તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • One In Seven Patients Suffers From Vaccine Side Effects, And People Suffer From Weakness And Muscle Aches.

રશિયન વેક્સિન પર ફરી સવાલ ઊઠ્યા:દર સાતમાંથી એક દર્દી વેક્સિનની સાઇડઇફેક્ટથી પીડાઈ રહ્યો છે, લોકો નબળાઈ અને સ્નાયુઓના દુખાવાનો ભોગ બન્યા છે

એક મહિનો પહેલા
  • આરોગ્યમંત્રીએ કહ્યું, જે 14% દર્દીઓમાં જે પણ સાઇડઇફેક્ટ જોવા મળી રહી છે તેનું જોખમ પહેલેથી હતું.
  • લેન્સેટ જર્નલના રિપોર્ટમાં જણાવ્યાનુસાર, આ વેક્સિનની પહેલી અને બીજી ટ્રાયલમાં પણ અનેક પ્રકારની સાઇડઇફેક્ટ્સ જોવા મળી હતી

રશિયાની વેક્સિન સ્પુતનિક-વી ભારતમાં લાવવાની તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન આ રસીને લગતા મોટા સમાચાર આવ્યા છે. રશિયાના આરોગ્યમંત્રી મિખાયલ મુરાસ્કોના જણાવ્યા અનુસાર, વેક્સિન લેનારા દર સાત લોકોમાંથી એક વ્યક્તિ તેની સાઇડઇફેક્ટ્સથી પીડાઈ રહી છે. તેમને સ્નાયુ અને સાંધામાં દુખાવો શરૂ થયો. જોકે વેક્સિન આપ્યાના બીજા દિવસે તે કંઈક અંશે ઓછો થઈ ગયો હતો.

શરૂઆતના સમયમાં પણ 58% લોકોમાં દુખાવો અને 50% લોકોને તાવ આવ્યો હતો
મિખાયલે દાવો કર્યો હતો કે 14% દર્દીઓમાં જે પણ સાઇડઇફેક્ટ જોવા મળી એનું જોખમ પહેલેથી હતું. આ વેક્સિનની પ્રારંભિક હ્યુમન ટ્રાયલનાં પરિણામો લેન્સેટ જર્નલમાં 4 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થયા હતા. વેક્સિનના પ્રથમ અને બીજા ફેઝની ટ્રાયલમાં 76 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. તેમને બે ભાગોમાં વેક્સિન આપ્યા બાદ 42 દિવસ સુધી તેમનું નિરીક્ષણ કરવામાં આવ્યું. 21 દિવસ પછી અંદર એન્ટીબોડીઝનો રિસ્પોન્સ જોવા મળ્યો હતો. લેન્સેટમાં પબ્લિશ થયેલો રિપોર્ટ જણાવે છે કે છેલ્લી ટ્રાયલ દરમિયાન પણ અનેક પ્રકારની સાઇડઇફેક્ટ્સ જોવા મળી હતી.

લેન્સેટ જર્નલમાં જણાવ્યા મુજબ, 58% લોકોને દુખાવો, 50% લોકોનું શરીરનું તાપમાન વધ્યું અને 42 સ્વયંસેવકોને માથામાં દુખાવો થયો હતો. આ ઉપરાંત, 28% લોકોને નબળાઈ અને 24% લોકોને સ્નાયુઓ અને સાંધાનો દુખાવો થવા લાગ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો