દુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારીથી વૃદ્ધોને સૌથી વધારે અસર થઈ છે. અમેરિકાની સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં કોરોનાવાઈરસ સંક્રમણથી મૃત્યુ પામેલા દર 10 લોકોમાંથી 8ની ઉંમર 65 વર્ષથી વધુ છે. એટલે કે 80% વૃદ્ધો મૃત્યુ પામી રહ્યા થઈ રહ્યા છે.
યુનાઇટેડ નેશન્સ દ્વારા મે 2020માં પ્રકાશિત રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસથી વિશ્વભરમાં કુલ મૃત્યુમાં વૃદ્ધોનાં મોત 5 ગણા વધારે થઈ રહ્યા છે. CDCના જણાવ્યા પ્રમાણે, જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે, તેના માટે સંક્રમણનું જોખમ પણ વધે છે. એટલું જ નહીં, લાઈફસ્ટાઈલ ડિસીઝથી પ્રભાવિત થવાને કારણે તેમના માટે સ્વાસ્થ્ય સંબંધિત જોખમો પણ વધી જાય છે.
ગોવાના સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટર્નલ મેડિસિન એન્ડ જેરીએટ્રિક મેડિસિન એક્સપર્ટ ડૉ. મિલિંદ દેસાઈ જણાવી રહ્યા છે કે, વૃદ્ધોની ખાણીપીણીમાં ફેરફાર કરીને કેવી રીતે વધતી ઉંમરની અસરને ઘટાડી શકાય છે.
વૃદ્ધ લોકોને થતી બીમારીઓ
વૃદ્ધોમાં સંક્રમણ, હૃદય રોગ, ડાયાબિટીસ, ક્રોનિક ડિસીઝ જેમ કે, કિડની, ફેફસાં સાથે જોડાયેલી બીમારીઓ મુખ્ય છે, પરંતુ આ ત્રણ સમસ્યા વધારે હોય છે.
નબળી યાદશક્તિઃ તેને અલ્ઝાઈમર્સ કહેવામાં આવે છે. તે ઉપરાંત ડેલીરિયમ નામની બીમારી જે ભ્રમ પેદા કરે છે.
કમજોર હાડકાં: હાડકાં કમજોર થવાને કારણે સરળતાથી તૂટી જાય છે, પોશ્ચરમાં ફેરફાર, હાડકાંના વળી જવા જેવી સમસ્યા થાય છે. તેનાથી જીવનની ગુણવત્તા ઘટી જાય છે.
સંક્રમણ અને ડિપ્રેશનઃ વૃદ્ધોમાં સંક્રમણ સૌથી સામાન્ય વાત છે. તેમને હૃદય રોગ, કિડની રોગ, સંધિવા સરળતાથી થઈ જાય છે. બીમારીઓ અને અક્ષમતાઓના કારણે ડિપ્રેશન અને માનસિક રોગ થઈ જાય છે.
આ 5 ફૂડને છોડો, એજિંગની ઝડપ ઘટી જશે
1. ગેસની આંચ ફાસ્ટ રાખીને ખાવાનું બનાવવું
ગેસની આંચમાં ફાસ્ટ રાખીને ખાવાનું બનાવવાનું ટાળવું. ગેસની ફાસ્ટ આંચમાં તેલ ખાસ કરીને સૂર્યમુખીનું તેલ ફ્રી રેડિકલ્સ છોડે છે. એવું નથી કે, આ તેલ સંપૂર્ણ રીતે નુકસાનકારક છે. ખાદ્ય તેલોમાં તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો છો તો તે એન્ટિ ઓક્સિડન્ટ્સ, વિટામિન-E જેવા ત્તત્વોથી ભરપૂર હોય છે જે સ્કિનને હાઈડ્રેટ રાખે છે.
2. સોડા અને કોફી
બંનેમાં મોટા પ્રમાણમાં કેફીન હોય છે, જેનો સતત ઉપયોગ કરવાથી ઊંઘને અસર થાય છે. ઓછી ઊંઘનો ઉંમર વધવાની પ્રક્રિયા સાથે સીધો સંબંધ છે. તેનાથી કરચલીઓ અને આંખોની નીચે ડાર્ક સર્કલ પણ થઈ જાય છે. કોફીની જગ્યાએ ગોલ્ડન મિલ્ક (હળદરવાળું દૂધ)નો ઉપયોગ કરી શકો છો.
3.વ્હાઈટ બ્રેડ
રિફાઈન કાર્બ્સ અને પ્રોટીનનો જ્યારે એક સાથે ઉપયોગ કરવામાં આવે છે તો તેની અસર નકારાત્મક હોય છે. તેનાથી ક્રોનિક ડિસીઝ અને ઉંમર વધવાની પ્રક્રિયા સાથે સીધો સંબંધ છે. તેની જગ્યાએ ગ્રેઇન બ્રેડ્સનો ઉપયોગ કરવો જોઈએ, તેના એન્ટિઓક્સિડન્ટ્સ ત્વચા માટે ફાયદાકારક છે.
4. આલ્કોહોલ
જો તમે દારૂનું સેવન કરી રહ્યા છો તો તેને છોડવાનો પ્રયાસ કરવો. ઉપયોગને અત્યંત મર્યાદિત કરો. તે શરીરના પોષણ અને વિટામિન- Aનું સ્તર ઘટાડે છે. આ વિટામિનનો સીધો સંબંધ શરીરની કરચલીઓ સાથે છે. દારૂથી સ્કિન સંબંધી બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે.
5. ખાંડ
ખાંડનો ઉપયોગ શરીરમાં ઘણા પ્રકારનું નુકસાન પહોંચાડે છે. સૂર્યના પ્રકાશમાં ખાંડ ઉંમર વધારવાની પ્રક્રિયાને ઝડપી કરે છે. તેથી તડકામાં આઈસ્ક્રીમ ખાવાની જગ્યાએ આપણે ફ્રૂટ્સને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. ભલે તે ફ્રોઝન જ કેમ ન હોય. ખાંડની જગ્યાએ મધનો રિપ્લેસમેન્ટ તરીકે ઉપયોગ કરી શકો છો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.