તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશના ટોચના વેક્સિન સાયન્ટિસ્ટ ડો. ગગનદીપ કાંગના કહેવા પ્રમાણે, કોરોના વાઇરસ વેક્સિનને લઈને આપણો દેશ તૈયાર જ નથી. કોઈપણ સ્તરે રેડીનેસ જોવા મળી રહી નથી. પ્રાઈવેટ સેક્ટરે શું કરવાનું છે, એ તો સરકારે અત્યારસુધી જણાવ્યું જ નથી. માત્ર સરકારી મશીનરીના ભરોસે પણ વેક્સિનેટ કરવાની તૈયારી જોવા મળતી નથી. દૈનિક ભાસ્કરે રોયલ સોસાયટી (લંડન)માં ફેલો તરીકે પસંદ થયેલા ભારતનાં પ્રથમ મહિલા સાયન્ટિસ્ટ અને વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં પ્રોફેસર ડો. કાંગ સાથે વેક્સિન અને વેક્સિનેશન પર વિસ્તારથી વાત કરી હતી. તેમની સાથેની વાતચીતના મુખ્ય અંશો અહીં પ્રસ્તુત છેઃ
ભાસ્કરઃ શું આપણો દેશ બધાને વેક્સિન લગાવવા માટે તૈયાર છે?
ડો. કાંગઃ નહીં. હાલ તો એવું દેખાતું નથી. સરકારની તૈયારી હજુ પ્રારંભિક સ્ટેજ પર છે. વેક્સિનને ઈમર્જન્સી અપ્રૂવલ આપ્યા પછી જ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. તમામ લોકોને ઈમ્યુનાઈઝ કરશે તો અત્યારે જે પ્રોગ્રામ ચાલી રહ્યા છે એનું શું થશે? તમામ સ્ટાફ, કોલ્ડ ચેઈન સપ્લાઈને આપણે કોવિડ-19 વેક્સિન માટે સુરક્ષિત રાખીશું તો જે પ્રોગ્રામ્સ અત્યારે ચાલી રહ્યા છે એનું શું થશે? આ અંગે કોઈ વાત જ થઈ નથી.
ભાસ્કરઃ કઈ રીતની તૈયારીની આવશ્યકતા રહેશે વેક્સિનેશન માટે?
ડો. કાંગઃ વેક્સિનેશન માટે ઘણી તૈયારીઓ કરવી પડશે. ઈન્જેક્શન આપવું છે તો મેડિકલ વેસ્ટના નિકાલ વિશે પણ વિચારવું પડશે. આના પર હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. બેકગ્રાઉન્ડ ચેક્સની વ્યવસ્થા પણ કરવાની રહેશે. સમજી લો કે આજે એક લાખ લોકોને વેક્સિન આપી છે તો તેમનું મોનિટરિંગ કરવાનું રહેશે. હોઈ શકે છે કે પાંચ લોકોને શરદી થઈ જાય. બે લોકોને સ્ટ્રોક આવે, એકને કેન્સર થઈ જાય. તો શું એનું કારણ વેક્સિન હશે? લોકોને તો એ જ લાગશે કે આ બધું વેક્સિનથી થયું છે. હાલમાં જ કોવિશીલ્ડની ટ્રાયલ્સ દરમિયાન ચેન્નઈમાં વોલન્ટિયરની તબિયત ખરાબ થઈ ગઈ. કંપની કહી રહી છે કે વેક્સિન સાથે કોઈ લેવાદેવા નથી. શક્ય છે કે કંપની સાચી હોય, પરંતુ ઈન્વેસ્ટિગેશન પછી જ કહી શકાય કે શું અને શા માટે થયું છે. એના માટે સિસ્ટમ બનાવવાની રહેશે. શું કરીશું, કોને રિપોર્ટ કરીશું, કમ્યુનિકેશન કોની સાથે કરીશું, મીડિયાને કઈ રીતે જણાવીશુ, એ બધું નક્કી થશે.
मैं यहां मास्क और साबुन बांटने इसलिए नहीं आया हूं कि आप लोगों के पास ये सब नहीं है। मैं सिर्फ़ ये बताना चाहता हूं कि #कोविड19 के खिलाफ़ लड़ाई में मास्क एक बहुत बड़ा रक्षा कवच है। @PMOIndia @IndianRedCross #Unite2FightCorona pic.twitter.com/8nNDxlc4uC
— Dr Harsh Vardhan (@drharshvardhan) November 30, 2020
ભાસ્કરઃ આપણા વેક્સિનેશન પ્રોગ્રામ્સ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને વેક્સિન લગાવવા સુધી સીમિત છે. શું તમામ વયસ્કોને વેક્સિન લગાવવાનો કોઈ પ્રોગ્રામ છે?
ડો. કાંગઃ ના. આપણે ત્યાં એવો કોઈ પ્રોગ્રામ નથી, જેમાં એડલ્ટ ઈમ્યુનાઈઝેશન થાય છે. દુનિયામાં અનેક દેશ એડલ્ટ્સને ઈન્ફ્લુએન્ઝા વેક્સિન લગાવીએ છીએ. કેટલાક દેશોમાં નાનાં બાળકો અને 60 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવે છે. કેટલાક દેશોમાં તમામ એડલ્ટ્સને. અમે પણ સરકારને માગણી કરી છે કે એડલ્ટ્સને ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવે, પરંતુ અત્યારસુધી તેમના તરફથી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી.
ભાસ્કરઃ ... પરંતુ કોવિડ-19 વેક્સિન તો એડલ્ટ્સને પણ લગાવાશે?
ડો. કાંગઃ સાચી વાત છે. જો કોવિડ-19ની વેક્સિન લગાવવા માટે કોઈ પ્લેટફોર્મ બની જાય તો એ જોવાનું રહેશે કે શું આપણે એનો ઉપયોગ અન્ય ઈન્ફ્લુએન્ઝા વેક્સિન લગાવવામાં કરી શકીએ છીએ? જો કોવિડ-19ની વેક્સિનને પણ એન્ફ્લુએન્ઝા વેક્સિનની જેમ દર વર્ષે લગાવવાની જરૂર પડશે તો આ કરવું પડી શકે છે. એ એટલું મુશ્કેલ કામ નથી. જ્યારે આપણે ત્યાં ઈલેક્શન યોજાય છે તો એક દિવસમાં લાખો લોકો પોલિંગ બૂથ પર પહોંચીને વોટ આપે છે. આટલાં વર્ષોમાં આપણી ઈલેક્શન પ્રોસેસ અહીં સુધી પહોંચી છે. આ રીતે એડલ્ટસ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામને પણ આગળ વધારી શકીએ છીએ.
PM reviews vaccine development and manufacturing process at 3 facilities. https://t.co/y7Fghcb06Z
— PMO India (@PMOIndia) November 28, 2020
via NaMo App pic.twitter.com/jgg470rZGf
ભાસ્કરઃ શું વેક્સિન લગાવવા અંગે ટ્રેનિંગની જરૂર પડશે?
ડો. કાંગઃ જ્યારે પણ કોઈ નવી વેક્સિન આવે છે તો એની ટ્રેનિંગ થાય છે. કેન્દ્રથી રાજ્યોને, રાજ્યોથી જિલ્લાઓ અને જિલ્લાઓથી ઈમ્યુનાઈઝેશન પોઈન્ટ સુધી આ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમાં જણાવાય છે કે વેક્સિનની શું અસર થશે, શું સાઈડ ઈફેક્ટસ થઈ શકે છે અને એનો સામનો કઈ રીતે કરી શકાય છે? ટ્રેનિંગ મોડ્યુલ બનશે, પરંતુ આરોગ્ય મંત્રાલય કહે છે કે અત્યારસુધી તો એ જ ખ્યાલ આવ્યો નથી કે કઈ વેક્સિનનો ઉપયોગ થશે. એક ડોઝ આપવાનો છે કે બે ડોઝ આપવાના છે... એ પણ સ્પષ્ટ નથી. જ્યારે વેક્સિન અને પ્રક્રિયા નક્કી થશે ત્યારે ટ્રેનિંગ આપી શકાશે.
ભાસ્કરઃ શું વેક્સિન અલગ અલગ વયજૂથને આપી શકાય છે?
ડો. કાંગઃ આ અંગે અત્યારે કંઈ કહેવું ઉતાવળ ગણાશે. એ નક્કી છે કે તમામ લોકોને એક સમયે વેક્સિન લગાવાશે નહીં. પ્રાયોરિટી ગ્રુપ્સને પ્રથમ વેક્સિન મળશે. સરકારે જે પ્લાન બનાવ્યો છે તેમાં સૌપ્રથમ ફ્રન્ટલાઈન વર્કર્સને અને એ પછી એસેન્શિયલ વર્કર્સને વેક્સિન આપવામાં આવશે. ટીચર્સ, હોમ ગાર્ડ્સ, પોલીસકર્મી પણ એસેન્શિયલ વર્કર્સમાં આવે છે. એ પછી વૃદ્ધો અને હાઈરિસ્ક ગ્રુપને વેક્સિન લગાવાશે. એ પછી જ સામાન્ય જનતાનો નંબર આવશે.
ભાસ્કરઃ યુકેએ ફાઈઝરની વેક્સિનને અપ્રૂવ કરી દીધી છે. મોડર્નાએ પણ ટૂંક સમયમાં ઈમર્જન્સી યુઝ માટેની અપ્રૂવલ મળી શકે છે. શું આપણે ત્યાં આ વેક્સિનને અપ્રૂવ ન આપી શકીએ?
ડો.કાંગઃ ના. ભારતમાં વેક્સિનની અપ્રૂવલ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) આપે છે. તે માત્ર એ વેક્સિનને અપ્રૂવલ આપે છે, જેની ટ્રાયલ્સ ભારતમાં કરાઈ હોય. ન તો ફાઈઝરે પોતાની વેક્સિનની ટ્રાયલ્સ ભારતમાં કરી છે અને ન તો મોડર્નાએ. જો કોઈ વેક્સિનની ટ્રાયલ્સ વિદેશમાં થઈ છે અને ત્યાંથી એને અપ્રૂવલ મળી ગઈ છે તો એ સંબંધિત ટ્રાયલ્સના ડેટા સાથે ભારતમાં અરજી કરી શકે છે, પરંતુ તેણે અહીં પણ કેટલાક લોકો પર, પછી ભલે 100 લોકો પર જ કેમ હોય, ટ્રાયલ્સ કરવાની રહે છે. આમ તો ગત વર્ષે ક્લિનિકલ ટ્રાયલ્સના નવા રુલ્સ આવ્યા છે. એમાં ડ્રગ કંટ્રોલર ટ્રાયલ્સ વિના પણ ઈમર્જન્સી યુઝ માટે કોઈ વેક્સિનને અપ્રૂવ કરી શકે છે. જો એવી કોઈ અપ્રૂવલ આપી પણ દેવાય છે તો પણ ક્લિનિકલ ટ્રાયલ્સ જેવી જ દેખરેખ રાખવામાં આવે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.