• Home
  • Coronavirus
  • Not doctors, but security guards are at higher risk of death, according to research on 4,700 patients in Britain.

કોરોનાનો ડેન્જર ઝોન / ડોક્ટરને નહીં સિક્યોરિટી ગાર્ડને મૃત્યુનું જોખમ વધારે, બ્રિટનમાં 4700 દર્દીઓ પર થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું

Not doctors, but security guards are at higher risk of death, according to research on 4,700 patients in Britain.
X
Not doctors, but security guards are at higher risk of death, according to research on 4,700 patients in Britain.

  • બ્રિટનના નિષ્ણાતોએ 20થી 64 વર્ષની વયના 4700 કોવિડ -19 દર્દીઓના ડેટા વિશ્લેષણ કર્યું
  • નિષ્ણાતોએ કહ્યું - અમારો હેતુ કોઈ પણ વ્યવસાયને ખતરનાક કહેવાનો નથી, પરંતુ લોકોને સાવચેત રાખવાનો છે

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 10:59 AM IST

કોરોનાથી મૃત્યુ થવાનું જોખમ ડોક્ટર કરતાં બમણું ફેક્ટ્રીના મજૂરો અને સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી રહેલા લોકોને છે. આ આંકડા બ્રિટનના નિષ્ણાતોએ વિવિધ ક્ષેત્રમાં કામ કરી રહેલા 4700 કોવિડ-19ના દર્દીઓના ડેટાનું એનાલિસિસ કર્યા બાદ જાહેર કર્યા છે. રિપોર્ટમાં 9 માર્ચથી 25 મે વચ્ચે 20 વર્ષથી 64 વર્ષની ઉંમરના કોરોના પીડિતોને સામલે કરવામાં આવ્યા હતા.

રિસર્ચમાં સામે આવ્યું કે, એક લાખ લોકોએ 74 પુરુષ સિક્યોરિટી ગાર્ડ અને 73 ફેક્ટરી વર્કર કોરોનાથી મૃત્યુ પામ્યા.

1 લાખ લોકોએ 40 સ્વાસ્થ્ય કર્મચારીઓનું મૃત્યુ થયું
આરોગ્ય કર્મચારીઓમાં આ આંકડો જુદો છે. તેમાં 1 લાખ લોકોએ 30 આરોગ્ય કર્મચારીઓ મરી ગયા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એમ્બ્યુલન્સ સ્ટાફમાં ચેપનું જોખમ 82.4 ટકા રહ્યું, જે સૌથી વધુ છે. જો કે, અમારો ઉદ્દેશ એ કહેવાનો નથી કે ડોક્ટરના પ્રોફેશન કરતાં આ નોકરી વધુ જોખમી છે. પરંતુ લોકોએ સાવચેત રહેવું જોઈએ.

ગાર્ડ અને મજૂર સાથે વધુ સંપર્કમાં ન આવો
નિષ્ણાતોના જણાવ્યાનુસાર, લોકડાઉન દરમિયાન પણ ફેક્ટરી વર્કર્સે સતત કામ કર્યું. જ્યારે કોરોનાના કેસો ઝડપથી ફેલાઈ રહ્યા હતા તો તેઓ લોકોના સંપર્કમાં પણ આવ્યા. તેમજ, સુપર માર્કેટમાં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ્સ લાઇનમાં ઊભેલા કસ્ટમરને સોશિયલ ડિસ્ટન્સિંગથી બચાવવા સેંકડો લોકોના સંપર્કમાં આવ્યા.

સૌથી વધુ જોખમ અશ્વેત – એશિયાઈ લોકોને
નિષ્ણાતોના મતે, 17 જુદા જુદા વિસ્તારોમાં પુરુષો માટે મૃત્યુનું જોખમ વધારે રહ્યું. આમાં ટેક્સી ડ્રાઈવર (65.3), શેફ (56.8), બસ અને કોચ ડ્રાઇવર્સ (44.2), સેલ્સ-રિટેલ આસિસ્ટન્ટ (34.2) નો સમાવેશ થાય છે, જ્યારે બ્રિટનમાં કોવિડ -19 મૃત્યુ દર 19.1 છે. કોવિડ -19થી મૃત્યુઆંક 1 લાખ વસ્તીના આધારે છે. તેમાં પણ સૌથી વધારે જોખમ અશ્વે અને એશિયન મૂળના લોકોને છે.

ગ્રૂમિંગ ઇન્ડસ્ટ્રીથી મહિલાઓમાં મૃત્યુનું સૌથી વધુ
નિષ્ણાતોના મતે, સ્ત્રીઓમાં મૃત્યુનું સૌથી વધુ જોખમ એ ગ્રૂમિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓને છે. તેમાં 1 લાખે 31 મહિલાઓના મૃત્યુ થયા. હેલ્થ એનાલિસ્ટ બેન હેમ્બ્સટોનના કહેવા મુજબ, માત્ર કોઈ વિસ્તારમાં મૃત્યુનું જોખમ એ અંતિમ પરિણામ નથી, તે તમે કઈ ઉંમર અને કયા મૂળના છો તેના પર પણ નિર્ભર છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી