણ વિસ્તારમાં ફેલાઈ શકે છે પછી ભલે તે ક્ષેત્રમાં તાપમાન વધારે હોય કે ભેજવાળું. એટલા માટે પોતાની જાતને સુરક્ષિત રાખો. મોં, નાક અને આંખને સ્પર્શ કરવાનું ટાળો. હાથને વારંવાર ધોતા રહેવું. 

ભારત સરકારે પણ અલર્ટ કર્યા 
તાપમાન વધવાથી કોરોના સંક્રમણ અટકી જશે એવી અફવાઓ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મુખ્ય સચિવ લગ અગ્રવાલે પણ એક નિવેદન આપ્યું છે. તેમણે મીડિયામાં બ્રીફિંગમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસને લઈને આવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. 

માનવ વર્તન અને હેલ્થ સિસ્ટમ અટકાવી શકે છે સંક્રમણ
બ્રિટનમાં સેન્ટ ફોર હાઈડ્રોલોજી એન્ડ ઈકોલોજીના જણાવ્યા પ્રમાણે, કોઈ ચોક્કસ ક્ષેત્ર, તાપમાન અથવા ભેજની કોરોનાવાઈરસ પર અસર નથી થતી. માનવ વ્યવહાર, હેલ્થ સિસ્ટમ અને સરકારી નીતિઓની તેના પર અસર થાય છે. વ્યક્તિ વાઈરસથી બચવા માટે કેટલો જાગૃત છે તે જરૂરી છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં અસરકારક રીતે કામ કરવામાં આવી રહ્યું છે, તે તમામ પરિબળો સંક્રમણને રોકવામાં મદદ કરી શકે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી