વાઇરસનો ખાત્મો:હવે મચ્છરના બેક્ટેરિયા કોરોનાવાઇરસને મારશે, ચીની- અમેરિકન સંશોધકોનું રિસર્ચ

બેઇજિંગ3 વર્ષ પહેલા
  • ચીન અને અમેરિકાના સંશોધકોએ સંયુક્ત રીતે રિસર્ચ કર્યું- આ પ્રોટીનનો ઉપયોગ એન્ટિવાઈરલ ડ્રગ બનાવવા માટે કરવામાં આવશે
  • સંશોધકોએ એડીસ ઇજીપ્તી પ્રજાતિના મચ્છરની અંદર બેક્ટેરિયા શોધી કાઢ્યા, જેમાં જીનોમ સિક્વન્સ જોવા મળ્યા

ચીન અને અમેરિકાના સંશોધકોએ બે એવા બેક્ટેરિયા શોધી કાઢ્યા છે જે ખાસ પ્રકારનું પ્રોટીન બનાવે છે. આ પ્રોટીન કોરોનાવાઈરસ ઉપરાંત ડેન્ગ્યુ અને એચઆઈવી એટલે કે એડ્સ વાઈરસને પણ નિષ્ક્રિય કરી શકે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ પ્રોટીનનો ઉપયોગ એન્ટિવાઈરલ ડ્રગ બનાવવા માટે કરવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલનો ભાર પણ ઓછો કરી શકાશે.

મચ્છરમાંથી બેકટેરિયા મળ્યા
bioRxiv જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, આ બેક્ટેરિયા સંશોધકોને એડીસ ઇજીપ્તી પ્રજાતિના મચ્છરની અંદરથી મળ્યા છે. બેક્ટેરિયાના જીનોમ સિક્વન્સનું વિશ્લેષણ કર્યા બાદ તેમાંથી નીકળેલા પ્રોટીનને ઓળખવામાં આવ્યા. સંશોધકોએ દાવો કર્યો છે કે, આ પ્રોટીન ઘણા પ્રકારના વાઈરસને નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે. 

2010માં બીજા એક પ્રોટીન પર રિસર્ચ થયું
બેક્ટેરિયાના પ્રોટીન, લાઈપેજથી સજ્જ છે. લાઈપેજ એક પ્રકારનું એન્ઝાઇમ છે જેમાં પ્રોટીન વાઈરસને નિષ્ક્રિય કરવાની ક્ષમતા રાખે છે. 2010માં કરવામાં આવેલ એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે,લીપોપ્રોટીન લાઈપેજ નામનું રસાયણ હેપેટાઇટિસ-સી વાઈરસને નિષ્ક્રિય કરે છે. ત્યારબાદ 2017માં એક રિસર્ચ કરવામાં આવ્યું હતુ, જેમાં જણાવ્યા પ્રમાણે, નાજા મોસેમ્બિકા નામના સાપના ઝેરમાંથી ફોસ્કો લાઈપેજ પ્રોટીન મળી આવ્યું હતું, જે હેપેટાઇટિસ-સી, ડેન્ગ્યુ અને જાપાની એન્સેફેલાઇટિસને નિષ્ક્રિય કરે છે.

આ સંશોધકો સામેલ 
રિસર્ચમાં બેઇજિંગની શિંધુઆ યુનિવર્સિટી, એકેડમી ઓફ મિલિટરી મેડિકલ સાયન્સ અને શેંગેન ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ સેન્ટરના સંશોધકો સામેલ છે. તે ઉપરાંત અમેરિકાની કનેક્ટિકટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પણ રિસર્ચમાં સામેલ હતા. 

ફેફસાંમાં કોરોના રહી શકે છે
ચીનના સંશોધકો દ્વારા કરવામાં આવેલ નવા રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાની સારવાર બાદ પણ વાઈરસ ફેફસાંમાં લાંબા સમય સુધી છુપાઈને રહી શકે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, એવા કેસ પણ સામે આવ્યા છે જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાના 70 દિવસ બાદ દર્દી પોઝિટિવ મળે છે. સાઉથ કોરિયામાં સારવાર બાદ 160 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આવા જ કેસ ચીન, મકાઉ, તાઈવાન, વિયેતનામમાં પણ નોંધાયા છે. 

તપાસમાં વાઈરસ પકડમાં નથી આવતો
કોરિયા સેન્ટર ફોસ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર જીયોંગ યૂ-કિયોન્ગના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસ ફરીથી દર્દીઓને સંક્રમિત કરવાની જગ્યાએ રી-એક્ટિવ થઈ શકે છે. સાઉથ ચીન મોર્નિગ પોસ્ટના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસ ફેફસાંની અંદર રહી જાય છે. એવું પણ બને છે કે તપાસ રિપોર્ટમાં તે પકડમાં ન આવે. 

અન્ય સમાચારો પણ છે...