કોરોનાવાઈરસના કારણે સરકાર ઘણા મહત્ત્વપૂર્ણ નિણર્યો લઈ રહી છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર સરકારની યોજનાઓને લઈને ઘણા દાવા વાઈરલ થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં એક અખબારના જણાવ્યા પ્રમાણે, રેલવે મંત્રાલય આ મહામારીને વચ્ચે 13 લાખ કર્મચારીઓના પગાર અને ભથ્થામાં ઘટાડો કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે, આ કેસની હકીકત કંઈક અલગ જ બહાર આવી.
શું વાઈરલ થઈ રહ્યું છે
લોકડાઉનના કારણે રેલવે મંત્રાલય દ્વારા 13 લાખથી વધારે અધિકારીઓ અને કર્મચારીઓના પગાર અને ભથ્થામાં ઘટાડો કરવાની યોજના છે. અખબરાના સમાચાર અનુસાર, આ દરમિયાન 50 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી શકે છે. તો બીજી તરફ બાળકોના શિક્ષણ ભથ્થા માટે મળતા 28 હજાર રૂપિયાની સમીક્ષા થશે.
શું છે સત્ય
ભારત સરકારની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ની ફેક્ટ ચેક સર્વિસે આ વાતનું ખંડન કર્યું છે. બ્યુરોએ 21 એપ્રિલે ટ્વીટ કરીને આ સમચાર ખોટા હોવાનું જણાવ્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, રેલવે મંત્રાલય આવી કોઈ યોજના અંગે વિચારણા કરી રહ્યું નથી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.