• Gujarati News
  • Coronavirus
  • Photo Going Viral Is Not Of Human Trial Of Covid 19 Vaccine In India, Vaccine Maker Bharat Biotech Denies It

ફેક vs ફેક્ટ:આ ફોટો ભારતમાં કોવિડ-19 વેક્સીનના હ્યુમન ટ્રાયલનો નથી, વેક્સીન તૈયાર કરનારી કંપની ભારત બાયોટેકે તેને ખોટો ગણાવ્યો છે

2 વર્ષ પહેલા
  • દેશની પ્રથમ વેક્સીન ‘કોવેક્સીન’ને હૈદરાબાદની ફાર્મા કંપની ભારત બાયોટેકે વિકસિત કરી છે
  • બ્લડ ટેસ્ટનો ફોટો બતાવીને વેક્સીન ટ્રાયલનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે

શું વાઈરલઃ એક ફોટો, જેમાં માસ્ક પહેરેલ વ્યક્તિને ઈન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવેલી કોવિડ-19 વેક્સીનના હ્યુમન ટ્રાયલનો ફોટો છે. ફોટોમાં ઈન્જેક્શન લગાવનાર વ્યક્તિ અને ઈન્જેક્શન આપતી હેલ્થ વર્કરે માસ્ક પહેર્યો છે, એટલા માટે સ્પષ્ટ છે કે તે કોરોનાના સમયનો ફોટો છે, તેના કારણે લોકો આ વાઈરલ દાવાને સાચો માની રહ્યા છે. 

દેશમાં કોરોનાની પહેલી વેક્સીન ‘કોવેક્સીન’ને હૈદરાબાદની ફાર્મા કંપની ભારત બાયોટેકે તૈયાક કરી છે. તેને ICMR અને પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ સાથે મળીને બનાવી છે. પ્રાણીઓ પર તેનું ટ્રાયલ સફળ રહ્યું છે. મનુષ્ય પર પરીક્ષણ માટે તેને હાલમાં મંજૂરી મળી છે. આ દરમિયાન હ્યુમન ટ્રાયલનું કહીને એક ફોટો વાઈરલ કરવામાં આવી રહ્યો છે. 

ફોટોની સાથે સોશિયલ મીડિયા પર અનેક મેસેજ વાઈરલ થઈ રહ્યા છે

  • ફોટોની સાથે વાઈરલ થઈ રહેલા મેસેજનું ગુજરાતીમાં ભાષાંતરઃ ભારત બાયોટેકેના વાઈસ પ્રેસિડન્ટ વીકે શ્રીનિવાસ પર કોરોના વેક્સીનનું પહેલું ટ્રાયલ થયું. પહેલો ડોઝ લીધા બાદ તરત તેમણે કહ્યું, હું મારી જાત અને મારી ટીમ દ્વારા વિકસિત કરવામાં આવેલી વેક્સીનનું ટ્રાયલ લેનાર પ્રથમ વ્યક્તિ છું. જુઓ, તેઓને તેમની પ્રોડક્ટ પર કેટલો વિશ્વાસ છે. 

ફેક્ટ ચેકમાં તપાસ

  • ફોટોની સાથે જે મેસેજ છે. તેને એક સત્તાવાર નિવેદન તરીકે લખવામાં આવ્યું છે. એટલા માટે લોકો તેને સાચું માને છે. સૌથી પહેલાં અમે ભારત બાયોટેકની ઓફિશિયલ વેબસાઈટ તપાસ કરી. જ્યાં આવી કોઈ અપડેટ નથી મળી. 
  • ભારત બાયોટેકે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ કરી છે. કંપનીના નિવેદનના મુખ્ય ભાગનું ગુજરાતીમાં અનુવાદ છેઃ વ્હોટ્સએપ સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કેટલાક ફોટો અને મેસેજ વાઈરલ થઈ રહ્યા છે. વાઈરલ થઈ રહેલો ફોટો ભારત બાયોટેકે જાહેર નથી કર્યો. આ ફોટો પ્રોડક્શ સ્ટાફના રૂટિન બ્લડ ટેસ્ટનો છે.
  • ભારત બાયોટેકના નિવેદનથી એ વાત સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા પર જે ફોટોને હ્યુમન ટ્રાયલનો બતાવવામાં આવી રહ્યો છે હકીકતમાં તે બ્લડ ટેસ્ટનો છે. 

નિષ્કર્ષઃ વાઈરલ થઈ રહેલો ફોટો ભારતમાં કોરોના વેક્સીનના પહેલા હ્યુમન ટ્રાયલનો નથી. 

અન્ય સમાચારો પણ છે...