તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્યાંથી આવ્યો કોરોના:પેંગોલિન અને ચામાચીડિયા પર શંકા વધારે, રિસર્ચમાં જાણવા મળ્યું કે, પ્રાણીઓમાં જોવા મળેલો વાઈરસ મનુષ્યમાં ફેલાયેલા Sars-CoV-2 જેવો જ છે

વુહાન10 મહિનો પહેલા
  • પેંગોલિન-CoV સંરચના મનુષ્યના Sars-CoV-2 અને ચામાચીડિયાના વાઈરસ Sars-CoV RaTG13 જેવી જ છે
  • ફક્ત એક તફાવતને આધારે કહેવામાં આવી રહ્યું છે, શક્ય છે કે વાઈરસ ચામાચીડિયામાંથી આવ્યો હતો અને પેંગોલિન દ્વારા મનુષ્યમાં ફેલાયો

કોરોનાવાઈરસ ક્યાંથી આવ્યો? આ સમસ્યાને સમજવા માટે દુનિયા અને સંસ્થાઓ ચીનની પાછળ પડી છે. તમામ વેરવિખેર કડીઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને હજી સુધી તમામ સંકેતો બે પ્રાણીઓ- પેંગોલિન અને ચામાચીડિયા પર આવીને અટકી જાય છે.

અત્યાર સુધીના પુરાવાથી અમુક હદ સુધી એ વાત સાબિત થઈ રહી છે કે, ચામાચીડિયામાંથી નીકળેલા કોરોનાના મૂળ વાઈરસે અમુક તાકાત પેંગોલિનમાંથી લીધી અને ફરીથી એક નવા સ્વરૂપમાં વિકસિત થઈને મનુષ્યમાં Sars-CoV-2 વાઈરસ બનીને ફેલાઈ ગયો. 

ચીનના રિસર્ચમાં ફરીથી પેંગોલિન 
છેલ્લા ઘણા મહિનાઓ સુધી ચાલી રહેલ રિસર્ચ સ્ટડીમાં ખુદ ચીનના બે મુખ્ય વૈજ્ઞાનિક કાંગપેંગ ઝિયાઓ, ઝુન્કિયોનગ ઝાઈ એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે કોવિડ 19 મહામારીમાં Sars-CoV-2 વાઈરસ ફેલાવામાં પેંગોલિન અને ચામાચીડિયા બંનેની ભૂમિકા છે.

જર્નલ નેચરમાં પ્રકાશિત રિપોર્ટમાંથી વૈજ્ઞાનિકોને મળેલા નવા પુરાવા એ સંકેત આપી રહ્યા છે કે મનુષ્ય સુધી કોરોનાવાઈરસ પહોંચાડવામાં નિર્દોષ પેંગોલિન ઈન્ટરમીડિએટહોસ્ટ એટલે કે વચ્ચેની કડી હોઈ શકે છે.  

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ થોડા દિવસો પહેલા ચામાચીડિયાની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી હતી. આ રિસર્ચનો અભ્યાસ કરનાર ભારતમાં બેટમેનના નામથી પ્રખ્યાત વન્યપ્રાણી જીવવિજ્ઞાની રોહિત ચક્રવર્તી પણ કહે છે કે, ક્યાંકને ક્યાંક તો ચામાચીડિયા અને અને પેંગોલિન કોરોનાના નવા વાઈરસની તૂટેલી કડીઓને જોડી શકે છે. 
જિન્સ સ્તર પર 100% સમાનતા જોવા મળી
સાઉથ ચીનની એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કોલેજ ઓફ વેટરનિટી મેડિસિનના સંશોધકોએ રિસર્ચ પેપરમાં પહેલી વખત પોતાના દાવાની તરફેણમાં ઠોસ પુરાવા આપ્યા છે. વૈજ્ઞાનિકોએ મલયન પ્રજાતિના 4 વિશેષ જિન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને તારણ કાઢ્યું છે. તેમણે પેંગોલિનમાં જે કોરોનાવાઈરસ (પેંગોલિન-CoV)જોવા મળ્યો છે, તેના એમિનો એસિડ માનવમાં ફેલાયેલા વાઈરસના જેનેટિક મટિરિયલ એટલે કે RNAથી 100%, 98.6%, 97.8% અને 90.7% સમાન છે. 

સ્પાઈક પ્રોટીનથી મળતો આવે છે ફ્લૂ
મલયન પેંગોલિનમાં જોવા મળેલ વાઈરસમાં કોષો પર હુમલો કરીને તેને જકડી રાખનાર સ્પાઈક પ્રોટીન જોવા મળ્યું છે જેનો ઉપયોગ કોરોનાવાઈરસ માણસમાં કરી રહ્યો છે. તેને વિજ્ઞાનની ભાષામાં રિસેપ્ટર બાઈન્ડીંગ ડોમેન કહેવામાં આવે છે. 

વાઈરસની કડીઓને જોડવામાં પ્રાણીઓના જીનોમ સિક્વન્સિંગ એટલે કે જેનેટિક મટિરિયલના ક્રમથી સતત તેની તુલના કરવી સૌથી મહત્ત્વની પ્રક્રિયા છે. આ નવા રિસર્ચમાં આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, પેંગોલિન -CoVની સંરચના માણસમાં ફેલાયેલા નવા SARS-CoV-2 અને ચામાચીડિયાના Sars-CoV RaTG13 નામના વાઈરસના સમાન છે. 

એક તફાવતથી જાણવા મળ્યું
અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું છે કે, ચામાચીડિયાએ Sars-CoV RaTG13થી જ નવો કોરોનાવાઈરસ SARS-CoV-2 પેદા થયો છે. માત્ર એક જ તફાવત જોવા મળ્યો છે જે સ્પાઈક અથવા S જિન્સનો છે. વૈજ્ઞાનિકોએ બે દિવસ પહેલાં જ્યારે આ તફાવત પર ધ્યાન આપ્યું તો તેઓ સમજી ગયા કે, એકથી બીજા પ્રાણીઓના શરીરમાં પહોંચી અને ત્યાંથી પોતાને બદલીને એક નવા સ્વરૂપમાં પેદા થયો છે. આ રીતે શક્ય છે કે વાઈરસ ચામાચીડિયામાંથી આવ્યો અને પેંગોલિન દ્વારા માણસોમાં ફેલાયો. 

મલયન પેંગોલિનની મુખ્ય  ભૂમિકા
વાઈરસના સ્ત્રોત શોધવા માટે ચીનના વૈજ્ઞાનિકો આ રિસર્ચ છેલ્લા ગત વર્ષથી કરી રહ્યા છે. તેના વિશેની જાણકારી ફેબ્રુઆરી મહિનામાં સામે આવી હતી. વૈજ્ઞાનિકોની ટીમે આ રિસર્ચ એક વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ સેન્ટરમાં ચાર ચીની પેંગોલિન અને 25 મલયન પેંગોલિન પર કર્યું. તેમાં તેમના ફેફસાંના ટિશ્યૂ કાઢવામાં આવ્યા અને તેમાં વાઈરસની  હાજરી જોવા મળી હતી. 

આ ક્રમમાં તે સામે આવ્યું કે, 25 મલયન પેંગોલિનોમાંથી 17ના RNA Sars-CoV-2 જેવા વાઈરસ માટે પોઝિટિવ છે અને તેમાં ધીમે ધીમે કોરોના સંક્રમણ જેવા લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ પ્રાણીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, તેઓ ધીમે ધીમે નબળા પડી રહ્યા હતા અને રડતા હતા. બાદમાં 17માંથી 14 પેંગોલિન મરી ગયા. 

પેંગોલિન અને ચામાચીડિયા બંને એક જેવા નિશાચર 
વૈજ્ઞાનિકોએ એ પણ કહ્યું કે, પેંગોલિન અને ચામાચીડિયા બંને નિશાચર પ્રાણીઓ છે, બંને જંતુઓ ખાય છે, અને દુનિયાભરમાં લગભગ દરેક જગ્યાએ ફેલાયેલા હોય છે એટલા માટે આ બંને પ્રાણીએમાં સાર્સ પરિવારના કોરોનાવાઈરસ માટે આર્દશ વાહક છે અને પુરાવા પણ તે જ તરફ સંકેત કરી રહ્યા છે. 

રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ આ ઘટનાક્રમને પણ સ્પષ્ટ કરતા લખ્યું છે કે, સામાન્ય રીતે બીમારીના કુદરતી વાહકો ગંભીર લક્ષણો બતાવતા નથી, પરંતુ જો તેનાથી બીમારી કોઈ ઈન્ટરમીડિએટ હોસ્ટ પ્રાણીમાં જતી રહે છે તો તે સંક્રમણના ક્લિનિકલ લક્ષણ બતાવે છે. 

પેંગોલિન પર ધ્યાન રાખવું, દાણચોરી અને માંસ ખાવાનું બંધ કરો
વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચ પર ભાર આપીને લખ્યું છે કે, પેંગોલિનની દુનિયામાં સૌથી વધારે તસ્કરી કરવામાં આવે છે. દરેક દેશના તસ્કરોની પહેલી પસંદ છે અને આ જ કારણે દુનિયાના લોકો માટે જોખમ પણ છે કેમ કે, તે સસ્તન પ્રાણી Sars-CoV-2 જેવા વાઈરસનું વાહક પણ છે. આવી સ્થિતિમાં જો તેની તસ્કરી અને વેપાર રોકવામાં આવે છે તો ભવિષ્યમાં કોરોનાવાઈરસને દુનિયામાં ફેલાવાતો અટકાવી શકાશે. 

આ જ કારણે આ રિસર્ચ પેપરમાં વિશ્વભરની સરકારોને કહેવામાં આવ્યું છે કે તેઓ લાંબા સમય સુધી પેંગોલિન ઉપર વ્યવસ્થિત દેખરેખ રાખીને આ પ્રાણીઓના ગેરકાયદેસર શિકાર, તસ્કરી અને વેપાર પર કડક પ્રતિબંધ લગાવે. તેના માંસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો