• Gujarati News
  • Coronavirus
  • Positivity Rate Reached 1% To 11% In 14 Days In The Country; "This Is A Trend All Over The World, Including India," The Health Ministry Said

ત્રીજી લહેરમાં 8 રાજ્યએ ચિંતા વધારી:દેશમાં 14 દિવસમાં 1%થી 11% પહોંચ્યો પોઝિટિવિટી રેટ; સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ ટ્રેન્ડ છે

9 દિવસ પહેલા
  • બંગાળમાં 32.18 ટકા, દિલ્હીમાં 23.1 ટકા અને મહારાષ્ટ્રમાં 22.39 ટકા પોઝિટિવિટી રેટ છે
  • સામાન્ય કેસમાં પોઝિટિવ જણાતા 7 દિવસ બાદ,નોન-ઈમર્જન્સી કેસમાં 3 દિવસ બાદ ડિસ્ચાર્જ કરી શકાય

સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં ખૂબ ઝડપથી કેસ વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 14 દિવસમાં પોઝિટિવિટી રેટ 11 ગણો વધી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે 30 ડિસેમ્બરના રોજ દેશમાં 1.1 ટકા પોઝિટિવિટી રેટ હતો,જે 12 જાન્યુઆરીના રોજ 11.05 ટકા પહોંચી ગયો છે. હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 9,55,319 થઈ ગઈ છે.

તાજેતરના સમયમાં ખૂબ ઝડપથી નવા કેસ વધવાનો આ ટ્રેન્ડ ભારત ઉપરાંત ગ્લોબલ લેવલ એટલે કે વૈશ્વિક સ્તરે પણ છે. વિશ્વના 159 દેશમાં ખૂબ ઝડપથી નવા કેસ વધી રહ્યા છે. જેમાં યુરોપના 8 દેશમાં ફક્ત બે સપ્તાહમાં જ બે ગણા નવા કેસ સામે આવી ગયા છે.

આ સાથે જ અગ્રવાલે એમ પણ કહ્યું કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી વિશ્વમાં 115 મોત થયા છે અને ભારતમાં આ વેરિયન્ટથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. સારા સમાચાર એ છે કે અત્યાર સુધીની માહિતી પ્રમાણે ઓમિક્રોન વેરિયન્ટ ઝડપભેર ડેલ્ટા વેરિયન્ટનું સ્થાન લઈ રહ્યો છે. આ ઉપરાંત ડેલ્ટાથી સંક્રમિત થતા લોકોની તુલનામાં ઓમિક્રોન પોઝિટિવ લોકોના હોસ્પિટલાઈઝેશનનો દર પણ ખૂબ જ ઓછો છે.

દેશમાં 8 રાજ્યમાં વધી ચિંતા
અગ્રવાલે કહ્યું કે ત્રીજી લહેરમાં 8 રાજ્ય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે કોવિડ પોઝિટિવિટી રેટ પણ ઉંચો છે. આ રાજ્ય મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી, તામિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ તથા ગુજરાત છે. તેમા સૌથી વધારે 32.18 ટકા પોઝિટિવિટ બંગાળમાં છે. ત્યારબાદ દિલ્હીમાં 23.1 ટકા અને મહારાષ્ટ્રમાં આ દર 22.39 ટકા છે. ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશમાં 5.71 ટકા પોઝિટિવિટી રેટ છે. દેશના આશરે 300 જિલ્લામાં વીકલી પોઝિટિવિટી રેટ 5 ટકાથી વધારે છે.

સામાન્ય સંક્રમણમાં 3 દિવસ બાદ જ થઈ શકે છે ડિસ્ચાર્જ
અગ્રવાલે જણાવ્યું કે વડાપ્રધાન સાથે કોરોનાની સ્થિતિ અંગે બેઠક બાદ ડિસ્ચાર્જ પોલિસીને બદલવામાં આવી છે. હવે સામાન્ય કેસમાં પોઝિટિવ જણાતા 7 દિવસ બાદ અને નોન-ઈમર્જન્સી કેસમાં 3 દિવસ બાદ ડિસ્ચાર્જ કરી શકાય છે અને તે અગાઉ ટેસ્ટની જરૂર નથી. સામાન્ય સંક્રમણવાળા કેસમાં જો લક્ષણ ઘટે છે અને 3 દિવસ સુધી દર્દીનું ઓક્સિજન લેવલ 93% છે તો તેને ડિસ્ચાર્જ કરી શકાય છે.

લક્ષણ વગરના લોકો સંપર્કમાં આવનાર 7 દિવસ હોમ ક્વોરેન્ટીન જરૂરી
તેમણે જણાવ્યું કે જેમનામાં લક્ષણ જણાયા હોય અને તેમના સંપર્કમાં જે પણ આવ્યા છે તેમના ટેસ્ટ કરવા જરૂરી છે. લક્ષણો વગરના કેસોમાં ટેસ્ટની જરૂર નથી, જ્યા સુધી તે જોખમવાળી શ્રેણીમાં ન આવે.

કોમન કોલ્ડ અથવા ફિવરને ઓમિક્રોન ન સમજો
પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય (હેલ્થ) ડો.વીકે પોલે ચેતવણી આપી છે કે ઓમિક્રોનને કેટલાક લોકો કોમન કોલ્ડ અથવા ફીવર સમજીને બેદરકારી દાખવે છે. આ જોખમી બની શકે છે. તેમણે કહ્યું કે તેની ઝડપ ધીમી રાખવી આપણા સૌની જવાબદારી છે, જેના માટે માસ્ક પહેરવું અને વેક્સિન લેવી તે એકમાત્ર ઉપાય છે. આ હકીકત સામે આવી ચુકી છે કે વેક્સિન તમને સુરક્ષિત રાખી રહી છે. ​​​​​​​

દવાઓનો ઓવરડોઝ ચિંતાનો વિષય
પોલે એમ પણ કહ્યું કે દવાઓના ઉપયોગમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે. આપણે દવાઓના ઓવરડોઝ અને દુરુપયોગ અંગે ચિંતિત છીએ. દવાઓના ઓવરડોઝ કરવો જોઈએ નહીં. નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘરેલું ઉપાયમાં હુંફાળુ પાણી પીવું જરૂરી છે.