તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • Only 2 Out Of 6 Vaccines In The Final Phase Trials; The Remaining 4 Vaccines Will Come Only After March

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતમાં ક્યારે મળશે વેક્સિન:ફાઈઝર, સીરમ અને ભારત બાયોટેકે ઈમરજન્સી અપ્રુવલની માગ કરી; સરકારની રિવ્યૂ પ્રોસેસ પણ ઝડપી બની

3 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
  • કૉપી લિંક
  • ભારત સરકારે જણાવ્યું- વેક્સિન લેન્ડસ્કેપમાં 9 વેક્સિન, ત્રણ કંપનીએ માગ્યુ છે ઈમરજન્સી અપ્રુવલ
  • 6 વેક્સિન હાલ ક્લીનિકલ ટ્રાયલ્સના ફેઝમાં, 3 હજુ પણ પ્રી-ક્લીનિકલ ટ્રાયલ્સના ફેઝમાં

ભારતમાં કોરોના વેક્સિનનો ઈંતજાર ખતમ થવાનો છે. રશિયા અને ચીન પછી UKએ પણ પોતાને ત્યાં વેક્સિન સિક્યોર કરી લીધી છે. તો ભારતમાં ત્રણ વેક્સિને પોતાના માટે ઈમરજન્સી અપ્રુવલ માંગ્યુ છે. ભારત સરકારે કહ્યું કે તેના પર રેગ્યુલેટર ટૂંક સમયમાં જ નિર્ણય લેશે અને તે પછી જલદીથી જલદી વેક્સિનેશનની પ્રક્રિયાને તેજ કરવામાં આવશે.

ભારતમાં ઈમરજન્સી અપ્રુવલની માગણી કરનારમાં અમેરિકાની કંપની ફાઈઝર પણ સામેલ છે, જેને જર્મન સહયોગી બાયોએનટેકે બનાવેલા mRNA વેક્સિન બનાવી છે. ફાઈઝરના ટ્રાયલ્સ ભારતમાં નથી થયા. આ કારણે ડ્રગ રેગ્યુલેટર તેને ભારતમાં કેટલાંક લોકો પર ટ્રાયલ્સ માટે કહી શકે છે. તો 7 ડિસેમ્બરે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) અને ભારત બાયોટેકે પોતપોતાની વેક્સિન માટે ઈમરજન્સી અપ્રુવલની માગ કરી છે. બંને જ વેક્સિન ભારતમાં ફેઝ-3 ટ્રાયલ્સમાં છે. SIIએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રાજેનેકાની વેક્સિનનું પ્રોડ્કશન કરવાના કરાર કર્યા છે. તેના UK અને બ્રાઝીલમાં ચાલેલા ટ્રાયલ્સના પરિણામો આવી ગયા છે.

ભારત સરકારના વેક્સિન લેન્ડસ્કેપ મુજબ, હાલ ભારતમાં 9 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. જેમાંથી ત્રણ વેક્સિન પ્રી-ક્લિનિકલ સ્ટેજ એટલે કે હાલ લેબ્સમાં છે. આ ઉપરાંત 6 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ્સના કોઈને કોઈ ફેઝમાં છે. આવો જાણીએ, ભારતમાં બની રહેલી વેક્સિન અંગે....

1. કોવિશીલ્ડઃ એસઆઈઆઈ કરશે ઈમર્જન્સી અપ્રૂવલ માટે અપ્લાઇ

કોણે બનાવીઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા (બ્રિટન)

સ્ટેટસઃ એસ્ટ્રાજેનેકાએ 23 નવેમ્બરે તેની ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલ્સનાં પરિણામો જાહેર કર્યાં હતાં. તેના અનુસાર, જ્યારે એક હાફ અને એક ફુલ ડોઝ આપ્યો તો તે 90% સુધી અસરકારક રહી હતી. જ્યારે બે ફુલ ડોઝ આપવામાં આવ્યા ત્યારે તે 62% અસરકારક રહી હતી. ભારતમાં પુણેના એસઆઈઆઈએ આ વેક્સિનના ડોઝ મેન્યુફેક્ચર કરવાનો કરાર કર્યો છે. એસઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે વેક્સિનના 40 લાખ ડોઝ તૈયાર થઈ ચૂક્યા છે.

ક્યારે મળશે અને કિંમતઃ પૂનાવાલાની કંપની ટૂંક સમયમાં જ આ વેક્સિનની ઈમર્જન્સી અપ્રૂવલ માટે અપ્લાઈ કરવાની છે. એવું બનશે તો ફેબ્રુઆરી સુધીમાં લગભગ 1 કરોડ વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે. સરકારે 225 રૂપિયા અને સામાન્ય ભારતીયોને 500 રૂપિયામાં વેક્સિનનો એક ડોઝ મળશે.

2. કોવેક્સિનઃ ભારત બાયોટેકે 25 જગ્યાએ શરૂ કરી છે અંતિમ સ્ટેજની ટ્રાયલ્સ

અમદાવાદમાં કોવેક્સિનની ફેઝ-3 ટ્રાયલ્સ દરમિયાન એક વોલન્ટિયર વેક્સિન લગાવતા નજરે પડે છે.
અમદાવાદમાં કોવેક્સિનની ફેઝ-3 ટ્રાયલ્સ દરમિયાન એક વોલન્ટિયર વેક્સિન લગાવતા નજરે પડે છે.

કોણે બનાવીઃ હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(એનઆઈવી) અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) સાથે મળીને વેક્સિન બનાવી છે અને નામ રાખ્યું છે-કોવેક્સિન.

સ્ટેટસઃ આ વેક્સિનના બે ફેઝની ટ્રાયલ્સ થઈ ચૂકી છે અને અત્યારસુધી આ વેક્સિન અસરકારક રહી છે. કોઈપણ વોલન્ટિયરમાં ગંભીર સાઈડ-ઈફેક્ટ જોવા મળી નથી. કંપનીએ નવેમ્બરમાં જ 25 જગ્યાએ 25800 વોલન્ટિયર્સ પર તેની ફેઝ-3 ટ્રાયલ્સ શરૂ કરી છે.

ક્યારે મળશેઃ બધું ટાઈમલાઈન પ્રમાણે થશે તો ફેબ્રુઆરી-માર્ચમાં કંપની ઈમર્જન્સી અપ્રૂવલ માટે અપ્લાઈ કરી શકે છે. અત્યારસુધી કંપનીએ એવું જણાવ્યું નથી કે તેની કિંમત શું હશે.

3. સ્પુતનિક 5ઃ ડો. રેડ્ડીઝ લેબ્સે શરૂ કરી ફેઝ-2/3 ટ્રાયલ્સ

રશિયામાં એક હેલ્થવર્કરને સ્પુતનિક-5 વેક્સિનનો ડોઝ લગાવતા ડોક્ટર.
રશિયામાં એક હેલ્થવર્કરને સ્પુતનિક-5 વેક્સિનનો ડોઝ લગાવતા ડોક્ટર.

કોણે બનાવીઃ રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડની મદદથી રશિયાના ગામાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે આ વેક્સિન ડેવલપ કરી છે.

સ્ટેટસઃ ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ અને રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)એ રશિયન વેક્સિન સ્પુતનિક 5ની ભારતમાં 1 ડિસેમ્બરે ફેઝ-2/3 ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરી છે. નવેમ્બરમાં આરડીઆઈએફએ સ્પુતનિકની ક્લિનિકલ ટ્રાયલ્સ ડેટાનું બીજું વચગાળાનું એનેલિસિસ રજૂ કર્યું. એ પ્રમાણે, વેક્સિનના પ્રથમ ડોઝના 28 દિવસ પછી 91.4% અસરકારક રહી અને પ્રથમ ડોઝના 42 દિવસ પછી 95% અસરકારક રહી.

ક્યારે મળશે અને કિંમતઃ ફેઝ-2/3 ટ્રાયલ્સમાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી જશે. માર્ચ બાદ વેક્સિન અપ્રૂવલ મેળવી શકે છે. એના એક ડોઝની કિંમત 700 રૂપિયાની આસપાસ રહેવાનો ભરોસો કંપનીએ આપ્યો છે.

4. ZyCov-Dઃ ઝાયડસ કેડિલાની વેક્સિન ફેઝ-3માં જવા તૈયાર

અમદાવાદમાં ઝાયડસની વેક્સિન મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાને સમજતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
અમદાવાદમાં ઝાયડસની વેક્સિન મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાને સમજતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

કોણે બનાવીઃ અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાએ કોવિડ-19થી બચાવ માટે પ્લાસ્મિડ DNA વેક્સિન ZyCov-D બનાવી છે.

સ્ટેટસઃ એના ફેઝ-1ની ક્લિનિકલ ટ્રાયલ્સનો ડેટા આવી ચૂક્યો છે અને તેણે પ્રોમિસિંગ રિઝલ્ટ્સ આપ્યાં છે. ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ(DSMB)એ એને સમર્થન આપ્યું છે. આ સમયે ફેઝ-2 ટ્રાયલ્સ ચાલી રહી છે, જેનાં પરિણામો ટૂંકમાં ઘોષિત કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે ફેઝ-2માં પણ રિઝલ્ટ્સ સારાં રહ્યાં છે.

ક્યારે મળશે અને કિંમતઃ 2021ના બીજા ત્રિમાસિક ગાળા સુધી વેક્સિન બજારમાં ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે. અત્યારસુધી કંપનીએ એવું જણાવ્યું નથી કે એની કિંમત શું હશે.

5. બાયોલોજિકલ Eએ પણ શરૂ કરી ફેઝ-1/2 ક્લિનિકલ ટ્રાયલ્સ

વડાપ્રધાન બાયોલોજિકલ E, જેનોવા અને ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝની વેક્સિન ડેવલપમેન્ટ ટીમ સાથે વાત કરી રહ્યા છે.
વડાપ્રધાન બાયોલોજિકલ E, જેનોવા અને ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝની વેક્સિન ડેવલપમેન્ટ ટીમ સાથે વાત કરી રહ્યા છે.

કોણે બનાવીઃ અમેરિકન કંપની ડાયનાવેક્સ ટેકનોલોજી કોર્પોરેશન અને હ્યુસ્ટનની બેયલર કોલેજ ઓફ મેડિસિને મળીને સબયુનિટ વેક્સિન કેન્ડિડેટ બનાવી છે.

સ્ટેટસઃ હૈદરાબાદની કંપની બાયોલોજિકલ Eએ આ વેક્સિન માટે કરાર કર્યો છે. નવેમ્બરમાં જ કોવિડ-19 સબયુનિટ વેક્સિન કેન્ડિડેટની ભારતમાં ફેઝ-1/2 ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરવા માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસેથી મંજૂરી હાંસલ કરી છે. જો વેક્સિન કારગત નીવડે તો એક અબજ ડોઝ એક વર્ષમાં બનાવવાની ક્ષમતા છે.

ક્યારે મળશે અને કિંમતઃ 2021માં જુલાઈ પછી જ આ વેક્સિન ઉપલબ્ધ થવાની આશા છે. હજુ સુધી કંપનીએ કિંમત જણાવી નથી.

6. હજુ લેબ્સમાં જ છે પુણેની જેનોવા ફાર્મા અને એચડીટી બાયોટેકની વેક્સિન

કોણે બનાવીઃ અમેરિકાના એચડીટી બાયોટેક કોર્પોરેશન સાથે મળીને પુણેની કંપની જેનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે mRNA વેક્સિન કેન્ડિડેટ (HGCO19) ડેવલપ કરી છે.

સ્ટેટસઃ આ વેક્સિને ઉંદરો અને પ્રાઈમેટ મોડેલ્સમાં સેફ્ટી, ઈમ્યુનોજેનેસિટી, ન્યૂટ્રલાઈઝેશન એન્ટિબોડી એક્ટિવિટી દર્શાવી છે. હજુ કંપનીએ પોતાની વેક્સિનની ફેઝ-1/2 ક્લિનિકલ ટ્રાયલ્સ માટે અપ્લાઈ કર્યું નથી.

ક્યારે મળશે અને કિંમતઃ હાલ એની હ્યુમન ટ્રાયલ્સ શરૂ થઈ નથી. 2021માં જુલાઈ પછી જ આ વેક્સિન ઉપલબ્ધ થઈ શકશે. કિંમત પર નિર્ણય પછી થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો